મિત્રો જેમ કે તમે જાણો છો તેમ હાલ ઠંડી પડવાનું શરૂ થઈ ગયું છે. પરંતુ લગભગ લોકોને શિયાળામાં ગરમા ગરમ વસ્તુઓ ખાવી ખુબ ગમે છે. કહેવાય છે કે, શિયાળામાં ઘી ખુબ ખાવું જોઈએ. તેથી જ લોકો શિયાળામાં પાક, ખજુર પાક, ચીક્કી, સિંગપાક, અડદિયા જેવી વસ્તુઓ બનાવે છે. જો તમારે પણ શિયાળામાં પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો શિયાળામાં અચૂક અખરોટનો આ ઉપાય અજમાવો જોઈએ.
શિયાળા પોતાની તંદુરસ્તી જાળવવા માટે લોકો નવા નવા ઉપાયો અપનાવે છે અને જો તમે પણ શિયાળામાં પોતાની તંદુરસ્તી જાળવવા માંગો છો તો અખરોટ ખાવા એ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અને આમ પણ અખરોટ ખાવાના એક નહિ પણ અનેક ફાયદાઓ છે. તેથી અમે તમને જણાવી દઈએ કે, શિયાળામાં અખરોટને કાચા ખાવા કરતા તેને પલાળીને ખાવાથી વધુ લાભ મળે છે. આમ પલાળેલ બદામની જેમ જ પલાળેલ અખરોટના ફાયદા છે. આમ પલાળેલ અખરોટથી અનેક બીમારીને દુર કરે છે.
જો તમે ડાયાબિટીસ અને બ્લડ શુગરથી બચવા માંગો છો તો પલાળેલ અખરોટ ખાવા ખુબ જ ફાયદાકારક છે. આ સિવાય ઘણી શોધમાં એ વાત સામે આવી છે કે, જે લોકો દરરોજ 2 થી 3 ચમચી અખરોટનું સેવન કરે છે તેમનામાં ટાઈપ-2 ડાયાબિટીસ હોવાની સંભાવના ઓછી રહે છે. અખરોટ બ્લડ શુગરના લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જેના કારણે ડાયાબિટીસ નો ખતરો ઓછો થઈ જાય છે.આ સિવાય અખરોટમાં ફાઈબરની માત્રા ભરપુર હોય છે. તે પાચન પ્રણાલીને સારી રાખે છે. પેટને બરાબર રાખવામાં, કબજિયાતથી બચવા માટે ફાઈબર યુક્ત ખોરાક ખાવો જોઈએ. આમ જો તમે અખરોટનું સેવન કરો છો તો તમારું પેટ પણ સારું રહેશે અને કબજિયાત પણ નહિ થાય.
આ સિવાય અખરોટને હાડકાઓ માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. તે તમારા હાડકાઓ અને દાંતને મજબુત કરે છે. અખરોટમાં અલ્ફા લીનોલેનીક એસીડ હોય છે જે હાડકાઓને મજબુત કરવામાં મદદ કરે છે.
વધતું વજન પણ આજની ખુબ મોટી સમસ્યા છે. આવા સમયે અખરોટ વજન ઓછું કરવામાં મદદ કરે છે. તે બોડીના મેટાબોલીજ્મને વધારે છે, અને તમારા શરીરમાંથી વધારાની ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. તેમાં ભરપુર માત્રામાં પ્રોટીન અને કેલોરી હોય છે જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google
Very helpful