મિત્રો આજે કોરોનાના કારણે આપણા જીવનમાં ખુબ મોટા ફેરફાર થયા છે. આ ફેરફાર જ્યાં સકારાત્મક છે તો બીજી બાજુ તેની ખુબ માઠી અસર પણ થઈ છે. સામાન્ય ઉદ્યોગથી માંડીને મોટા મોટા ઉદ્યોગને ખુબ ભારે નુકસાન થયું છે. જેને કારણે આજે દેશ પર ખુબ મોટી આફત આવી છે. આર્થિક સંકટ સિવાય દેશનો વિકાસ પણ ઘણા અંશે સ્થગિત થઈ ગયો હતો.
મિત્રો 2020 ના વર્ષને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. પણ આ વર્ષ લગભગ લોકો માટે ખુબ ભારે રહ્યું છે. કેમ કે કોરોના એ દરેકના જીવન પર ખુબ માઠી અસર કરી છે. કોરોના વાયરસે આપણા જીવનને સંપૂર્ણ રીતે બદલી નાખ્યું છે. કોરોનાના સકારાત્મક અસરમાં લોકોને પોતાના ઘરમાં રહેવાનો સમય મળ્યો અને તેમજ બહારની અવરજવર બંધ હોવાથી પર્યાવરણમાં ઘણો સુધારો આવ્યો. જ્યારે ઘણા અન્ય બદલાવ પણ આવ્યા છે. ચાલો તો આ અંગે વિગતે વાત કરીએ.
શુભેચ્છાઓ પાઠવવાની રીત બદલાઈ ગઈ : જેમ કે મિત્રો આપણે કોઈ ખાસ મુવમેન્ટ પર અથવા તો તહેવાર પર એકબીજાને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. જો કે આપણે હાલ પણ શુભેચ્છાઓ આપીએ છીએ. પણ પહેલાં જેમ આપણે ગળે મળીને કે હાથ મેળવીને વિશ કરતા હતા તે હવે માત્ર સંદેશ દ્વારા જ થાય છે. આમ કોરોના કારણે આપણે હાલ મૌખિક વ્યવહારથી દુર થઈ ગયા છે.વર્ક કલ્ચરમાં બદલાવ આવ્યો છે : કોરોનાની જો સૌથી મોટી અસર કોઈ થઈ હોય છે તે દરેકના વર્ક પર થઈ છે. અહિયાં સુધી કે વિદ્યાર્થીના ઓનલાઈન કલાસીસ શરૂ થઈ ગયા છે. કલાકારોએ પણ પોતાની બેઠક તેમજ વ્યાખ્યાન અન્ય કાર્યક્રમ વિડીયો કોલ, ઓનલાઇન મીટીંગ દ્વારા કરે છે. જ્યારે મોટા ભાગની કંપનીઓએ પોતાનું વર્ક કરાવવા માટે લોકોને વર્ક ફોમ હોમ આપી દીધું છે. આવા સમયે વર્ક કલ્ચરમાં બદલાવ આવ્યો છે.
સ્વચ્છતા આદત બની ગઈ : કોવિડ-19 ની એક સૌથી અગત્યની વાત એ છે કે, લોકો હવે વ્યક્તિગત સ્વચ્છતાનું પાલન કરી રહ્યા છે. એ લોકો જેને હાથ ધોવા ગમતા ન હતા, એ લોકો જે એવું માનતા હતા કે તેમના હાથ સાફ જ છે, હવે તેને દિવસમાં ઘણી વખત હાથ ધોવા પડે છે.
વાતચીત કરવાની રીત બદલાઈ ગઈ : કોરોનાના કારણે હાલ જેમ લોકો પોતાના મિત્રોને મળવા તેમજ તેની સાથે કલાકો સુધી વાતો કરવી વગેરેની રીતમાં પણ બદલાવ આવ્યો છે. હવે મિત્રો વિડીયો કોલ દ્વારા ગપશપ કરે છે. જેનો તેઓ ખુબ આનંદ મેળવી રહ્યા છે.કુકિંગનો શોખ પૂરો થઈ ગયો : કોરોના કાળમાં ઘરે રહેવાથી એક સારી વાત એ થઈ કે લોકોનો કુકિંગનો શોખ પૂરો થઈ ગયો. કારણ કે જો આપણે બહાર જઈએ તો બહાર ફાસ્ટ ફ્રુડ ખાવાનું વધી જાય છે. જેને કારણે પૈસા બગડે છે અને તબિયત પણ બગડે છે. પણ કોરોનાના કારણે ઘરે રહેવાથી પૈસાની પણ બચત થાય તબિયત પણ સારી રહે છે.
માસ્કએ લીધું ફેશનનું રૂપ : કોરોના કાળમાં માસ્ક પહેરવાનું ચલન વધી ગયું. જેથી કરીને લોકો સંક્રમણથી બચી શકે. પહેલાં આપણે માસ્કને ડોક્ટર સાથે જ જોડતા હતા. પણ હવે દરેક લોકોએ પહેરવું આવશ્યક થઈ ગયું છે. તો બીજી બાજુ હવે માસ્ક એ ફેશનનું રૂપ લઈ લીધું છે. લગ્ન, પાર્ટી તેમજ મેચિંગ માસ્કનું હવે દરેક જગ્યા પર ચલણ થઈ ગયું છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google