મિત્રો આજના સમયમાં લગભગ દરેક લોકોને વાળને લગતી કોઈને કોઈ બીમારી થતી હોય છે. અને તેઓ તેના ઈલાજ રૂપે અનેક પ્રયોગો કરે છે. જો તમને પણ સ્કીન અને વાળને લગતી કોઈ સમસ્યા હોય તો તમે અહી આ લેખમાં ભીંડાના પાણી વિશે વાત કરીશું. તેના ઉપયોગથી તમારી સ્કીન અને વાળની અનેક સમસ્યાઓ દુર થઇ શકે છે. ભીંડો નાનપણથી જ આપણાં બધાના ભોજનનો ભાગ રહ્યો છે અને ઘણા લોકોને તો પસંદગીની શાકભાજી માંથી એક છે. ભીંડાને જ ઓકરાના નામથી પણ ઓળખવામાં આવે છે.
ભીંડાના સેવનથી સ્વાસ્થ્યને ઘણા લાભ મળે છે પરંતુ શું તમે જાણો છો કે ભીંડાનું પાણી તમારી ત્વચા અને વાળ માટે પણ ઘણા પ્રકારે ફાયદાકારક છે. ભીંડાનું પાણી તમારી સ્કીનને ગ્લોઇંગ, જવાન અને ખૂબસૂરત બનાવે છે. સાથે જ તે વાળનું ખરવું અને રસીને પણ મટાડવામાં મદદરૂપ છે. તેનાથી તમારા વાળ ચમકદાર અને મુલાયમ બની શકે છે. ભીંડામાં ફાઈબર, પ્રોટીન, કાર્બોહાઈડ્રેડ, વિટામિન સી, એ, ફોલેટ અને મેગ્નેશિયમ જેવા પોષકતત્વો જોવા મળે છે. જે તમારી ત્વચા અને વાળ માટે ખૂબ જ ઉપયોગી હોય છે. આવો તેના ફાયદા અને ઉપયોગ વિશે વિસ્તારથી જાણીએ.સ્કીન અને વાળ માટે ઓકર પાણીના ફાયદા:-
1) સ્કીનને ગ્લોઇંગ બનાવે છે:- ભીંડાના પાણીમાં વિટામિન સી, એ અને ફોલેટ જોવા મળે છે. તે બધા જ સ્કીન સેલ્સને હેલ્થી બનાવવાનું કામ કરે છે. વિટામિન સી માં તમારી સ્કીન બેદાઘ અને નિખાર વાળી બનાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. સાથે જ તેમાં જોવા મળતું પ્રોટીન તમારી સ્કીનને ક્ષતિગ્રસ્ત થવાથી બચાવે છે અને નવી કેશિકાઓના નિર્માણમાં મદદ કરે છે, જેનાથી સ્કીન સુંદર દેખાય છે.
આ રીતે કરો ઉપયોગ:- તે માટે તમે ભીંડાનું પાણી, મુલતાની માટી અને ગુલાબ જળ મિક્સ કરીને તેને સરખી રીતે તમારા ચહેરા પર લગાડો પછી 15 મિનિટ પછી આ પેકને નવશેકા પાણીથી ધોઈ લો. તેનાથી સ્કિનમાં નિખાર આવે છે. આમ ગ્લોઇંગ સ્કીન માટે પણ ભીંડાનું પાણી ઉપયોગી બની શકે છે.2) એન્ટિ એજિંગ ગુણ:- ભીંડાનું પાણી એન્ટિ એજિંગ ગુણોથી ભરપૂર હોય છે. તેમાં જોવા મળતા પ્રોટીન અને એન્ટિઓક્સિડેંટ કોલેજનના ઉત્પાદનમાં મદદ કરે છે, જેનાથી સ્કીન જવાન દેખાય છે. સાથે જ તેના ઉપયોગથી સ્કીનની ફાઇન લાઇન્સ અને રીંકલ્સ મટાડવામાં પણ મદદ મળે છે.
આ રીતે કરો ઉપયોગ:- એક કપ ભીંડાના પાણીમાં 2 ચમચી ગ્રીક યોગર્ટ અને ઓલિવ ઓઇલ મિક્સ કરો. પછી તેને એક બાઉલમાં લઈને સરખી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને ચહેરા પર સરખી રીતે લગાડો અને 10 મિનિટ માટે હળવા હાથે મસાજ કરો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો. તેનાથી સ્કીન જવાન અને ચમકદાર દેખાય છે. તેને તમે અઠવાડિયામાં 2 વખત ઉપયોગમાં લઈ શકો છો. આમ ભીંડાના પાણીમાં રહેલા એન્ટિ એજિંગ ગુણ પણ તમને મદદરૂપ સાબિત થઈ શકે છે. 3) ખીલથી છુટકારો:- ભીંડાના પાણીમાં એન્ટિફંગલ અને એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે, જેનાથી તમારી સ્કિનના ખીલ દૂર કરવામાં મદદ મળે છે. તે એક્ને ઉત્પન્ન કરતા કીટાણુઓથી સ્કીનની રક્ષા કરે છે અને તમારા ચહેરાને હાઈડ્રેડ કરવાનું કામ કરે છે. તેનાથી સ્કીન બેદાઘ અને ઇન્ફેક્શન ફ્રી રહે છે.
આ રીતે કરો ઉપયોગ:- તે માટે તમે ભીંડાને 4 કપ પાણીમાં ઉકાળી લો. પછી તે પાણીમાં મધ મિક્સ કરીને તમારા ચહેરાને ધુઓ. તમે ચાહોતો તેમાં કોઈ અન્ય તેલનો પણ ઉપયોગ કરી શકો છો. આ પાણીથી સ્કીન ધોયા પછી તમે ચહેરા પર મોઈશ્ચરાઇઝર લગાડી શકો છો. ભીંડાના પાણીથી આ રીતે એક્નેથી પણ છુટકારો મળી શકે છે.4) વાળને ખરતા અટકાવે છે:- ભીંડાનું પાણી તમારા વાળને ખરતા અટકાવી શકે છે અને તેને સુંદર અને ચમકદાર બનાવી શકે છે. ભીંડામાં રહેલ પ્રોટીન અને ફોલેટ વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનાથી વાળ ઘટ્ટ પણ બને છે.
આ રીતે કરો ઉપયોગ:- વાળને ખરતા અટકાવવા માટે તમે ભીંડાને પાણીમાં ઉકાળી લો. પછી તેને ઠંડુ થવા માટે છોડી દો. શેમ્પૂથી વાળ ધોયા પછી ભીંડાનું પાણી તમે કંડિશનરની જેમ ઉપયોગમાં લઈ શકો છો. તેનાથી વાળ બે મોઢાવાળા થવાથી પણ બચે છે. અને તમારા વાળ એકદમ સુંદર અને ચમકદાર બને છે. આમ ભીંડાનું પાણી વાળને ખરતા અટકાવવામાં મદદ કરે છે.5) ડેંડ્રફથી છુટકારો:- ભીંડાનું પાણી વાળમાં લગાડવાથી શુષ્ક વાળ અને વાળમાં ખંજવાળ જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે. તે તમારા સ્કેલ્પને શાંત કરીને શુષ્ક ત્વચા દૂર કરવામાં પણ મદદ કરે છે. તેના એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણ સ્કેલ્પની ખંજવાળ અને બળતરામાં રાહત અપાવે છે.
આ રીતે કરો ઉપયોગ:- તે માટે તમે ભીંડાના ઓર્ગેનિક પાવડરનો ઉપયોગ કરી શકો છો. તે પાવડરને તમે એક બાઉલમાં લઈ લો અને તેમાં નારિયેળ તેલ સરખી રીતે મિક્સ કરી લો. પછી તેનાથી સ્કેલ્પ પર સરખી રીતે મસાજ કરો. અને અડધા કલાક પછી વાળ ધોઈ લો. તે સ્કેલ્પને મોઈશ્ચરાઇઝ કરીને વાળાને સ્વસ્થ અને મજબૂત બનાવે છે. આમ ભીંડાનું પાણી ડેંડ્રફથી છુટકારો અપાવવામાં પણ તમને મદદ કરી શકે છે. આમ, ભીંડાનું પાણી તમને સ્કીન અને વાળની ઘણા પ્રકારની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરી શકે છે. ભીંડાના પાણીની મદદથી તમે આ સમસ્યાઓ ખૂબ જ સરળતાથી દૂર કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી