આજકાલ જોવા મળતા શેર બજારમાં ઉછાળાને કારણે ઘણા રોકાણકારો માલામાલ થઇ ગયાં છે. જયારે કેટલાકની તો રાતોરાત કિસ્મત ચમકી ગઈ છે. કારણ કે શેર બજારમાં આવેલા ઉછાળાને કારણે જે મંદીની સ્થિતિ હતી તે હવે ગતિશીલ બની છે. આજે અમે તમને મહિન્દ્રાના એક શેર વિશે માહિતી આપીશું જેમાં આવેલા ઉછાળાને કારણે લોકો માલામાલ થઇ ગયાં છે. જયારે આ શેરની ગતિ ખુબ જ ઉપર જઈ રહી છે અને તેમાં રોકાણ કરનાર આજે કરોડોપતિ બની ગયાં છે. ચાલો તો આ શેર વિશે વિસ્તારથી જાણી લઈએ.
શેરબજારમાં મંગળવારના રોજ જોરદાર તેજી જોવા મળી અને સેન્સેક્સ 1276.66 અંક અથવા 2.25 ટકા વધીને 58,065.47ના સ્તર પર બંધ થયું. તેની વચ્ચે મહિન્દ્રા ફાઇનાન્સના શેરોએ પોતાના રોકાણકારોને ખૂબ જ ફાયદો કરાવ્યો છે. જોરદાર તેજી સાથે કંપનીનો શેર આખો દિવસના કારોબાર પછી 11 ટકાથી વધુનો ઉછાળો લેતા બંધ થયો છે.11.43% વધ્યો કંપનીનો શેર:- શેરબજારમાં તેજી અને રોકાણકારોના પોઝિટિવ સેંટિમેંટ વચ્ચે મંગળવારના રોજ આનંદ મહિન્દ્રાના નેતૃત્વ વાળી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્શિયલ સર્વિસીઝના શેર રોકેટની ઝડપે ભાગ્યા છે. કારોબારના અંતમાં તે 11.43 ટકા કે 20.55 રૂપિયાની તેજી સાથે 200.30 રૂપિયાના સ્તરે બંધ થયા. જાણવા મળતી માહિતી મુજબ, કંપનીએ કહ્યું કે, કારોબારે લગભગ 4,080 કરોડ રૂપિયાના ડીસ્બર્સમેંટ સાથે પોતાની ગતિ જાળવી રાખી અને વર્ષના આધારે 110 ટકા ગ્રોથ રહ્યો છે.
કારોબાર દરમિયાન આ સ્તરે પહોંચ્યો:- સ્ટોક માર્કેટમાં દિવસના કારોબાર દરમિયાન મહિન્દ્રા ફાઇનાન્સના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર 201.85ના હાઇ સ્તરે પહોંચ્યા હતા. જોકે, કારોબાર પૂરો થયો ત્યાં સુધીમાં તેમાં થોડો પછડાટ જોવા મળ્યો હતો અને તે 200.30 રૂપિયાએ બંધ થયો હતો. તેની પહેલા વીતેલા કારોબારી દિવસ સોમવારના રોજ કંપનીના શેર 180 રૂપિયાના સ્તરે બંધ થયા હતા. વાત જાણવા મળે છે કે, વિતેલા દિવસોમાં થર્ડ પાર્ટી વસૂલી એજન્ટના વિવાદ અને આરબીઆઇની સખ્તીના કારણે કંપનીના શેરમાં પછડાટ જોવા મળ્યો હતો.તેજી વચ્ચે કંપનીને આટલી આશા:- રિપોર્ટ મુજબ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનન્સને પહેલા છ માસમાં લગભગ 21,300 કરોડ રૂપિયાના ડીસ્બર્સમેંટનું અનુમાન છે, જેના કારણે લગભગ 73,900 કરોડ રૂપિયાની ગ્રોસ એસેટ બુક થઈ છે. મહિન્દ્રા ફાઇનાન્સ તરફથી કહેવામા આવ્યું છે કે, સપ્ટેમ્બર મહિનામાં તેની અસેટ ક્વોલિટીમાં ખાસો સુધારો આવ્યો છે. તેની વચ્ચે જણાવી દઈએ કે, શેરબજારમાં મંગળવારના રોજ આવેલી જબરદસ્ત તેજીના કારણે ઇન્વેટર્સની સંપતિમાં 5.66 લાખ કરોડની વધતી થઈ છે.
શેર બજારમાં ફરીથી આવી બહાર:- બીએસઇમાં લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપ તેજીના દમ પર 5,66,318.84 કરોડ રૂપિયા વધીને 2,73,92,739.78 કરોડ રૂપિયા થઈ ગયા. તેની વચ્ચે જણાવી દઈએ કે, બોમ્બે સ્ટોક એક્સચેન્જનું સેન્સેક્સ જ્યાં 1276.66 અંક કે 2.25 ટકા વધીને 58,065.47ના સ્તરે બંધ થયો ત્યાં જ નેશનલ એક્સચેન્જનો નિફ્ટીએ 386.95 અંક અથવા 2.29 ટકાથી ઉછળીને 17,274.30 પર કારોબાર ક્લોજ કર્યો.
( નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી )
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી