પૌવામાં એવા ઘણા ગુણો રહેલા છે જે તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આજે અમે તમને જણાવશું કે, પૌવા ખાવા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક માનવામાં આવે છે. સવારના નાસ્તાને ખુબ જ મહત્વનો માનવામાં આવે છે ખાસ કરીને ગુજરાતીઓ પૌવા ખાવાના ખાસ ચાહક હોય છે. જો કે પૌવા એક એવો નાસ્તો છે જે સમગ્ર ભારતમાં ખુબ જ ખવાય છે. જે લોકો ડાયટિંગ કરે છે એમના માટે પૌવા સવારે નાસ્તામાં ખુબ જ ફાયદાકારક છે અને તેને ખાવાથી ક્યારેય પેટની ચરબી વધતી નથી. પૌવામાં ખુબ જ પ્રમાણમાં વિટામિન, મિનરલ અને એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે.
પૌવામાં ખુબ જ વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે. આજે રોજિંદા જીવનમાં બીમારીઓ ખુબ વધુ ફેલાય છે, માટે આપણે હેલ્દી ખોરાક લેવો ખુબ જરૂરી છે અને તેના માટે પૌવા જ એક સારો વિકલ્પ માનવામાં આવે છે. જો રોજ સવારમાં પૌવા ખાવાથી તમારો આખો દિવસ એનર્જીથી ભરપૂર રહે છે. તેનાથી શરીરમાં થાક અને તણાવ જેવી કોઈ તકલીફ થતી નથી. સવારે નાસ્તામાં શરીરને કાર્બોહાઈડ્રેટસ આપવા માટે પૌવાનું સેવન કરવામાં આવે છે. જો શરીરને જરૂર પૂરતું કાર્બોહાઈડ્રેટસ પ્રાપ્ત થતું નથી તો તેનાથી શરીરમાં થાક રહે છે. એટલા માટે પૌવા ખાવાથી મળતા કાર્બોહાઈડ્રેટસ શરીરમાં એનર્જી આપે છે. એટલા માટે સવારે એક પ્લેટ પૌવા જરૂરથી ખાવા જોઈએ.
આજે જોવા જઈએ તો ઘણા લોકોના શરીરમાં આર્યનની ખામી ખુબ જોવા મળે છે. માટે જો લોકો પૌવાનું સેવન કરવામાં કરે તો તેને આ સમસ્યામાંથી છુટકારો મળે છે અને ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકો એ જરૂરથી પૌવા ખાવા જોઈએ, જેનાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધી શકે છે અને આમ પણ ખાસ કરીને પૌવામાં ખુબ વધુ પ્રમાણમાં આર્યન હોય છે. જો પૌવામાં સોયાબીન, સુકા મેવા અને ઈંડા નાખીને ખાવામાં આવે તો વિટામીનની સાથે પ્રોટીન પણ વધારે પ્રમાણમાં મળે છે.
આજે ડાયાબિટીસ એ એક મોટી સમસ્યા બની ગઈ છે. આજે ઉંમરની સાથે સાથે ઘણા લોકોને ડાયાબિટીસનો ખુબ જ ભય લાગતો હોય છે. આજે જોવા જઈએ તો ખુબ નાના યુવાનોને પણ ડાયાબિટીસની તકલીફ હોય છે. માટે જે લોકોને ડાયાબિટીસ છે એમના માટે પૌવાનું સેવન ખુબ જ ફાયદાકારક હોય છે. તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. તેનાથી બીપી પણ કંટ્રોલમાં રહે છે. આમ પણ પૌવામાં ઘણા ગુણધર્મો રહેલા છે જે તમારા શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.
જો નાસ્તામાં એવી વસ્તુ ખાવી છે જે આપણને એનર્જી આપે તો પૌવા તેના માટે પરફેક્ટ છે. પૌવામાં 76.9 % કાર્બોહાઈડ્રેટસ અને 23% ફેટ બનેલા હોય છે. આ પૌવા ડાયજેશનમાં મદદ કરીને બ્લડ કોલેસ્ટ્રોલ લેવલેને કંટ્રોલમાં રાખે છે. કાર્બોહાઈડ્રેટસની ઉણપથી તે માથાના દુઃખાવાથી લઈને થકાવટ જેવું મોટું કારણ હોય છે. પૌવામાં ફાઈબર રીચ હોય છે. પૌવાને ઘણી રીતથી પણ બનાવવામાં આવે છે. જો બધું શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે તો તે પૌવામાં 244 કિલો કેલેરી મળે છે અને જો મગફળીના દાણા નાખીને બનાવવામાં આવે તો તે પૌવામાં 549 કિલો કેલેરી મળે છે. પૌવામાં ફાઈબર હોવાથી તે પચવામાં સરળ હોય છે અને કબજિયાત જેવી તકલીફ દુર કરવામાં મદદ કરે છે .
એટલું જ નહિ પૌવા ખાવાથી આપણે સવારે સામાન્ય રીતે થતી બ્લોટિંગની સમસ્યા પણ હેરાન નહિ કરે. 100 ગ્રામ પૌવામાં 20 એમજી આર્યન હોય છે. તેના કારણે એનેમિયાથી પીડિત લોકોને પણ પૌવા ખાવાની સલાહ આપવામાં આવે છે. પૌવા આર્યન અને એનર્જી લેવેલ બનાવી રાખે છે. બ્રેનને ફોકસ કરવામાં મદદ કરે, ઈમ્યુન સિસ્ટમને તંદુરસ્ત રાખે અને શરીરના તાપમાનને બનાવી રાખવામાં મદદ કરે છે. આ હેલ્દી પૌવા ગર્ભવતી મહિલાઓ માટે પણ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પૌવામાં ફાઇબર રીચ વધારે હોવાથી તે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે જે વજન ઘટાડવામાં મદદગાર સાબિત થઈ શકે છે. પૌવામાં કેલેરીઝ પણ ઓછી હોય છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ