વ્રતના સમયે પિરિયડ્સમાં થવા પર સ્ત્રીઓએ ક્યારેય ન કરવી આવી ભૂલ, રાખો આટલી બાબતોનું ધ્યાન.

મિત્રો તમે જાણતા હશો કે, આપણે ત્યાં માસિકધર્મ વખતે ઘણી વાતોનું પાલન કરવામાં આવે છે. પણ આજના યુગમાં ઘણી વખત ઘણા લોકો આવી વાતનું ધ્યાન નથી રાખતા હોતા. જેને કારણે ઘણી મુશ્કેલી થાય છે. પણ શું તમે જાણો છો કે, માસિકધર્મ વખતે ઘણી વાતનું પાલન કરવામાં આવે તો તમે અનેક ધાર્મિક દોષથી બચી શકો છો. આથી જો તમે આ વિશે ન જાણતા હો, તો આજે જ આ લેખમાં જુઓ કે તમારે કંઈ કંઈ વાતોનું ધ્યાન રાખવાનું છે.

હિંદુ ધર્મમાં વ્રત રાખવાનું ખુબ મહત્વ છે અને કેટલી બધી સ્ત્રી અનેક વ્રત જરૂર રાખે છે. જો કે શાસ્ત્રોમાં પિરિયડ્સના સમયે વ્રત રાખવું વર્જિત માનવવા આવે છે. માન્યતા છે કે, પિરિયડ્સ થવાથી વ્રતના સમયે પૂજા કરવાથી ફળની પ્રાપ્તિ નથી થતી. આ સિવાય સ્વાસ્થ્યની દ્રષ્ટીએ પણ પિરિયડ્સના સમયે વ્રત કરવું યોગ્ય માનવામાં આવતું નથી. જો કે પિરિયડ્સના સમયે ખાલી પેટ રહેવાથી  કેટલીક સમસ્યાનો સામનો કરવો પડે છે. અને પેટમાં દુઃખાવાની સમસ્યા પણ થઈ જાય છે. આજે અમે કેટલીક એવી વાતો તમને બતાવા જઈ રહ્યા છે. જેનું ધ્યાન રાખીને તમે પિરિયડ્સના સમયે વ્રત તેમજ પુજા પણ કરી શકો છો અને સ્વાસ્થ્ય પર ધ્યાન પણ આપી શકો છો.

આ રીતે કરો વ્રત : જો પિરિયડ્સ શરૂ થવાથી પહેલાં તમે વ્રત રાખવાનું સંકલ્પ ધારણ કરી લીધું હોય તો તમે વ્રત રાખી શકો છો. બસ આ વસ્તુનું ધ્યાન રાખવું કે પોતાને ભૂખ્યા ન રાખવું અને સમયે-સમયે ફળ અને દૂધ પીતારહેવું. આવું કરવાથી પેટ દુઃખાવાની સમસ્યા નહિ રહે. ત્યાં વ્રતનું સંકલ્પ લેવાની પહેલાં જ જો તમારો પિરિયડ્સ શરૂ થઈ જાય છે તો તમારી જ્ગ્યાએ ઘરના બીજા સભ્ય વ્રત કરી શકે છે.

મનમાં રાખો ભગવાનનું નામ : પિરિયડ્સને કારણે જો તમે વ્રત નથી કરી શકતા તો પરેશાન ન થવું. એવા સમયે તમારા મનમાં જ ભગવાનનું નામનું જાપ કરી લેવું અને ધ્યાન લગાવી લેવું. આવું કરવાથી તમારી આસ્થા પણ બની રહેશે અને સ્વાસ્થ્ય પણ સારું રહશે. તમે પિરિયડ્સ શરૂ થયા પછી પૂજા ન કરવી.

ખાવામાં પૂરું ધ્યાન રાખો : પિરિયડ્સના સમયે કેટલીક સ્ત્રી પૂજા પણ કરે છે અને વ્રત પણ કરે છે. એવી સ્થિતિમાં સ્ત્રીએ પોતાનું પૂરું ધ્યાન રાખવું જોઈએ. વ્રત રાખવાથી પણ સમયે-સમયે ફળ ખાતું રહેવું જોઈએ. ઠંડી વસ્તુની જગ્યાએ ગરમ વસ્તુનું સેવન કરવું. દૂધ અથવા કોફી વધારે પીવું જોઈએ અને પીવાથી પેટ અંદરથી ગરમ રહે છે અને દુઃખાવોની સમસ્યા નથી રહેવી. પોતાનું પૂરું ધ્યાન રાખવું.

પતિ પાસે વ્રત કરાવી લેવું : કેટલીક સ્ત્રીઓને કડવા ચૌથના દિવસે જ પિરિયડ્સ શરૂ થઈ જાય છે. કડવા ચૌથનું વ્રત બહુ અઘરું હોય છે અને આ સમયે કોઈ પણ વસ્તુનું સેવન નથી કરી શકતા. જો તમારું કડવા ચૌથના દિવસે પિરિયડ્સ શરૂ થઈ જાય છે તો પોતાની જગ્યા પતિ પાસે આ વ્રત કરાવી શકાય છે.

તેના લીધે માનવામાં આવ્યું છે કે વ્રત રાખવું વર્જિત છે : શાસ્ત્રો પ્રમાણે પિરિયડ્સના સમયે સ્ત્રીને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. આ જ કારણ છે કે, પિરિયડ્સ શરૂ થયા પછી સ્ત્રીને પૂજા ન કરવી જોઈએ એમ કેહવામાં આવે છે. કારણ કે પૂજા કરવા માટે કેટલીક તૈયારી કરવી પડે છે. જે પિરિયડ્સના સમયે મુશ્કેલ છે. પિરિડડ્સના સમયે કેટલીક સ્ત્રીને વધારે કામ કરવાને લીધે ચક્કર પણ આવે છે. એટલે કે શાસ્ત્રો પ્રમાણે પિરિડડ્સના સમયે વ્રતના કરવાની અને પૂજા પાઠથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

આ વાતોનો રાખવું ખાસ ધ્યાન : શાસ્ત્રમાં પિરિયડ્સના સમયે કોઈ પણ પવિત્ર વસ્તુંને સ્પર્શ કરવું વર્જિત માનવામાં આવ્યું છે. એટલે પિરિયડ્સ થવા પર પાઠથી જોડાયેલી પુસ્તક, ગ્રંથા વગેરે વસ્તુને સ્પર્શ ન કરવું. પૂજા ઘરની અંદર પ્રવેશ ન કરવો, જો મંદિરમાં જવું જરૂરી હોય તો પવિત્ર થઈને જ મંદિરમાં જવું. પિરિયડ્સ થવાથી તુલસી પર પાણી ચઢાવું જોઈએ નહિ અને તુલસીથી દૂર રહેવું જોઈએ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

1 thought on “વ્રતના સમયે પિરિયડ્સમાં થવા પર સ્ત્રીઓએ ક્યારેય ન કરવી આવી ભૂલ, રાખો આટલી બાબતોનું ધ્યાન.”

Leave a Comment