ફુરસતથી બનાવી હશે કુદરતે આ 4 એક્ટ્રેસને, સુંદર દેખાવવા માટે ભારે મેકઅપની પણ જરૂર નથી પડતી.

મિત્રો ઘણા લોકોની સુંદરતા એવી હોય છે કે, તેને કોઈ પણ પ્રકારના મેકઅપની જરૂર નથી રહેતી. તેઓ વગર મેકઅપે સુંદર દેખાય છે. આવી સુંદરતા બહુ ઓછી જોવા મળે છે. જ્યારે બોલીવુડની વાત કરવામાં આવે તો મોટાભાગની એક્ટ્રેસ પોતાના ચહેરા પર મેકઅપનો થથેરો કરીને પોતાને સુંદર દેખાવાની કોશિશ કરે છે. પણ અહીં આ બોલીવુડમાં ઘણી એવી એક્ટ્રેસ પણ છે જેને બહુ જ ઓછા મેકઅપની જરૂર પડે છે. ચાલો તો આવી એક્ટ્રેસ વિશે વિસ્તારથી જાણી લઈએ.

કોઈ પણ છોકરી માટે તેની સુંદરતા સૌથી વધારે મહત્વ આપે છે. બધાની  ઈચ્છા હોય છે કે, તે પોતે સૌથી વધારે સુંદર અને આકર્ષક દેખાય. બોલીવુડ અને ટી.વી ઈન્ડસ્ટ્રીમાં આવી અભિનેત્રીઓ જોવા મળે છે. જે આકર્ષક દેખાવા માટે અલગ-અલગ પ્રકારની સર્જરી કરાવી લીધી છે. ત્યાં જ કેટલીક અભિનેત્રીઓ એવી છે કે, જે સુંદર દેખાવા માટે ખુબ વધારે મેકઅપ કરે છે. એમના ચહેરા પર એટલા પિંપલ અને દાગ-ધબ્બા છે કે, તેને છુપાવવા માટે એમને  મેકઅપની જરૂરત પડે છે.

જો તમે આ અભિનેત્રીને વગર મેકઅપે જોશો તો તેમણે ઓળખવું પણ મુશ્કેલ થઈ જશે. જ્યાં કોઈ અભિનેત્રી વગર મેકઅપે અજીબ દેખાય છે. ત્યાં કેટલીક અભિનેત્રી વગર મેકઅપે ખુબ સુંદર દેખાય છે. આજના આ પોસ્ટમાં અમે તમને બોલીવૂડ ઈન્ડસ્ટ્રીની કેટલીક એવી અભિનેત્રી વિશે બતાવવા જઈ રહ્યા છીએ કે, જે વગર મેકઅપે ખુબ સુંદર દેખાય છે. તેને સુંદર દેખાવા માટે ખુબ વધારે મેકઅપની જરૂર નથી પડતી.

નોરા ફતેહી : થોડા સમયમાં નોરા ફતેહીને બોલિવુડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. પોતાના ડાન્સ માટે ફેમસ નોરા ફતેહી કેટલીક ફેમસ બોલીવુડ ફિલ્મમાં આઈટમ નંબર કરી ચૂકી છે. દર્શકથી લઈને ફિલ્મ જગતમાં એમના ડાન્સના ખુબ વખાણ થયા છે. સલમાન ખાનની એક ફિલ્મ ભારતમાં એક નાના રોલમાં દેખાઈ હતી. નોરાને સ્ત્રી, બાટલા હાઉસ અને પરમાણુ જેવી ફિલ્મમાં હિટ આઈટમ નંબર આપવામાં આવ્યા છે. નોરા દેખાવમાં ખુબ સુંદર છે અને તેની સ્કીન એટલી ગ્લોઇન્ગ છે કે, એને સુંદર દેખાવા માટે કોઈ મેકઅપની જરૂરત નથી પડતી.

યામી ગૌતમ : યામી ગૌતમ બોલિવુડમાં એક ફેમસ અભિનેત્રી છે. યામીને પોતાના બોલીવુડ કરિયરની શરૂઆત આયુષ્યમાન ખુરાન સાથે ફિલ્મ ‘વિક્કી ડોનર’ થી કરી હતી. આની પછી એમણે ‘કાબિલ’, ’સનમ રે’, ’બદલાપુર’, ‘બત્તી ગુલ મીટર ચાલુ’ અને ‘ઉરી’ જેવી ફિલ્મ જોવા મળી હતી. આ ફિલ્મ પછી યામી ગૌતમ પોતાનું નામ બોલિવુડમાં ટોપ એક્ટ્રેસમાં શામિલ કરી લીધું છે. તમને જણાવી દઈએ કે, યામી દેખાવમાં ખુબ સુંદર છે અને સોશિયલ મીડિયા પર એમના લાખો ફોલોવર્સ છે. જણાવી દઈએ કે, યામી પ્રાકૃતિક રૂપથી ખુબ સુંદર દેખાય છે અને એને વધારે મેકઅપની જરૂરત નથી પડતી.

તમન્ના ભાટિયા : આ કહેવું ખોટું નથી કે તમન્ના ભાટિયા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રી છે. તમન્નાએ બોલીવુડની કેટલીક ફિલ્મમાં પોતાની કિસ્મત અજમાવી છે. જણાવી દઈએ કે, તમન્નાએ સાઉથની બ્લોકસ્ટાર ફિલ્મ ‘બાહુબલી’માં અવંતિકાનો મશહૂર અભિનય કર્યો હતો. તમન્ના ભાટિયા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક એવી એક્ટ્રેસ છે જેની ઈચ્છા દરેક લોકો કરે છે. એને તેની સુંદરતા માટે ઓળખવામાં આવે છે. તે એટલી ગોરી છે અને એની સ્કીન એટલી ક્લિયર છે કે એને સુંદર દેખાવા માટે કોઈ પણ પ્રકારની મેકઅપની જરૂરત નથી પડતી.

ઉર્વશી રૌતેલા : ઉર્વશીને ફિલ્મ ‘સિંગ સાબ ધ ગ્રેટ’થી બોલિવુડમાં ડેબ્યું કર્યું  હતું. ત્યારે તે ખાલી 17 વર્ષની હતી. અત્યાર સુધી કેટલીક ગણતરીની ફિલ્મમાં જોવા મળી હતી. ઉર્વશીએ 2015 માં મિસ યુનિવર્સ કાટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ખાલી 24 વર્ષની ઉમરમાં જ એમણે લોકોના દિલમાં ઘર કરી લીધું છે. ઉર્વશીનું પણ નામ એ અભિનેત્રીમાં દાખલ કરવામાં આવ્યું છે કે જે દેખાવમાં ખુબ સુંદર છે અને જેમને  સુંદર દેખાવા માટે વધારે મેકઅપની જરૂરત નથી પડતી. વાત કરીએ વર્ક ફ્રંટની તો જલ્દી ઉર્વશી કોમેડી ફિલ્મ ’પાગલપંતિ’ માં જોવા મળશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment