રોજની ત્રણ ખજુરની પેશી ખાવાથી શરીરને થાય છે અદ્દભુત ફાયદા. અનેક સમસ્યાઓથી મળી જશે છુટકારો….

મિત્રો હાલ શિયાળો ચાલુ હોવાથી તમે આજકાલ ગરમ વસ્તુઓનું સેવન કરતા હશો. આ ગરમ વસ્તુઓ ખાવાથી તમારું શરીર ગરમ રહે છે અને તેનાથી તમને કોઈ બીમારી સ્પર્શી નથી શકતી. આવી ગરમ વસ્તુઓમાં એક છે ખજુર. શિયાળામાં ખજૂરનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે. તે શરીરને તંદુરસ્ત રાખે છે, તેમજ શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. આજે આ લેખમાં અમે તમને ખજુર ખાવાના ફાયદા વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

ખજુર એ ફાઈબર માટેનો ખુબ જ સારો એવો સ્ત્રોત છે. અને એક સરખી ડાઈઝેશન સિસ્ટમ માટે ખજુર ખુબ અસરકારી છે. ખજુરમાં કુદરતી શુગર રહેલું છે. તેમજ તેનો સ્વાદ પણ ભાવે એવો હોય છે. આમ ખજુર એ શુગર માટેનો ખુબ સારો વિકલ્પ છે. તમને ફૂડ કાર્વિન્ગસને અટકાવે છે.

ખજુરમાં ઘણા પોષક તત્વો રહેલા છે. તેમાં મલ્ટી વિટામીન રહેલા છે. જો તમે માત્ર દરરોજના ત્રણ ખજુર ખાશો તો તેનાથી તમને ઘણો ફાયદો થશે. ખજુર ખાવાથી ઘણા પ્રકારના રોગોમાંથી બચી શકાય છે. જેમ કે કબજિયાત, હૃદયની બીમારી, એનીમિયા, જાતીય તકલીફો, પેટના કેન્સર, વગેરેમાં રાહત આપે છે.

ખજૂરમાં આર્યન ભરપુર હોય છે : જે લોકો એનેમિયાથી પીડાય છે તેઓ માટે ખજુરનું સેવન ખુબ સારું માનવામાં આવે છે. 100 ગ્રામ ખજુર ખાવાથી ૦.90 ગ્રામ આર્યન મળે છે. આયર્ન એ રક્ત કોશિકાઓમાં હિમોગ્લોબીનનો એક ભાગ છે અને તેના અભાવથી એનેમિયા થાય છે. પરંતુ ખજુર તેના માટે ખુબ જ અસરકારક સાબિત થાય છે.

આંખને સ્વસ્થ રાખે છે : ખજુરની અંદર ઝેક્સેન્થીન અને લ્યુંટીન રહેલું છે. જે તમને આંખમાં વિટામિન હોવાનો શ્રેય આપે છે. જ્યારે આ બંને રેટીનાલ આરોગ્યમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે  મેકુલાને થતા નુકસાનને અટકાવે છે.

ડાયેરિયામાં રાહત આપે છે : ખજુરની અંદર કેલ્શિયમ હોવાથી તે ઝાડાને રોકવામાં મદદ કરે છે. તે ગટ ફ્લોરાના પુનર્જીવનને ઝડપી બનાવવામાં મદદ કરે છે. જો ખજૂરનું દરરોજ સેવન કરવામાં આવે તો આંતરડાની અંદર સારા બેક્ટેરિયા મળે છે. આ ખજુરનો સારો ફાયદો છે.

કોન્સ્ટીપેશન અટકાવે છે : જો તમે કબજિયાતની બીમારીથી પીડાવ છો, તો દરરોજ થોડાક ખજુર સુતા પહેલા પાણીમાં પલાળી દો તેમાંથી ખજુરનો રસ છુટો પડશે. આ પાણી પીવાથી આંતરડાની કામગીરી સારી થાય છે, અને કબજિયાત દુર થાય છે.

બાળકના જન્મ સમયે મદદ કરે છે : જ્યારે મહિલાને ડિલીવરી આવવાની હોય તેના એક મહિના અગાઉ ખજુર ખાવાથી પીડા ઓછી થાય છે. તેમજ ડિલીવરી દરમિયાન રક્તસ્ત્રાવ પણ ઓછો થાય છે. તેમજ ખજુર એ બાળકને દૂધ પીવડાવવામાં પણ મદદ કરે છે.

વજન ઓછું કરે છે : ખજુર એ વજન ઘટાડવામાં મદદ કરે છે આમ ખાલી પેટ જો ખજુર ખાવામાં આવે તો લોહીની શર્કરાના સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે. આમ તમને જણાવી દઈએ તો જો તમે દરરોજના ત્રણ ખજુર ખાવો તો ઘણો ફાયદો થશે.

હૃદય માટે સારું છે : જે લોકો હૃદય રોગની પીડાથી પીડાતા હોય તેમણે ખજુર ખાવા જ જોઈએ. રાત્રે એક ગ્લાસ પાણીમાં થોડા ખજુર પલાળો. બીજા દિવસે ખજુર અને પાણીને મિક્સ કરો. તમે આખા દિવસમાં ગમે ત્યારે આ મિશ્રણ પી શકો છો. તે હૃદય રોગના હુમલાથી બચાવે છે.

હાઈપર ટેન્શન અને બ્લડપ્રેશરને ઘટાડે છે : ખજુરની અંદર ખુબ ઓછા પ્રમાણમાં સોડિયમ હોય છે. પણ કેલ્શિયમ ખુબ હોય છે. જ્યારે 5 થી 6 ખજૂરમાં 80 મીલીગ્રામ મેગ્નેશિયમ હોય છે. જે રક્ત વાહિનીને યોગ્ય રીતે પ્રસારિત કરે છે.

સ્ટ્રોક સામે રક્ષણ આપે છે : ખજુર એ ચેતાતંત્રને સ્થિર કરવામાં માટે જાણીતું છે. તેમાં પોટેશિયમ ખુબ વધુ હોય છે. જે લોકો સ્ટ્રોકનો અનુભવ કરે છે તેમને માટે 40% રાહત થાય છે.

મગજ માટે ખુબ સારું છે : ખજુરની અંદર ફોસ્ફરસ ખુબ વિપુલ પ્રમાણમાં રહેલું છે. જે મગજ માટે ખુબ સારું ગણવામાં આવે છે. આથી મગજને જરૂરી પોષણ આપવામાં ખજુરનું સેવન જરૂર કરવું જોઈએ.

એનર્જી બુસ્ટ કરે છે : ખજુરની અંદર કુદરતી રીતે ફ્રુટોઝ, સુક્રોજ, અને ગ્લુકોઝ રહેલું છે. જો દુધની સાથે ખજુર ખાવામાં આવે તો એનર્જી વધે છે. આમ ખજુર ખાવાથી શરીરને પુરતા પ્રમાણમાં ઉર્જા મળી રહે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

1 thought on “રોજની ત્રણ ખજુરની પેશી ખાવાથી શરીરને થાય છે અદ્દભુત ફાયદા. અનેક સમસ્યાઓથી મળી જશે છુટકારો….”

Leave a Comment