હિંદુ ધર્મમાં ઘણા વાદ્ય યંત્રોને દેવી-દેવતા સાથે જોડવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ વાદ્ય યંત્રોમાં દેવી-દેવતાઓનો વાસ હોય છે. ધાર્મિક ગ્રંથોમાં ઘણા વાદ્ય યંત્રોને ઘરમાં રાખવાની વાત કહેવામાં આવી છે. તેમાંથી એક શંખ સાથે જોડાયેલ અનેક ધાર્મિક મહત્વ છે. જેને ઘરમાં રાખવાનું શુભ માનવામાં આવે છે. એટલું જ નહિ, શંખને ઘરમાં રાખવાની સાથે તેને વગાડવાની અને તેની પૂજા કરવામાં પણ આવે છે.
વિષ્ણુ પુરાણ અનુસાર, શંખમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે, તેથી જગત પિતા નારાયણ તેને ધારણ કરે છે. તેવામાં શંખને ઘરે રાખવાનું જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે. જો કે શંખના અનેક પ્રકાર હોય છે. હિંદુ ધર્મમાં 10 પ્રકારના શંખ હોય છે જેનું અલગ અલગ મહત્વ હોય છે. જો તમે શંખને ઘરમાં રાખો છો, તો તેનાથી તમને ખુબ જ લાભ થશે. બજારમાં ધાર્મિક કે પૂજાની વસ્તુ મળતી હોય તે દુકાનમાં તમને શંખ સરળ રીતે મળી શકે છે.
કામધેનુ શંખ : આ શંખ સરળતાથી મળતો નથી. તેના આકાર ગાયના મુખ જેવા હોય છે. તેથી આ શંખને કામધેનુ શંખ કહેવામાં આવે છે. વાસ્તુ અનુસાર, જો તમે શંખને ઘરમાં રાખો છો અને તેની પૂજા કરો છો તેનાથી માતા લક્ષ્મી તમારી પર પ્રસન્ન થાય છે. તે સાથે જ એક માન્યતા છે કે, શંખની પૂજા કરતી વખતે જે કાર્યની કલ્પના કરો છો તે કાર્ય પૂર્ણ થાય છે.
ગણેશ શંખ : જો આપ ભગવાન ગણેશના ભક્ત હો તો તમને ખબર જ હશે કે, ભગવાન ગણપતિની પૂજામાં લાડુ, દુર્વા, લાલ રંગના ફૂલ, જનોઈ, નારિયેળ, પાન અને સિંદૂરની ઉપસ્થિતી અનિવાર્ય હોય છે. આ બધા સાથે ગણેશ શંખ પણ ભગવાન ગણેશજી પૂજામાં સામેલ કરે છે. માન્યતા છે કે, શંખોને ઘરમાં રાખવાથી કોઈ પણ કાર્યમાં આવી રહેલા વિઘ્ન અથવા બાધાઓ દૂર થાય છે. જો તમારી પર દેવુ છે તો તેને દૂર કરવા માટે શંખને તમાકા ઘરમાં રાખો. આ શંખનો આકાર ગણેશ ભગવાનના મોંના આકારનો હોય છે.
અન્નપૂર્ણા શંખ : આ શંખ રસોઈઘરથી જોડાયેલ છે. ઉલ્લેખનીય છે કે, ઘરની સુખ-શાંતિ ઘરની રસોઈ સાથે જોડાયેલી હોય છે. સારું ભોજન પરિવારના સ્વાસ્થ્ય બનાવવા માટે મદદ કરે છે. તેથી અન્નપૂર્ણા શંખને ઘરની રસોઈમાં રાખો. માન્યતા છે કે, શંખમાં દૂધ ભરીને રાખવાથી વાસ્તુદોષ દૂર થાય છે.
મોતી શંખ : મોતી શંખ ઘરમાં રાખે છે અને રોજ નિયમિત રીતે તેની પૂજા કરવાથી સ્વાસ્થ્યને ખૂબ જ લાભ મળે છે. કહેવાય છે કે, શંખ મનને શાંત રાખે છે તે સાથે હૃદય રોગ નાશક હોય છે. મોતી શંખની સ્થાપના પૂજા ઘરમાં સફેદ કપડા પર કરવી જોઈએ.
વિષ્ણુ શંખ : જગત પિતા નારાયણ દ્વારા ધારણ કરવામાં આવેલ શંખને વિષ્ણુ શંખ કહેવામાં આવે છે. તેની સ્થાપના કાર્યસ્થળ પર કરવી જોઈએ. આ શંખ પ્રગતિ અપાવે છે અને કાર્યશીલ બનાવી રાખવામાં મદદ કરે છે.
ઐરાવત શંખ : ઐરાવત શંખ વાસ્તુ અને સ્વાસ્થ્ય બંનેને ધ્યાનમાં રાખવા ફાયદાકારક છે. તેવામાં ઘરમાં મુખ્ય દ્વાર પર રાખવાથી કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરતી નથી. જો તમે આ શંખમાં પાણી ભરીને પીઓ છો તો તમારા ચહેરા પર તેજ રહશે.
પૌણ્ડ્ર શંખ : પૌણ્ડ્ર શંખ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ શુભ હોય છે. આ શંખને પોતાના સ્ટડી ટેબલ પર રાખી શકો છો. આમ કરવાથી ભણવામાં ધ્યાન લાગશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે.
મણિ પુષ્પક શંખ : મણિ પુષ્પક શંખને કોઈ કાર્યસ્થળ પર રાખી શકો છો. જો તમે આ શંખની નિયમિત રૂપથી પૂજા-અર્ચના કરો છો, તો તમને તેનાથી યશ અને માન-સન્માન પ્રાપ્તિ થાય છે, સાથે જ કાર્યસ્થળ પર તમને ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
દેવદત્ત શંખ : એવું ઘણી વખત થાય છે કે, સાચી દિશામાં દરેક કાર્ય કરી રહ્યા હોય, પરંતુ જો તે કાર્ય ખોટી રીતે થાય છે. તેવામાં નિયમિત રૂપથી દેવદત્ત શંખની પૂજા કરવી જોઈએ. આ દુર્ભાગ્ય નાશક શંખ હોય છે. કહેવાય છે કે, આ શંખની પૂજા કરવાથી દરેક ક્ષેત્રમાં વિજય મળે છે. મહાભારત ગ્રંથમાં આ વાતનો ઉલ્લેખ મળે છે કે અર્જુનને યુદ્ધથી પહેલા દેવદત્ત શંખ વગાડ્યો હતો અને બાદમાં વિજય પણ પાંડવોની થાય છે. આ શંખને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે.
દક્ષિણાવર્તી શંખ : આ શંખને દક્ષિણાવર્તી કહેવામાં આવે છે. કારણ કે જ્યાં દરેક શંખોનું પેટ જમણી તરફ ખુલે છે, ત્યારે આ શંખનું પેટ ડાબી બાજુ ખુલે છે. આ શંખ દિવ્ય માનવામાં આવે છે. લક્ષ્મી પ્રાપ્તિની સાથે સપંતિ વધારવા માટે દક્ષિણાવર્તી શંખની પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ શંખ રોગ નાશક પણ હોય છે અને ઘરમાં આ ઉપસ્થિતિ માત્રથી દરેક સ્વાસ્થ્ય બની રહે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ