આજે દેશ 72 મો ગણતંત્ર દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ મોકા પર દર વર્ષની જેમ આ વખતે પણ ઇન્ડિયા ગેટ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું. ગણતંત્ર દિવસ સમારોહમાં શામિલ થયા પહેલા પીએમ નરેન્દ્ર મોદી દેશના શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે વીર મેમોરિયલ પહોંચ્યા હતા.
આ દરમિયાન તેઓ ખાસ પાઘડીમાં નજર આવ્યા હતા. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, પીએમ મોદીએ જે પાઘડી પહેરી હતી તે તેને ગુજરાતના જામનગરના શાહી પરિવારે ભેટમાં આપી હતી. તમને જણાવી દઈએ કે, વર્ષ 2015 ને લઈને અત્યાર સુધીમાં દરેક ગણતંત્ર દિવસ પર પીએમ મોદી ખાસ પ્રકારની પાઘડીમાં જ નજર આવ્યા છે.
પાઘડીની ખાસિયત : જામનગરની આ પાઘડી લગભગ 9 મીટર જેટલી લાંબી હોય છે અને તેને બાંધવાની પણ એક વિશેષ પદ્ધતિ હોય છે. આ પાઘડીમાં જોધપુરી સાફા જેમ પાછળ કાપડ નથી હોતું. આ પાઘડીને પૂરી રીતે મસ્તક પર બાંધીને તૈયાર કરવામાં આવે છે. એટલે કે રેડીમેટ તૈયાર નથી હોતી. જામનગરની આ પાઘડીને “હલારી” ના નામથી પણ ઓળખવામાં આવે છે.
પાઘડીનો રંગ શું છે ? : પીએમ મોદી દ્વારા પહેરવામાં આવેલ આ પાઘડીની સૌથી ખાસ વાત એ છે કે, તેના કપડામાં જે રંગ હોય છે તે માત્ર જામનગર શહેરના પાણીથી જ બને છે. આ સિવાય ગુજરાતના અન્ય શહેરોમાં તૈયાર થતી પાઘડીનો રંગ પણ જામનગરની પાઘડીની તુલનામાં થોડો અલગ હોય છે. ગુજરાતમાં આ પાઘડી વિશેષ કરીને શાહી પરિવાર અને જાડેજા રાજપૂતો દ્વારા પહેરવામાં આવે છે.
પીએમ મોદીને પાઘડી ભેટ કરનાર આ શાહી પરિવાર બન્યો હતો 700 યહૂદી મહિલાઓ અને બાળકોના મસિહા : 1942 માં વર્લ્ડ વોર દરમિયાન જર્મનીના સૈનિક યહુદીઓને પકડી પકડીને મારી રહ્યા હતા. પોલેન્ડમાં સૈનિકોએ પોતાના દેશના યહૂદી પરિવારોની 500 મહિલાઓ અને 200 બાળકોને એક જહાંજમાં બેસાડીને સમુદ્રમાં છોડી દીધા હતા. શિપના કેપ્ટનને કહ્યું કે કોઈ એવા દેશમાં લઈ જાવ જ્યાં તેને શરણ મળે. પરંતુ આ જહાંજને કોઈ પણ દેશે શરણ ન આપ્યું.
ત્યાર બાદ આ જહાંજ ભટકતું-ભટકતું ગુજરાતના જામનગરના દરિયા કિનારે આવી ગયું. એ સમયે નવાનગરના મહારાજા હતા દિગ્વિજય સિંહ હતા. તેમણે બ્રિટીશ શાસકોનો વિરોધ હોવા છતાં 500 મહિલાઓ અને 200 બાળકોને પોતાના રાજમહેલમાં રહેવા દીધા. તેમજ પોતાની રિયાસતની એક સૈનિક સ્કુલમાં તે બાળકોના અભ્યાસનો ઇન્તજામ પણ કરાવી દીધો. એ શરણાર્થી જામનગરમાં કુલ 9 વર્ષ સુધી રહ્યા.
મહારાજા દિગ્વિજય સિંહને આવી રીતે યાદ કરે છે પોલિશ લોકો : આજે પણ દર વર્ષે તે યહૂદી શરણાર્થીઓના વંશજ નવાનગર આવે છે અને પોતાના પૂર્વજોને યાદ કરે છે. પોલેન્ડની રાજધાની વારસામાં 4 સડકોનું નામ મહારાજા દિગ્વિજય સિંહ રોડ રાખવામાં આવ્યું છે. સાથે જ તેના નામ પર પોલેન્ડમાં ઘણી સ્કીમ્સ પણ ચાલે છે. દર વર્ષે પોલેન્ડના ન્યુઝ પેપરમાં મહારાજા સાહેબ દિગ્વિજય સિંહ વિશે આર્ટિકલ્સ આજે પણ પબ્લિશ કરવામાં આવે છે.
પોલેન્ડમાં જામનગરને “લિટલ પોલેન્ડ” ના નામથી યાદ કરવામાં આવે છે : પોલેન્ડની સંસદે વર્ષ 2016 માં મહારાજા જામ સાહેબના નિધનના 50 વર્ષ પછી સર્વસંમતિથી બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પોલિશ બાળકોની મદદ માટે મહારાજા જામ સાહેબને સમ્માનિત કરતા એક વિશેષ પ્રસ્તાવ પારિત કર્યા હતા. મહારાજા જામ સાહેબના નેક કામો માટે પોલેન્ડમાં જામનગરને “લિટલ પોલેન્ડ” ના નામથી યાદ કરવામાં આવે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ