ઉનાળામાં મોટા ભાગે લોકો છાશ પીવાનું પસંદ કરે છે. છાશ શરીરને ઠંડું રાખે છે સાથે જ અનેક બીમારીઓથી બચવામાં મદદ કરે છે. છાશ પીવાથી પાચનતંત્ર મજબૂત થાય છે અને બ્લડ પ્રેશર નિયંત્રિત રાખવામાં મદદ મળે છે. છાશ પીવાથી શરીર લાંબા સમય સુધી હાઈડ્રેટ પણ રહે છે અને શરીરમાં પાણીની કમી નથી થતી.
પરંતુ શું તમે જાણો છો ઉનાળામાં સાદી છાશની જગ્યાએ ફુદીનાની છાશ પણ પિય શકાય છે. છાશમાં ફુદીનો મેળવીને પીવાથી તેના ફાયદા અનેક ઘણા વધી જાય છે અને શરીર પણ સ્વસ્થ રહે છે. ફુદીનો પેટની બળતરાને શાંત કરીને શરીરને ડીટોક્સ કરવામાં પણ મદદ કરે છે. ઉનાળામાં તેને ખાવાના સમયે પીવાથી શરીર માટે ખુબ જ ફાયદાકારક રહે છે.છાશમાં સોડિયમ, પોટેશિયમ, ફાઇબર, આયર્ન અને વિટામિન સી વગેરે ઉપલબ્ધ હોય છે. ફુદીનામાં ઉપલબ્ધ એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિઓક્સિડન્ટ અનેક બીમારીઓથી બચાવે છે. તો આવો જાણીએ ઉનાળામાં ફુદીના વાળી છાશ પીવાથી થતા અન્ય ફાયદા વિશે.
1) શરીરને ડિટોક્ષ કરે:- જી હા મિત્રો, ઉનાળામાં ફુદીના વાળી છાશ પીવાથી શરીર ડીટોક્સ થાય છે અને ઝેરીલા પદાર્થો બહાર નીકળે છે. ફુદીના વાળી છાશ આંતરડાની સફાઈ કરીને શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. નિયમિત રૂપે ફુદીના વાળી છાશનું સેવન કરવાથી આંતરડાની અનેક સમસ્યાઓ સરળતાથી દૂર થાય છે.2) પેટને ઠંડુ રાખે:- ઉનાળામાં લગભગ હિટ સ્ટ્રોક અને લૂ ના કારણે પેટ સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. એવામાં ફુદીના વાળી છાશ પીવાથી પેટ ઠંડુ રહેવાની સાથે પેટ સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. ફુદીના વાળી છાશ પીવાથી શરીરનું મેટાબોલીઝ્મ તેજ થાય છે અને ખાવાનું સરળતાથી પચે છે.
3) હાઈ બીપીમાં ફાયદાકારક:- ફુદીનો હાઈ બીપી માટે ખુબ જ ફાયદાકારક હોય છે. તેનું છાશ સાથે સેવન કરવાથી હાઈ બીપી નિયંત્રિત કરવામાં મદદ મળે છે. ફુદીના વાળી છાશ નસોને આરામ આપે છે અને બ્લડ વેસલ્સને સાફ કરવામાં મદદ કરે છે.4) પેટમાં થતા ગેસમાં ફાયદાકારક:- ઉનાળામાં મોટાભાગે વધારે તળેલું-શેકેલું ખાવાના કારણે પેટમાં ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ જાય છે. એવામાં ફુદીના વાળી છાશનું સેવન કરવાથી પેટનો ગેસ દૂર થાય છે અને ખાવાનું પચવામાં મદદ મળે છે. ફુદીનો ભૂખ વધારવાની સાથે પેટની બળતરાને પણ શાંત કરે છે.
5) એનિમિયામાં ફાયદાકારક:- ઉનાળામાં ફુદીના વાળી છાશ પીવાથી એનીમિયાની સમસ્યામાં લાભ થાય છે અને શરીરની કમજોરી પણ દૂર થાય છે. આ ભૂખ વધારીને થાક દૂર કરે છે. ઉનાળામાં તેને લંચના સમયે પિય શકાય છે. આ ભૂખને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. ફુદીના વાળી છાશ શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે પરંતુ ધ્યાન રાખવું કે જો તમને કોઈ બીમારી કે એલર્જીની સમસ્યા હોય તો ડોક્ટરથી પૂછીને જ તેનું સેવન કરવું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી