મિત્રો આજકાલ સાયબર ક્રાઇમ ખૂબ જ વધી રહ્યો છે. હવે તો ફોન ચાર્જિંગ કરતા સમયે પણ સાવચેતી રાખવી અત્યંત જરૂરી બની ગઈ છે. એટલે કે કેટલીક વાર લોકો મુસાફરી કરતી વખતે ફોન ચાર્જ કરવા માટે પબ્લિક ચાર્જર નો ઉપયોગ કરે છે, પરંતુ તેમની આ આદત ભારે નુકસાન કરાવી શકે છે. પબ્લિક ચાર્જિંર માં ફોન ચાર્જિંગ કરવાના સંદર્ભમાં એફબીઆઇ એ હેકિંગ નો ખતરો જણાવ્યો છે.
મિત્રો હવે એવું લાગે છે કે ફોન જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે, જેના વગર આપણે દૂર નથી રહી શકતા.આ જ કારણ થી આપણે તેને હંમેશા ફુલ ચાર્જ રાખીએ છીએ, જેથી ફોન બંધ ન થાય અને આપણું કામ અટક્યા વગર ચાલ્યા કરે. કેટલીક વાર આપણે ફોનને જાહેર જગ્યાઓ જેમ કે રેલ્વે સ્ટેશન, એરપોર્ટ અથવા કોઈપણ હોટેલમાં હાજર પબ્લિક ચાર્જરમાં લગાવીએ છીએ, જેથી મુસાફરી દરમિયાન ફોન ની બેટરી ડિસ્ચાર્જ ન થાય. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હોય છે કે આમ કરવું અત્યંત જોખમકારક હોય છે.હકીકતમાં ફોનને જ્યારે પબ્લિક ચાર્જર થી ચાર્જ કરવું એ ક્યારેક ખૂબ જ મોટું જોખમ બની શકે છે. અને તેના ગંભીર પરિણામો ભોગવવા પડે છે.તેના માટે લોકોને જાગૃત કરવા એફબીઆઈએ જાતે જ ચેતવણી આપી છે. એફબીઆઇ અનુસાર કહેવામાં આવ્યું છે કે જો તમારી પાસે અન્ય ચાર્જર હોય તો લોકોએ સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશન પર પોતાના ફોનને ચાર્જ ન કરવો જોઈએ.
હેકર્સ પબ્લિક ચાર્જર ને દુરુપયોગ કરવાનું એક મોટુ હથિયાર બનાવે છે અને તેઓ તેમાં માલવેર ( જે એક પ્રકારનો વાયરસ છે ) વાળા ઉપકરણોને પ્લગ કરી રહ્યાં છે. આનો ઉપયોગ કરીને તેઓ વ્યક્તિગત ડેટા અને ત્યાં સુધી કે તમારા પૈસાની પણ ચોરી કરી શકે છે. આ ઘટનામાં જ્યુસ જેકિંગ નામનો શબ્દ બહાર આવ્યો છે, જેનો ઉપયોગ હેકર્સ ચાર્જિંગ ઉપકરણોને માલવેર થી સંક્રમિત કરવા માટે કરે છે.
હેકર્સની આ પ્રયુક્તિ એકદમ સીધી અને સરળ છે જેની પર સામાન્ય રીતે લોકો તેને ખોટું ગણતા નથી અને ખોટી રીતે શંકા પણ કરતા નથી. પરંતુ તાજેતરમાં જ ભૂતકાળમાં બનેલી આવી ઘટનાઓ આવા ચાર્જિંગ સ્ટેશનો દ્વારા બની ચુકી છે તેવું જણાવવામાં આવ્યું છે.જે ચાર્જિંગ સ્ટેશનો દ્વારા ઊભા થયેલા જોખમને દર્શાવે છે. એ વાત પર ચોક્કસપણે ધ્યાન આપવું જોઈએ, જ્યારે એફબીઆઈ સલાહનો એક ભાગ જણાવી રહી હોય. આ સલાહ એવા લોકો માટે શેર કરવામાં આવી છે જેણે અત્યાર સુધી તેને ગંભીતાથી લીધી નથી.
👉 જ્યુસ જેકિંગ શું છે?:- જ્યૂસ જેકીંગ એ યુઝર્સ પર હુમલો કરવાની એક સૌથી સરળ રીત બની જાય છે, કારણ કે લોકોને હંમેશા તેમના ફોનને ચાર્જ કરવા માટે જરૂર તો પડવાની જ છે, વિશેષ રૂપે જ્યારે લોકો આસપાસ કે બહારગામ એટલે કે મુસાફરી કરતા હોય.
👉 કેવી રીતે કરી શકાય બચાવ ?:- સાર્વજનિક ચાર્જિંગ યુનિટમાં, માત્ર તેવા લોકો ફોન ચાર્જ કરે છે જેમણે કાં તો તેમના સામાનમાં એડેપ્ટર રાખ્યું છે અથવા લાવવાનું ભૂલી ગયા છે. આ પ્રકારના હેકિંગનો ભોગ બનવાથી બચવાનો સૌથી સારો રસ્તો એ છે કે તમારું પોતાનું ચાર્જર કેબલ સાથે રાખવું.સાથે જ, તમારા પાસવર્ડ ને સતત બદલતા રહેવુ અને ઓનલાઈન એકાઉન્ટ માટે માત્ર અને માત્ર મજબૂત પાસવર્ડ રાખવો. આ પ્રકારની સાવચેતી રાખવાથી હેકિંગ નો ભોગ બનતા બચી શકાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી