મિત્રો તમે તમારા વડીલો પાસે ક્યારેક તો એવું સાંભળ્યું જ હશે કે પશુ પક્ષીઓ આપણા ભવિષ્યમાં થનાર અનેક સંકેતો આપે છે. એમાં પછી કાગડાનો અવાજ હોય કે કુતરા નો રડવાનો અવાજ હોય. ક્યારેક મિત્રો એવું પણ બની શકે કે પક્ષીઓ કે કબૂતર તમારા ઘરના કોઈપણ ખૂણામાં કે ભાગમાં ઘર બનાવે છે.
ઘર મા ગંદકી થવાની બીક થી આપણે કેટલીક વાર તેમના માળાઓને ત્યાંથી હટાવી લઈએ છીએ. પરંતુ તમને કદાચ તેની જાણ નહીં હોય કે આવા પક્ષીઓ જો ઘરમાં આવે છે તો તેની આપણા જીવન પર શુભ અને અશુભ અસરો વર્તાય છે. તો મિત્રો આજે અમે તમને ઘરમાં જો કબૂતરનું આગમન થાય તો કેવા સંકેતો થાય છે તે વિષય પર માહિતી આપીશું.👉 ઘરમાં કબૂતરનો માળો બનાવવો:- એવી માન્યતા છે કે જો ઘરમાં કબૂતર માળો બનાવે તો અશુભ માનવામાં આવે છે જેથી કરીને પરિવારની સુખ શાંતિ ભંગ થાય છે અને ઘરમાં ગરીબી આવે છે. તેમજ ઘરમાં નકારાત્મક પરિણામો પણ જોવા મળે છે. જો કબુતર ઘરમાં માળો બનાવે તો ઘરમાં હંમેશા ગંદકી ભર્યું વાતાવરણ રહે છે. તેનાથી પરિવારના સભ્યોને એક એક પૈસા માટે તરસવું પડે છે. જે ખૂબ જ કષ્ટદાયક હોય છે.
👉 ઘરે કબૂતરનું ગણગણવું:- જ્યોતિષાચાર્ય ની માન્યતા પ્રમાણે જો કબૂતર માળો ન બનાવે પરંતુ જો તે ક્યારેક ક્યારેક ઘરમાં આવીને કૂદી જાય તો તે શુભ સંકેત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ માતા લક્ષ્મીના ઘરમાં આગમનનો સંકેત હોય છે. જો વહેલી સવારમાં કબૂતર આપણા ઘરે આવે તો એ ધનવાન થવાની નિશાની છે.👉 કબૂતરને શું ખવડાવવું : જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જો તમે કબુતરને અનાજ ચણતા જોશો તો તેનો એવો અર્થ થાય કે તમારા ઘરમાં ધનની વૃદ્ધિ થવાની છે. જેથી કરીને પરિવારના સદસ્યોની ઉન્નતી તથા પ્રગતિ થાય છે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ સર્જાય છે.
જોકે કબૂતરને છત પર ખવડાવવાની ભૂલ ન કરવી. તેના બદલે કબુતર ને ખવડાવવા માટે ઘરની બાલ્કની હોય કે ઘરનું આંગણું, ખોરાક – પાણી માટે શ્રેષ્ઠ જગ્યા રહેશે. આમ કરવાથી બુધ ગ્રહ શક્તિશાળી બને છે. અને તમારા ભવિષ્ય પર તેની સારી અસર થાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી