મિત્રો અથાણાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવવા લાગે છે. અથાણું ખાવાના સ્વાદને વધારે ટેસ્ટી બનાવી દે છે. અથાણું કેરી, આમળા, મરચા, જેકફ્રુટ સહિત અનેક વસ્તુઓથી બનાવવામાં આવે છે. કેટલાક લોકો તો દરેક પકવાન સાથે અથાણું ખાય છે. આમ તો અથાણામાં સારા બેક્ટેરિયા હોય છે જે આંતરડા માટે ફાયદાકારક હોય છે. તેના સિવાય અથાણામાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તેથી તેનાથી બ્લડ સુગર વધવાની પણ ઝંઝટ નથી થતી. એક રિપોર્ટ માં જણાવ્યા પ્રમાણે અથાણામાં વિનેગર મેળવવામાં આવે છે આ કારણે આ ઓવરઓલ બ્લડ સુગરને ઘટાડે છે. જોકે હકીકત એ છે કે આટલા બધા ફાયદા છતાં ડોક્ટર ડાયાબિટીસના દર્દીઓને અથાણું ખાવા ની સલાહ આપતા નથી.
અથાણું આખરે કેવી રીતે ડાયાબિટીસના દર્દીઓને નુકસાન પહોંચાડે છે તેના માટે એક્સપર્ટ અને ડાયટીશિયન નું કહેવું છે કે અથાણાનું વધારે સેવન બ્લડ પ્રેશર ના દર્દીઓને નુકસાન પહોંચાડે જ છે પરંતુ આ ડાયાબિટીસના દર્દીઓને પણ અપ્રત્યક્ષ રૂપે નુકસાન પહોંચાડે છે.
👉 આ રીતે વધારે છે બ્લડ સુગર : ડોક્ટર જણાવે છે કે અથાણું એક ફર્મેન્ટેડ ફૂડ છે. પરંતુ તેમાં વધુ પ્રમાણમાં મીઠું એટલે કે સોડિયમ અને તેલનો ઉપયોગ કરવામાં આવે છે.જ્યારે આપણે અથાણું ખાઈએ છીએ ત્યારે અન્ય વસ્તુઓમાં મીઠું ખાવાનું છોડતા નથી. તેનો અર્થ એ છે કે આપણે કુલ મેળવીને વધારે મીઠું ખાઈ રહ્યા છીએ. પહેલા ઓફિસમાં આપણે રોટલી,શાક સાથે અથાણું પેક કરી લેતા હતા. તો ક્યારેક આવી પરિસ્થિતિમાં તે ઠીક છે પરંતુ આજકાલ બહારની અનેક પેકેટબન્ધ વસ્તુઓ આપણે ખાઈએ છીએ. જેમકે ચિપ્સ, પાપડ, ચટણી, બિસ્કીટ,ભજીયા, પીઝા, બર્ગર, જંક ફૂડ વગેરે. એવામાં આ વસ્તુઓમાં વધુ પ્રમાણમાં મીઠું રહેતું હોય છે. તેનો અર્થ એ થયો કે હવે આપણે પહેલા કરતા પણ વધુ પ્રમાણમાં મીઠું ખાઈ રહ્યા છીએ. તેના સિવાય જો આપણે દરરોજ મીઠું ખાઈએ તો મીઠાનું પ્રમાણ આપણા શરીરમાં ખૂબ જ વધારે થઈ જશે.
વધારે મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશર થશે પરંતુ સામાન્ય રૂપે લોકોને એ ખબર નથી પડતી. એવામાં જો બીપી નો ઈલાજ ન કરવામાં આવે તો કિડની અને હૃદય બંને પર ખૂબ જ ખરાબ અસર થાય છે. કારણ કે હાઈ બ્લડ પ્રેશરને મેન્ટેન કરતાં કરતાં મસલ્સ માં સ્ટીફનેસ આવવા લાગે છે. તેનાથી હૃદયની ક્ષમતા નબળી પડવા લાગે છે.
ડોક્ટરનું કહેવું છે કે જ્યારે કોઈને ડાયાબિટીસ હોય તો તેમાં પહેલાથી જ બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ સૌથી વધારે રહે છે. એક પ્રકારે આ હાઈ રિસ્ક માં હોય છે. એવામાં જો ડાયાબિટીસના દર્દી સતત અથાણું ખાઈ રહ્યા હોય તો તેમનામાં હાઈ બ્લડપ્રેશરના કારણે ઇન્સ્યુલિન રજીસ્ટન્સ થવા લાગશે . આ પ્રકારે આ ડાયાબિટીસના દર્દીઓ પર અપ્રત્યક્ષ રીતે અસર કરશે.
👉 અથાણાના શોખીન શું કરે : ડોક્ટર જણાવે છે કે જો કોઈને અથાણું ખૂબ જ પસંદ હોય તો તેઓ ફ્રેશ અથાણું ખાય અથવા તેમાં આદુ અને લીંબુ વધારે મેળવી દે. લીંબુનું પ્રમાણ વધારે હોય તો આ ડાયાબિટીસના દર્દીઓ માટે વધારે નુકસાનદાયક નહીં થાય. હા જે લોકો બાહ્ય વસ્તુઓ ઓછી ખાતા હોય તેમના માટે અથાણું એટલું નુકસાન દાયક નહીં હોય. અથાણું ખાવાની સાથે જો સલાડ ખાતા હોય તો તેને બેલેન્સ કરી દેશે. એ જ સારું રહેશે કે ઓછા મીઠા વાળું અને તાજુ અથાણું યોગ્ય પ્રમાણમાં ખાવામાં આવે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી