મિત્રો આપણે ત્યાં અનેક એવી ઔષધી, ફળ, શાકભાજી તેમજ ખોરાક છે જેનો ઉપયોગ તમે અનેક બીમારીને દુર કરવા માટે કરી શકો છો. આવી જ એક ઔષધી છે તકમરિયા. જો કે તમે તેનું નામ સાંભળ્યું જ હશે. તેમજ મોટાભાગના ઘરોમાં તેનો ઉપયોગ પણ થતો હશે. તો આજે અમે તમને જણાવી દઈએ કે, તકમરિયાને ધરતી પરની સંજીવની કહેવામાં આવે છે.
આજની જીવનશૈલી આપણા શરીરને ખુબ જ પ્રભાવિત કરે છે. શું તમે ઝડપથી બદલાઈ રહેલી આ જીવનશૈલી સામે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં સક્ષમ નથી ? જંક ફૂડ્સ અને શર્કરા શરીરને નુકશાન પહોંચાડે છે અને પર્યાવરણમાં રહેલ પ્રદૂષણ તમારા વાળ અને ત્વચાને નુકશાન પહોંચાડે છે. ચાલો તો આ લેખમાં તકમરિયાના કેટલાક ફાયદાઓ વિશે જાણીએ.તકમરિયાના બીજ શું છે : તકમરિયા જેને તમે ફાલુદા બીજ, અથવા તકમરિયા બીજના નામે પણ ઓળખવામાં આવે છે. તે ભારતીય મૂળમાં મીઠા તુલસીના છોડના બીજ હોય છે. તેની ઉચ્ચ પૌષ્ટિક શક્તિને કારણે તેને દરેક વ્યક્તિને ખાવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે આ બીજ આપણા શારીરિક વિકાસની સાથે માનસિક વિકાસમાં પણ ફાયદાકારક છે.
વજન : જો કે વજન ઓછું કરવા માટે ઘણા ઘરેલું ઉપાયો છે પણ આ બીજ વજન ઓછો કરવામાં ખુબ જ લાભદાયી છે. આ બીજની અંદર અલ્ફા-લીનોલેનીક એસિડ ભરપુર માત્રામાં હોય છે. આથી તે શરીરમાં ચયાપચયની ક્રિયાને ઓછી કરવામાં મદદ કરે છે. જેના કારણે વજન ઓછો થાય છે. તેમાં ફાઈબર પણ સારા પ્રમાણમાં હોય છે જે લાંબા સમય સુધી ભૂખને કંટ્રોલ કરે છે.બ્લડ શુગર : ડાયાબિટીસના દર્દીએ મીઠી વસ્તુઓ ન ખાવી જોઈએ, એ આપણે જાણીએ છીએ. પણ શુગર થવા પર મીઠી વસ્તુઓ ખાવાની ઈચ્છા પણ થાય છે. જ્યારે રિસર્ચ અનુસાર તે બ્લડ શુગરના સ્તરને ઓછું કરીને ડાયાબિટીસના બંને ટાઈપમાં ખુબ જ ફાયદાકારક છે. બસ તેને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળો અને સવારે દુધમાં મિક્સ કરીને સવારે નાસ્તામાં તેનું સેવન કરો.
કબજિયાત અને સોજા : કબજિયાત તેમજ ખરાબ પાચનતંત્રમાં તકમરિયાને ખુબ જ અસરકારક દવા માનવામાં આવે છે. આ બીજ તમારા શરીરના ડીટોક્સીફિકેશનની પ્રક્રિયામાં મદદ કરે છે. પેટ અને પાચન તંત્રને યોગ્ય કરે છે. ગરમ પાણીમાં તકમરિયાના બીજને પલાળો, અને દરરોજ રાત્રે દૂધ સાથે તેનું સેવન કરો.ત્વચા : આજે પ્રદુષણને કારણે આપણી ત્વચા ખુબ પ્રભાવિત થાય છે. પણ આ બીજ આપણી સ્કીનને ઠીક કરવામાં ખુબ જ પ્રભાવી છે. આ બીજને તમે નારિયેળ તેલમાં પલાળી લો, પછી પોતાની સ્કીન પણ મસાજ કરો. આમ કરવાથી તમારી ત્વચામાંથી હાનિકારક તત્વ બહાર નીકળી જશે અને સ્કીન સુંદર બનશે.
વાળ : પ્રદુષણને કારણે વાળ બેજાન, ખરે છે તેમજ ખોડો થાય છે. જ્યારે તકમરિયાના બીજ વાળને ઠીક કરવામાં મદદ કરે છે. આ બીજમાં પર્યાપ્ત માત્રામાં વિટામિન, લોહ, અને પ્રોટીન જેવા પોષક તત્વો હોય છે જે સ્વસ્થ વાળ માટે આવશ્યક છે.ગરમી : ઉનાળામાં તકમરિયાના બીજ ઘણા ઉપયોગી છે. ઉનાળામાં આ બીજનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે. જેમ કે મિલ્ક શેઈક, સિકંજી, શરબત વગેરે. તેનું સેવન શરીરમાં ઠંડક આપે છે.
એસીડીટી : આજે આપણે જોઈએ છીએ કે, ઘણા લોકોને એસીડીટીની તકલીફ થતી હોય છે. આમ તમે એસીડીટી દરમિયાન આ બીજનું સેવન કરી શકો છો. દરરોજ એક ગ્લાસ દુધ સાથે તકમરિયા લો. તે તમને એસીડીટી દુર કરવામાં મદદ કરશે.
ઉચ્ચ પૌષ્ટિક મુલ્ય : આ બીજમાં ફાઈટોકેમિકલ્સ, અને પોલિફેનોલિક જેવા ઓરીએન્ટ વિસીનીન અને વિભિન્ન એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. આ સિવાય તેમાં વિભિન્ન આવશ્યક તેલ જેમ કે સાઇટ્રિક, લીમોનેન, યુજીનોલ, સાઈટ્રોનેલોલ, ટેરપીનોલ, અને અન્ય તત્વ હોય છે. તેમાં ઉચ્ચ સ્તરીય વિટામીન એ, વિટામીન કે, લ્યૂટિન, જીએક્સેન્થીન, અને બીટા કેરોટીન પણ સામેલ છે. આ સિવાય તેમ કેલ્શિયમ, ફોલેટસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, તાંબુ અને મેગ્નીજ જેવા અન્ય આવશ્યક ખનીજ પણ હોય છે.માનસિક : આજના સમયમાં માનસિક ખુશી મળવી ખુબ જ મુશ્કેલ છે. દરેક વ્યક્તિને કોઈને કોઈ ચિંતા અને ડિપ્રેશનથી પરેશાન હોય છે. અને જેના કારણે ઘણી બીમારી થાય છે. જેમ કે માઈગ્રેન, ડિપ્રેશન વગેરે. જો તમે તકમરિયાના બીજનું સેવન કોઈને કોઈ રૂપે કરો છો તો તમને માનસિક શાંતિ મળે છે. તેના કારણે તેમાં રહેલ પોષક તત્વથી આ બધી સમસ્યાથી છુટકારો મળે છે.
હાડકા : તકમરિયાના બીજ હાડકાઓને સ્વસ્થ બનાવી રાખવામાં સહાયતા પ્રદાન કરે છે. સાંધાના સોજાને દુર કરવામાં મદદ કરે છે. લોહ, પોટેશિયમ, તાંબુ, કેલ્શિયમ, મેગ્નીજ, અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વ હાડકાઓમાં સુધાર લાવે છે. જો તકમરિયાના બીજને યોગ્ય માત્રામાં ખાવામાં આવે તો ઓસ્ટીયોપોરોસિસને રોકવામાં પણ મદદ કરે છે.તકમરિયાના બીજના કેટલાક દુષ્પ્રભાવ : મહિલાઓએ ગર્ભાવસ્થામાંઆ બીજનું સેવન ન કરવું જોઈએ. તેનાથી શરીરના હાર્મોન પર તેની અસર થાય છે. આ બીજ મહિલાઓના શરીરમાં એસ્ટ્રોજેનના સ્તરને ઓછું કરી શકે છે. જેના કારણે પીરીયડસ આવવાની સંભાવના વધી જાય છે.
ગૂંગળાવવાનું જોખમ રહે છે. બાળકો એ તેમજ વૃદ્ધ લોકોએ આ બીજનું સેવન ન કરવું જોઈએ. આ બીજ ગળામાં અટકાઈ શકે છે. બીજમાં પાણીની માત્રાના કારણે તરલથી બીજનું અનુચિત અનુપાત થઈ શકે છે. તેના કારણે ગળવામાં તકલીફ થાય છે. જો તમે કોઈ અન્ય દવાનું સેવન કરી રહ્યા હો તો પોતાના ડોક્ટરની સલાહ અનુસાર આ બીજનું સેવન કરવું જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી