એકબીજાની કાર્બન કોપી દેખાય છે બોલીવુડના આ ભાઈ-બહેન, 8 નંબરની જોડીને તો ઓળખી જ નહિ શકો…

મિત્રો તમે જોયું હશે કે મોટાભાગે દરેક ભાઈ બહેન સમાન જ લાગતા હોય છે. જો કે આવું બહુ ઓછા મામલે બનતું હોય છે. પણ જો આપણે બોલીવુડની વાત કરીએ તો તેમાં ઘણા એવા ભાઈ-બહેન છે જેઓ એકદમ એકબીજાની કાર્બન કોપી જ લાગે છે. જો તમે પણ બોલીવુડના આ સ્ટારના ભાઈ બહેનને જોવા માંગો છો તો આ લેખને અંત સુધી જરૂર વાંચો. તેને જોઈને તમને વિશ્વાસ નહિ આવે કે બોલીવુડના આ સ્ટાર એકદમ એકબીજાની કાર્બન કોપી લાગે છે.

તમે ઘણા એવા ભાઈ બહેન જોયા હશે જેનો ચહેરો એકબીજા સાથે ઘણા અંશે મળતો આવે છે. આમ બંનેને જો એક સાથે ઉભા રાખવામાં આવે તો બંનેમાં અંતર કરવું મુશ્કેલ થઈ જાય છે. તમને જણાવી દઈએ કે, બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર છે જેનો ચહેરો તેના ભાઈ કે બહેન સાથે મળતો આવે છે. બંનેને જો એક સાથે ઉભા રાખવામાં આવે તો ઓળખવા મુશ્કેલ થઈ જાય છે. આમ તેઓને જો સાથે ઉભા રાખવામાં આવે તો તમે પણ તેને જોઈને ચોંકી જશો. ચાલો તો આજે અમે તમને એવા કેટલાક સેલિબ્રિટી વિશે જણાવશું જેનો ચહેરો તેના ભાઈ બહેન સાથે મળતો આવે છે.

શિલ્પા શેટ્ટી – શમિતા શેટ્ટી : શિલ્પા શેટ્ટી એ બોલીવુડમાં ઘણી ફિલ્મો કરી છે. ટીવી પર પણ તે સક્રિય રહી છે. જ્યારે શમિતા શેટ્ટી થોડી ફિલ્મો કર્યા પછી ફિલ્મોથી અંતર બનાવી લીધું. આ શેટ્ટી સિસ્ટર tiktok પર ઘણા એક્ટિવ છે. બંને એકબીજાની કોપી લાગે છે.મોની રોય – મુખર રોય : મોની રોયે ફિલ્મ ‘ગોલ્ડ’ થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. તે પહેલા પણ ટીવી સીરીયલમાં તેની ઘણી માંગ રહી છે. મોની રોય અને તેના ભાઈ મુખર રોયનો ચહેરો પણ ઘણો મળતો આવે છે. મુખર રોય લાઈમ લાઈટથી દુર રહે છે.

કેટરીના કેફ – ઈસાબેલ : કેટરીના કેફ અને તેની બહેન ઈસાબેલનો ચહેરો ઘણો મળતો આવે છે. બંનેને એક સાથે ઉભા રાખવામાં આવે તો તેમની વચ્ચે અંતર કરવું મુશ્કેલ થઈ જાય છે. બોલીવુડની આ બે સુંદર બહેન છે. ઈસાબેલ ફિલ્મ ‘કથા’ થી બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.કરીના કપૂર – કરિશ્મા કપૂર : કપૂર પરિવારની દીકરીઓ કરીના કપૂર અને કરિશ્મા કપૂર બોલીવુડની સફળ અભિનેત્રી છે. આ બંને પોતાની સ્ટાઈલ, અભિનય માટે જ ઓળખવામાં આવે છે. બંને બહેનોના ચહેરા એકબીજા સાથે ઘણા અંશે મળતા આવે છે.

કંગના રનૌત – રંગોલી ચંદેલ : કંગના રનૌત જ્યાં પોતાની ફિલ્મ અને શાનદાર અભિનયથી ઓળખાય છે ત્યાં રંગોલી ચંદેલ પોતાની દલીલ માટે ચર્ચામાં રહે છે. રંગોલી કંગનાની પ્રવક્તા છે. રંગોલી અને કંગનાનો ચહેરો પણ એકબીજાને ઘણો મળતો આવે છે.ભૂમિ પેડનેકર – સમીક્ષા પેડનેકર : ભૂમિ પેડનેકર બોલીવુડની એક સફળ અભિનેત્રી છે. જ્યારે તેની બહેન સમીક્ષા પેડનેકર હાલ પોતાના અભ્યાસ પર ધ્યાન આપી રહી છે. ભૂમિની સાથે ઘણા ઇવેન્ટમાં તે નજર આવે છે. આ બંને બહેનને જોઈને તમે ચોંકી જશો કે કેવી રીતે તેઓ એકબીજાને ખુબ મળતા આવે છે.

આયુષ્યમાન ખુરાના – અપારશક્તિ ખુરાના : અપારશક્તિ ખુરાના ખરેખર પોતાના ભાઈ આયુષ્યમાન ખુરાનાની જેમ નામ ન મેળવી શક્યા હોત, પણ બંનેનો ચહેરો ઘણા અંશે એકબીજાને મળતો આવે છે. અપારશક્તિ થોડા વર્ષો પહેલા બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું અને પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીત્યું હતું.અનુપમ ખેર – રાજુ ખેર : અનુપમ ખેર બોલીવુડના પ્રખ્યાત સ્ટાર માંથી એક છે. નેગેટીવથી લઈને કોમેડી પાત્ર તેણે પડદા પર નિભાવ્યો છે. અનુપમ ખેરના ભાઈ રાજુ ખેર પોતાના મોટા ભાઈની જેમ તે નામ ન મેળવી શક્યા. પણ ઘણી ફિલ્મોમાં તે જરૂર નજર આવ્યા છે. આ બંને ભાઈના ચહેરા પણ ઘણા મળતા આવે છે.

અનિલ કપૂર – સંજય કપૂર : બોલીવુડના મિસ્ટર ઈન્ડિયા અનિલ કપૂર પોતાના ભાઈ સંજય કપૂરની જેમ સમાન જ દેખાઈ છે. સંજય કપૂર પણ બોલીવુડના શાનદાર એક્ટરમાંથી એક છે. બંને ભાઈઓ એ બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.અમૃતા રોય – પ્રીતિકા રોય : અમૃતા રોય એ બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પણ હાલ તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી અંતર બનાવી લીધું છે. અમૃતા રોય અને તેની બહેન પ્રીતિકાનો ચહેરો એકબીજા સાથે ઘણો મળતો આવે છે. પ્રીતીકા એ ‘બેઇન્તહા’ ટીવી શો થી નાના પડદે પગ મુક્યો છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment