આપણે હંમેશા કઠોળને બાફીને ખાઈએ છીએ તેમાં મગ, ચણા, તુવેર, વાલ વટાણા વગેરેનો સમાવેશ થાય છે. તેવી જ રીતે આખા અનાજને પણ બાફીને ખાવાના અનેક ફાયદા છે, તેની મોટાભાગના લોકોને જાણ નહીં હોય. આવું જ એક આખું અનાજ ઘઉં છે. જેના લોટની રોટલીઓ આપણે દરરોજ ખાઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય આખા ઘઉંને બાફીને ખાધા છે ? જો ન ખાધા હોય તો એકવાર ટ્રાય જરૂરથી કરજો.
ઘઉંને બાફીને ખાવાથી શરીરને અનેક લાભ મળે છે. આમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે વજન ઘટાડવાની સાથે સાથે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને હૃદય રોગોને પણ નિયંત્રિત કરે છે. તેના સિવાય ઘઉંનું સેવન કરવાથી શરીરને અનેક લાભ થાય છે. આજે અમે આ લેખ દ્વારા બાફેલા ઘઉં થી શરીરને થતાં લાભ વિશે જણાવીશું.
બાફેલા ઘઉંના ફાયદા:- બાફેલા ઘઉં ખાવાથી શરીરને અનેક લાભ થાય છે. તે લોહીને સાફ કરવાની સાથે સાથે સ્થૂળતા નિયંત્રિત કરે છે. તેના સિવાય બીજા અનેક લાભ થાય છે. પરંતુ તે આપણા શરીરના વજનને ઘટાડવામાં ખુબ જ કારગર છે અને લોહીને શુદ્ધ કરવામાં પણ ઉપયોગી સાબિત થાય છે.1) લોહી શુદ્ધ કરે:- શરીરમાં હાજર લોહીને ડિટોક્સીફાય કરવામાં ઘઉં ખુબ જ અસરકારક છે. જો તમે નિયમિત રૂપે ઘઉંને બાફીને ખાવ છો, તો તમારું લોહી સરસ રીતે સાફ થાય છે. આનાથી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર રહે છે. લોહીના વિકાર જેવી સમસ્યાઓ પણ દુર થાય છે. અને ખરાબ લોહીને શુદ્ધ કરવામાં ઉપયોગી બને છે.
2) વજન ઘટાડે:- બાફેલા ઘઉંનું સેવન કરવાથી વજન નિયંત્રિત રહે છે. વળી આમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હાજર હોય છે. જે વજન ઘટાડવામાં અસરકારક છે. પેટની ચરબી જલ્દી ઓગાળે છે અને શરીરને પાતળું કરવામાં મદદગાર સાબિત થાય છે.3) પાચન ક્રિયા મજબૂત બનાવે:- ઘઉંને બાફીને ખાવાથી પાચનક્રિયા મજબૂત બને છે. વળી બાફેલા ઘઉં ખુબ જ હળવો આહાર હોય છે, જે પચાવવામાં ખુબ જ સરળ રહે છે. પેટ અને પાચનની સમસ્યા રહેતી હોય તેવા લોકો માટે બાફેલા ઘઉં વરદાન સમાન છે. બાફેલા ઘઉં પેટની તમામ સમસ્યાઓ દુર કરી પાચનમાં જલ્દી સુધારો લાવે છે. માટે આવી સ્થિતિમાં તેનું સેવન કરવાથી તમારી પાચનક્રિયા મજબૂત બને છે.
4) હૃદયને રાખે સુરક્ષિત:- હૃદય રોગના જોખમથી બચવા માટે ઘઉંને બાફીને તેનું સેવન રોજ કરવું જોઈએ. તેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે. જે હૃદય સંબંધિત સમસ્યાઓથી તમને દૂર રાખે છે. સાથે જ તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં અસરકારક છે. જો કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો તમારે બાફેલા ઘઉં અચૂક ખાવા જ જોઈએ. તેનાથી ધીમે ધીમે કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને હૃદય રોગનું જોખમ ઓછું થવા લાગે છે.5) બ્લડ પ્રેશર નિયંત્રિત રાખે:- બાફેલા ઘઉંનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા દૂર કરી શકાય છે. આમાં મેંદો બિલકુલ નથી હોતો. તેવી જ રીતે આ એક આખું અનાજ છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. વારંવાર બ્લડ પ્રેશર વધી જતું હોય કે હાઈ બ્લડ પ્રેશર રહેતું હોય તો બાફેલા ઘઉં અચૂક ખાવા જોઈએ.
6) થાઇરોડમાં ફાયદાકારક:- થાઇરોડના દર્દીઓ માટે બાફેલા ઘઉં ખુબ જ ફાયદાકારક હોય છે. તેનાથી બંને પ્રકારના થાઇરોડને નિયંત્રિત રાખી શકાય છે. જો તમે બાફેલા ઘઉં ખાવ છો તો તમને થાઇરોડની સમસ્યા ક્યારેય નહીં થાય. માટે જો દરરોજ 1 મુઠ્ઠી બાફેલા ઘઉંનું સેવન કરવામાં આવે તો ગંભીર બીમારીઓ સહિત નાના મોટા અનેક રોગો ટાળી શકાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી