ફિટ પડતા બ્લાઉઝ અને કુર્તીને આવી રીતે કરો ઢીલા, જુના કપડાંનો ઉપયોગ પણ થશે અને લાગશે નવા જેવા…. જાણો ટાઈટ કપડાને ઢીલા કરવાની આ ટ્રીક્સ….

દરેક મહિલા પોતાને સુંદર દેખાવા માટે અક્સર પોતાના કપડા પર વિશેષ ધ્યાન આપતી હોય છે. શરીરની સુંદરતા દેખાડવા માટે તેઓ અક્સર પોતાના અનુકુળ આવે તેવા કપડા પહેરવાનું પસંદ કરે છે. પણ ઘણી વખત અમુક કપડા ખુબ ટાઈટ થઇ જાય ત્યારે તેઓને અવારનવાર કોઈ ટેલર પાસે જાવું પડે છે. જેમાં સમય ની સાથે પૈસા નો પણ ખર્ચ થાય છે. આથી આજે અમે તમારી આ સમસ્યા દુર કરવા માટેની કેટલીક ટીપ્સ લઈને આવ્યા છીએ. જેમાં તમારે ટાઈટ કપડા જેમ કે કુર્તી કે બ્લાઉઝ ને ઢીલું કરવા માટે સરળતા રહેશે. કુર્તી કે બ્લાઉઝને ઢીલું કરવા માટે તમે તમે થોડી એકસ્ટ્રા ડીઝાઇન ઉમેરીને એક નવો લુક આપી શકો છો. 

કુર્તી કે બ્લાઉઝ એવા આઉટફિટ્સ છે જેને ઘણા પ્રકારે સ્ટાઈલ કરી શકાય છે. જેમકે મહિલાઓ કુર્તીને જીન્સ અને બ્લાઉઝને લહેંગા કે સાડી સાથે પહેરવાનું પસંદ કરતી હોય છે. માટે મહિલાઓના વોર્ડ રોબમાં આ કપડાં હંમેશા સમાવિષ્ટ રહે છે.ઘણી વખત આપણા મનગમતા કપડા કોઈ કારણસર ટાઈટ થઇ જાય તો આપણે તેને પહેરી શકતા નથી આ સમયે તમે થોડી અગત્યની ટીપ્સ અપનાવીને તેનો ઉપયોગ કરી શકો છો. જોકે, ઘણી વખત આપણા નવા અને ફેવરેટ કુર્તી કે બ્લાઉઝ ટાઈટ થઈ જાય છે. વધારે ટાઈટ કપડાં પહેરવાથી માત્ર મહિલાઓનું ફિગર જ ખરાબ નથી થતું પરંતુ તેમણે ઉઠવા-બેસવામાં પણ સમસ્યા થાય છે. જોકે, ટાઈટ કપડાં મહિલાઓ પોતાની નાની બહેનને આપી દે છે, પરંતુ અમુક મહિલાઓના વોર્ડ રોબમાં આ કપડાં આમ જ પડ્યા રહે છે. જો તમે ચાહો તો તમારી ટાઈટ કુર્તી કે બ્લાઉઝને ઢીલૂ કરીને ફરીથી પહેરી શકો છો. કેવી રીતે? આવો જાણીએ.

સાઇડમાં લગાવો એકસ્ટ્રા કાપડ:- તમારા ટાઈટ થઇ ગયેલા કપડામાં તમે સાઈડમાં એકસ્ટ્રા કાપડ મૂકીને ઢીલા કરી શકો છો. તમે તમારા કપડાં ઢીલા કરવા માટે સાઇડમાં એકસ્ટ્રા કાપડ લગાડી શકો છો. સાઇડમાં એકસ્ટ્રા કાપડ લગાડવાથી તમારા કપડાં ઢીલા થવાની સાથે સાથે સારા પણ લાગે છે. તમે સિમ્પલ કે ડીઝાઇનર કપડાની પટ્ટી બનાવીને લગાડી શકો છો. સારું રહેશે કે તમે કોઈ કલરફૂલ કાપડનો ઉપયોગ કરો કારણ કે તેનાથી તમારી કુર્તી કે બ્લાઉઝ વધારે સારા દેખાય છે.દોરી ડિઝાઇન કામ આવશે:- ટાઈટ કપડાને ઢીલા કરવા માટે દોરની ડીઝાઇન પણ ઉપયોગી થઇ શકે છે. કપડાને ઢીલા કરવા માટે દોરીથી ડિઝાઇન બનાવવી બેસ્ટ ઓપ્શન છે. તમે તમારી કુર્તી કે બ્લાઉઝની સાઇડમાં ઘણા પ્રકારે દોરી લગાડી શકો છો. તે માટે સૌથી પહેલા કુર્તી કે બ્લાઉઝને સાઈડમાંથી કાપી લો. પછી તેમાં દોરી લગાડવા માટે નાકું બનાવો. ત્યાર બાદ દોરીને સ્ટાઇલિશ રીતે તેમાં નાખો. આમ કરવાથી તમારા કપડાં માત્ર ઢીલા જ નથી થતાં પરંતુ સ્ટાઇલિશ પણ લાગશે.

ચેઇન લગાડીને કરો ઢીલા:- એક અન્ય ઉપાયમાં તમે ટાઈટ કપડામાં ચેઈન પણ નાખી શકો છો. જેનાથી તમને કપડા પહેરવા કે કાઢવામાં તકલીફ નહિ થાય. ઘણી વખત કપડાં ખૂબ ટાઈટ હોતા નથી. એવામાં કુર્તી કે બ્લાઉઝને ચેઇન લગાડવી બેસ્ટ ઓપ્શન છે. તેનાથી તમારા બ્લાઉઝ કે કુર્તી માત્ર સ્ટાઇલિશ જ નહીં લાગે પરંતુ તમને સરળતાથી ફિટ પણ થઈ જાય છે. તમને બજારમાં ઘણા પ્રકારની ચેઇન પણ મળી જાય છે, જેને તમે તમારી પસંદ મુજબ ખરીદી શકો છો.બ્લાઉઝને બનાવી લો બેકલેસ:- આ તરીકે બ્લાઉઝને નાનું કરવા માટે એકદમ પરફેક્ટ છે. બ્લાઉઝને બેકલેસ બનાવવા માટે પાછળના ભાગને કટ કરવાનો રહેશે. તમે તમારા કમ્ફર્ટ મુજબ પાછળનો શેપ નાનો કે મોટો રાખી શકો છો. ત્યાર બાદ તમારે બ્લાઉઝમાં દોરી કે બટન લગાડવાના રહેશે. જેથી બ્લાઉઝ તમે સરળતાથી પહેરી શકો. આમ આ ઉપાયો તમારા ટાઈટ કપડાને ઢીલા કરવામાં ખુબ જ કામ આવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment