દરેક વ્યક્તિઓ અને વિશેષ કરીને સ્ત્રીઓ એવું ઈચ્છતી હોય છે કે પોતાના વાળ સુંદર, લાંબા મુલાયમ અને શાઈની હોય. પરંતુ આજની ખાણીપીણી અને સમયના અભાવના કારણે વાળની કાળજી રાખી શકાતી નથી. જેથી વાળ વધુ રફ બની જાય છે. પ્રદૂષણ તથા ગંદકીના કારણે વાળ ખરાબ થતા હોય છે તેથી તેની માવજત માટે અને વાળની યોગ્ય દેખભાળ રાખવી જરૂરી બને છે. તેના માટે આજની છોકરીઓ અને સ્ત્રીઓ વાળમાં સ્પાની ટ્રીટમેન્ટ લે છે.
વાળની સમસ્યાઓ દૂર કરવા માટે હેર સ્પા ટ્રીટમેન્ટ સૌથી બેસ્ટ ગણાય છે. હેર સ્પા કરવાથી વાળમાં ચમક અને ડેન્ડ્રફ દૂર થાય છે. ઘણી બધી છોકરીઓ કે મહિલાઓ મહિનામાં એકવાર પાર્લરમાં જઈને હેર સ્પા કરાવે છે અને તે અતિ જરૂરી છે. પરંતુ ઘણા લોકોને બ્યુટી પાર્લરના મોંઘા ખર્ચા પહોંચી ન વળાય, તો તેમની માટે ઘરે જ વાળને હેર સ્પા કરવા માટે અહીંયા અમે કેટલાક સ્ટેપ્સ જણાવ્યા છે. જેને અપનાવીને તમે ઘરે જ હેર સ્પા કરી શકો છો અને તેની કોઈપણ પ્રકારની આડઅસર નથી, જેથી બ્યુટી પાર્લરના મોંઘા ખર્ચાથી પણ બચી જવાશે અને વાળમાં સુંદર ચમક પણ આવી જશે.હેર સ્પાની જરૂર ક્યારે હોય છે ?:- તમારા વાળ શુષ્ક અને નિર્જીવ બનવા લાગે છે, સાથે જ તેમાંથી ચમક પણ નથી, ધોયા પછી પણ તમારા વાળમાં ચમક ન હોય તો તમારા વાળમાં હેર સ્પા કરાવવું જરૂરી બને છે. 15 દિવસમાં એક વાર તમે હેર સ્પા કરાવી શકો છો જેનાથી વાળને ઘણા ફાયદા થાય છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે મોંઘા ખર્ચા વગર જ ઘર બેઠા હેર સ્પા કરવું.
1 ) મસાજ કરો:- હેર સ્પા કરતા પહેલા માથામાં તેલ નાખવું જરૂરી છે, જેથી વાળની સ્કીન અને સ્કેલ્પમાં રહેલા છિદ્રો સરળતાથી ખુલી શકે. નારિયેળના તેલને થોડું ગરમ કરીને વાળમાં લગાવી શકાય. તેનાથી લગભગ પાંચથી સાત મિનિટ સુધી મસાજ કરવી. આમ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સારું થશે અને માથાના વાળ વધવા લાગશે.2 ) શેક કરો:- વાળમાં થોડો શેક કરવો જોઈએ, તેના માટે તમારે એક ચોખ્ખા ટુવાલને લઈને ગરમ પાણીમાં થોડીવાર માટે બોળીને નીચવી લો. ત્યાર બાદ ટુવાલને તમારા માથામાં લપેટી લેવાનો છે. આ પ્રક્રિયા કરવાથી વાળમાં લગાવેલું તેલ મૂળમાંથી અંદર ઉતરશે અને વાળને પોષણ મળશે. લગભગ દસ મિનિટ સુધી માથામાં બાંધીને રાખવો.
3 ) આ રીતે ધોવા:- માથામાંથી ટુવાલ કાઢ્યા બાદ શેમ્પૂથી માથું ધોવું. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે શેમ્પૂથી માથું ધોતી વખતે હંમેશા ઠંડા પાણીનો જ ઉપયોગ કરવો. તમને શરદી કે અન્ય કોઈ પ્રોબ્લેમ થતી હોય તો પાણી હુંફાળું ગરમ વાપરવું.
4 ) કંડિશનર કરો:- ઘણા લોકો કન્ડિશનરનો પણ ઉપયોગ કરે છે. જો ઘરે જ કન્ડિશનર બનાવવું હોય તો બીટને ક્રશ કરીને તેની પેસ્ટમાં ગુલમોહરના પાંદડાનો પાવડર મિક્સ કરો. આમ આ રીતે તૈયાર થયેલા કન્ડિશનરનો ઉપયોગ કરી શકાય છે. બજારમાં મળતા કન્ડિશનરનો ઉપયોગ કરે છે પરંતુ આ વધુ પડતા કેમિકલ યુક્ત હોવાથી આ ક્યારેક નુકશાનદાયક પણ બની શકે છે. તેથી તમારામાં વાળમાં સૂટ થાય એ પ્રકારનું કન્ડિશનર વાપરવું જોઈએ. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે કન્ડિશનર લગાવ્યા બાદ શેમ્પૂનો ઉપયોગ ન કરવો.
હેર માસ્ક:- આ સ્ટેપ શા માટે ખુબ જ અગત્યનું છે. તો આ હેર માસ્ક ઘરે સરળતાથી બની જાય છે. તેના માટે તમારે એક વાટકીમાં ઈંડાની અંદરનો ભાગ લેવાનો છે. તેમાં એક ચમચી મધ અને ચાર ચમચી નારિયેળ તેલ મિક્સ કરવાનું. ત્યારબાદ તેમાં અડધું કેળું ક્રશ કરીને નાખવું. આ બધી વસ્તુઓને બરાબર મિક્સ કરવી આ મિશ્રણ તમારા માથામાં લગાવો અને 20 થી 25 મિનિટ બાદ શેમ્પુથી અને ઠંડા પાણીથી વાળ ધોઈ લેવા. તેના સિવાય તમે આ હેર સ્પાનો ઉપયોગ શુષ્ક થયેલા વાળ માટે પણ કરી શકો છો.
અરીઠા, આમળા, શિકાકાઈ, મેથીના દાણાને પાણીમાં આખી રાત પલાળી રાખવા. સવારમાં તેનો ઉકાળો કરવો અને જ્યાં સુધી પાણી અડધું ન રહે, ત્યાં સુધી ઉકાળવું. આ પાણીમાં તમે એલોવેરા જેલ અને ઈંડાની સફેદી પણ નાખી શકો છો.
શુષ્ક થયેલા વાળ માટે ઓલિવ તેલની મસાજ કરવી જોઈએ. ત્યાર બાદ તેમાં ઈંડા નાખવા અને સ્ટેપ પ્રમાણે વાળમાં માસ્ક લગાવવું. ત્યાર બાદ તેને ચોખ્ખા પાણી અને શેમ્પુથી ધોઈ લેવું .વાળની યોગ્ય માવજત માટે હેર સ્પા અત્યંત જરૂરી છે. આ પ્રમાણે કરવાથી તમે વાળને પહેલા જેવા શાઈની અને ચમકદાર બનાવી શકશો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)