સસ્તું સોનું ખરીદવા માટે સરકાર આપી રહી છે મોકો, આ સમયે અને આવી રીતે કરો ખરીદી.

સરકાર ગ્રાહકોને ફરી સસ્તું સોનું ખરીદવાનો મોકો આપી રહી છે. સરકાર સોવરેન ગોલ્ડ સ્કીમ હેઠળ સાતમી સિરીઝ જારી કરવા જઈ રહી છે. સોવરેન ગોલ્ડ બોન્ડનું સબસ્ક્રિપ્શન 12 ઓક્ટોબરથી 16 ઓક્ટોબરની વચ્ચે લઈ શકાય છે. તેમજ સેટલમેન્ટ ડેટ 20 ઓક્ટોબર છે. રિઝર્વ બેંકની સહમતિ બાદ જે રોકાણકાર ઓનલાઈન સોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદશે તેને 50 રૂપિયાની છૂટ મળશે. તેના માટે પેમેન્ટ ઓનલાઈન કરવું પડશે.

ભારતીય રિઝર્વ બેંક દ્વારા એવું બયાન આપવામાં આવ્યું છે કે, ગોલ્ડ બોન્ડનું મુલ્ય 5,051 રૂપિયો પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવ્યો છે. ઓનલાઈન ખરીદવા વાળા માટે કિંમત 5001 રૂપિયા પ્રતિગ્રામ હશે. આ પહેલાના બોન્ડ સિરીઝ-6 ના ઈશ્યુ પ્રાઈઝ 5117 રૂપિયા પ્રતિગ્રામ હતી અને હવે સબસ્ક્રિપ્શન 31 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી ખુલ્યું હતું. સરકાર તરફથી ભારતીય રિઝર્વ બેંક દ્વારા સોવરેન ગોલ્ડ બોન્ડ જારી કરવામાં આવે છે.

જાણો શું છે આ સ્કીમ : સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ, સોનામાં રોકાણ કરવાની સ્કીમ છે જેને ભારત સરકાર તરફથી ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સોનાની ફિઝીકલ માંગને ઓછી કરવાનો છે, તેનાથી ભારતના સોનાની આયાતને ઓછી કરી શકાય. આ સ્કીમ વર્ષ 2015 થી શરૂ કરવામાં આવી છે.કોણ કરી શકે રોકાણ : સોવરેન ગોલ્ડ બોન્ડમાં તે વ્યક્તિ રોકાણ કરી શકે છે જે ભારતમાં રહેતો હોય, તે પોતાના માટે, બીજી કોઈ વ્યક્તિની સાથે સંયુક્ત રૂપે બોન્ડ ધારક હોય શકે છે અથવા પછી નાબાલિક તરફથી પણ તે ગોલ્ડ બોન્ડને ખરીદી શકો છો. ધ્યાન રાખવું કે ભારતમાં નિવાર કરતા લોકોએ વિદેશી મુદ્રા પ્રબંધન, અધિનિયમ, 1999 ની ધારા ની સાથે પઠિત ધારા હેઠળ પરિભાષિત કરવામાં આવ્યું છે. તેમાં બોન્ડ ધારકના રૂપમાં વિશ્વવિદ્યાલય, ધર્માર્થ સંસ્થાન અથવા કોઈ ટ્રસ્ટ પણ થઈ શકે છે.

આ રોકાણ કરવાના ફાયદા : સોવરેન ગોલ્ડ બોન્ડનો ઉપયોગ કરજ લેવા માટે કોલેટરલના રૂપમાં કરી શકાય છે. આ બોન્ડ રિઝર્વ દ્વારા જારી કરવામાં આવે છે. એટલા માટે રોકાણકાર આ સ્કીમથી બચી શકે છે કે, બોન્ડ ઈશ્યુ કરવા વાળી કંપની દેવાળાનો ભાગ ન જાય. આ બોન્ડ્સને એક્સચેન્જોમાં ટ્રેડ કરી શકાય છે તેનાથી ઇન્વેસ્ટર્સ સમય પહેલા પણ જો ઈચ્છે તો એક્ઝીટ કરી શકો છો. તેમાં સોનાની કિંમતોમાં વધારા સિવાય પણ નિવેશકને 2.5% ના દરથી અતિરિક્ત વ્યાજ પણ મળે છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google 

Leave a Comment