ભારતને સ્વિસ બેંક એકાઉન્ટ સાથે સંબધિત માહિતી (Swiss bank account details) ની બીજી બેચ (India gets 2nd set) મળી ગઈ છે. આ માહિતી સ્વીત્ઝરલૅન્ડની સાથે ઓટોમેટિક એક્સચેન્જ ઇન્ફર્મેશન પેક્ટ (automatic info exchange framework) હેઠળ મળી આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા બ્લેક મની વિરુદ્ધ કરવામાં આવેલ અભિયાનમાં આ સૌથી મોટી સફળતા માનવામાં આવે છે.
પહેલીવાર સપ્ટેમ્બર 2019 માં તેની માહિતી મળી હતી : ભારત એવા 86 દેશોનો હિસ્સો છે જેની સાથે સ્વીત્ઝરલૅન્ડના ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશનની માહિતી શેર કરવાની ક્ષમતા ધરાવે છે. ભારતને સ્વિસ એકાઉન્ટ સાથે સંબંધિત માહિતી પહેલીવાર સપ્ટેમ્બર 2019 માં મળી હતી.
31 લાખ એકાઉન્ટની માહિતી 86 દેશો સાથે શેર કરવામાં આવી : FTA દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવવામાં આવ્યું છે કે, લગભગ 31 લાખ એકાઉન્ટની માહિતી 86 દેશો સાથે શેર કરવામાં આવી છે. જો કે ભારતને લઈને વિજ્ઞપ્તિમાં કોઈ અલગથી માહિતી આપવામાં આવી નથી. પરંતુ આ સમાચાર એ.જી.સી. પી.ટી.આઈ. એ જણાવ્યું છે કે, ભારત એવા પ્રમુખ દેશોમાં છે જેને FTA એ માહિતી શેર કરી છે.પહેલા પણ ભારતને મહત્વપૂર્ણ માહિતી મળી ચુકી છે : એ પણ માહિતી આપવામાં આવી છે કે, સ્વિસ એકાઉન્ટમાં નોંધપાત્ર સંખ્યામાં ભરતીયોથી જોડાયેલા એકાઉન્ટ છે. આ સિવાય સ્વિસ પ્રશાનનમાં 100 ભારતીય નાગરીકો સાથે સંબધિત એકાઉન્ટની માહિતી પૂર્વમાં ભારતની સાથે શેર કરી છે.
રાજનીતિનો મુદ્દો રહ્યો છે કાળું નાણું : જાણવા જેવી વાત તો એ છે કે, ભારતમાં કાળું નાણું રાજનીતિનો મુદ્દો રહ્યો છે. 2009 ની લોકસભા ચુંટણીમાં બી.જે.પી. નેતા લાલકૃષ્ણ અડવાણીએ બ્લેક મનીને મોટો મુદ્દો બતાવ્યો હતો. ત્યાર પછી 2014 ની ચૂટણીમાં બી.જે.પી.ના પ્રધાનમંત્રી ઉમેદવાર રહેલા નરેન્દ્ર મોદીએ પણ આ મુદ્દો ઉઠવ્યો હતો. પ્રધાનમંત્રી બન્યા પછી 8 નવેમ્બર 2016 ની સરકાર દ્વારા કરવામાં આવેલી નોટબંધીની પાછળ પણ બ્લેક માનીને એક મોટું કારણ બતાવવામાં આવ્યું હતું.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google