૪૦ ના હશો તો પણ લાગશો ૨૫ ના…કોઈ પણ દવા વગર મેળવો સેલીબ્રેટી જેવી ત્વચા…જાણો કેવી રીતે

🧘‍♀️🧘‍♂️ મેળવો ચમકતી ત્વચા….    ૫ યોગાસનો દ્વારા….🧘‍♀️🧘‍♂️ 

સુંદર કોણ દેખાવા નથી માંગતું. દરેક વ્યક્તિની ચાહના હોય છે કે પોતે સુંદર દેખાય. તેના માટે કેટ કેટલી પ્રોડક્ટનો ઉપયોગ લોકો કરતા હોય છે. બ્યુટી ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. ત્વચાને સુંદર બનાવવા માટે ન જાણે અનેક પ્રયત્નો અને ઉપચારો દ્વારા ત્વચાને સુંદર બનાવવાની ઈચ્છા ધરાવતા હોય છે.

Image Source :

પરતું મિત્રો ખરેખર તો સુંદરતા વિષે કહીએ તો તે આપણી ત્વચાથી પણ પર છે. આપણી ત્વચા તો માત્ર સુંદરતા દર્શાવવા માટેનું એક માધ્યમ છે. તેના માટે સ્વસ્થ રહેવું અને ખુશ રહેવું ખુબ જ આવશ્યક છે. તે નવાઈ લાગે તેવી વાત છે.  પણ મિત્રો ખરેખર નીરોગી, સ્વસ્થ અને ખુશ રહેવાથી ત્વચાની સુંદરતા અવશ્ય વધે છે. આજે અમે તમારા માટે એવા આસનો લાવ્યા છીએ કે જે તમારી ત્વચાની સુંદરતા વધારવામાં મદદ કરશે. તો આવો જાણીએ તે આસન અને તેની રીત વિશે.Image Source :

🧘‍♀️🧘‍♂️  ચક્રાસન:

ચક્રાસન ધનુષ જેવા આકારનું હોય છે. આ આસનના અભ્યાસથી પાચનતંત્ર પ્રણાલી ઉત્તેજના પામે છે. તેમજ ફેફસા માટે ઓક્સીજન પ્રવાહ વધે છે. તે કરોડરજ્જુ અને માંસપેશીઓમાં ખેંચાવ લાવે છે. જેથી લોહીમાંથી વિષાણુંજન્ય પદાર્થ નીકળી જાય છે અને ત્વચામાં શુદ્ધિ આવે છે.

Image Source :

🧘‍♀️🧘‍♂️ ચક્રાસન કરવાની રીત:

 સવાસનમાં સુઈ જાઓ.

🧘‍♀️બંને પગને ઢીંચણમાંથી વાળી એડીઓ નિતંબ પાસે લાવો.

🧘‍♂️ બંને પગના પંજા વચ્ચે એક ફૂટ જેટલું અંતર રાખવું.  બંને હાથની હથેળી કાન પાસે રાખો.

🧘‍♀️   આંગળા ખભા તરહ રહેશે.

🧘‍♂️ કમરનો ભાગ ઉપરની તરફ કરતા જાઓ, ત્યાર બાદ છાતીનો ભાગ ઉપર કરતા જાઓ. ત્યાર બાદ કોણીમાંથી બંને હાથને સીધા કરતા જાઓ.

Image Source :

🧘‍♀️   શરીર શક્ય હોય તેટલું ઉપર રાખવાનો પ્રયત્ન કરવો.

🧘‍♂️ ક્ષમતા પ્રમાણે રોકાઇને પાછા આવો આવતી વખતે કોણીમાંથી હાથને વાળો.

🧘‍♀️ નિતંબનો ભાગ નીચે લાવો અને બંને પગ સીધા કરી સવાસનમાં સુઈ જાઓ.

ખાસ બાબત :  હાઈ બ્લડપ્રેશર, હૃદયરોગ, હાડકામાં તકલીફ અને નેત્રદોષ હોય તેવી વ્યક્તિઓએ ચક્રાસનનો અભ્યાસ ન કરવો.

🧘‍♀️🧘‍♂️ સર્વાંગાસન :

Image Source :

સર્વાંગાસન કરવાથી ચહેરા અને મગજમાં રક્ત પ્રવાહ વધી જાય છે. જેનાથી ઢીલી ત્વચા કઠણ બને છે અને તે કરચલીઓ દુર કરવામાં મદદ કરે છે. તે ગુરુત્વાકર્ષણના પ્રભાવને ઓછો કરે છે. જેથી ચહેરામાં વધારે ચમક આવે છે.

🧘‍♀️🧘‍♂️ સર્વાંગાસન કરવાની રીત:

🧘‍♂️ સવાસનમાં સુઈ જાવ. બંને પગને સાથે અને સીધા રાખો.

🧘‍♀️  કોણી  શરીરને અડેલી રહેશે.

🧘‍♂️બંને પગને ઢીંચણથી વાળ્યા વગર ઉપરની તરફ ૯૦’ ઉપર લઇ જાવ.

🧘‍♀️  હાથનો ટેકો આપી શરીરને ઉપરની બાજુ સ્થિર કરો.

🧘‍♂️ પગના પંજાને ઉપર સીધા કરો. દાઢી  છાતીને અડી જશે. બધું વજન ખભા અને ગરદન પર આવી જશે.

Image Source :

🧘‍♀️   ક્ષમતા મુજબ રોકાઓ અને પરત આવો.

🧘‍♂️ પરત ફરતી વખતે પગને માથા પાછળ ઝુકાવો હાથને સીધા કરો. હાથના સહારે ધીમે ધીમે શરીરને નીચે લાવો અને પગને ધીરેથી નીચેની તરફ લાવો.

🧘‍♀️   આ આસન ખુબ જ ધીમેથી અને ધ્યાન પૂર્વક કરવું.

ખાસ નોંધ :  બાર વર્ષથી નીચેના બાળકોએ આ આસનમાં વધુ સમય રોકાવું નહિ. તેમજ હૃદયરોગ, હાઈ બ્લડપ્રેશર, જેની આંખો નબળી હોય અને કાનમાં રસી આવતા હોય તેવા લોકોએ આ આસન કરવું નહિ.

🧘‍♀️🧘‍♂️ શીર્ષાસન :

Image Source :

શીર્ષાસન થોડું અઘરું છે તેને ધ્યાન પૂર્વક કરવું. શીર્ષાસન નિયમિત કરવામાં આવે તો તેનાથી રક્ત સંચાર સારો રહે છે. જે ચહેરા પર ચમક લાવે છે.

🧘‍♀️🧘‍♂️ શીર્ષાસન કરતી વખતે ધ્યાનમાં લેવાતી બાબતો 

આસન યોગશિક્ષકની હાજરીમાં જ કરવું. શરુવાતમાં દીવાલને સહારે કરવું. પુરેપુરા અભ્યાસ પછી ટેકા વગર કરવું. શરુવાતમાં ૩૦ સેકંડ જ રોકાવું. સંપૂર્ણ રીતે સર્વાંગાસન આવડી જાય પછી જ આ આસનની શરૂવાત કરવી.  શીર્ષાસનમાં માથા નીચે ધાબળો કે ટુવાલ વાળીને રાખવો. ઓશીકું કે તકિયાનો ઉપયોગ ન કરવો. તેમજ કુદકો મારી આ આસન ન કરવું.

Image Source :

હૃદયરોગ, બ્લડપ્રેશર તેમજ દાંતમાંથી કે કાનમાંથી લોહી નીકળતા હોય અથવા આંખો વધારે નબળી હોય તેમણે આસન કરવું નહિ. એસીડીટી, ગેસ હોય તેમજ પેટ બરાબર સાફ ન થયું હોય ત્યારે આ આસન કરવું નહિ.

🧘‍♀️🧘‍♂️  શીર્ષાસન કરવાની રીત:

🧘‍♀️વજ્રાસનમાં બેસો. બંને હાથની કોણી વચ્ચે એક ફૂટનું અંતર રાખો. આંગળીઓ મેળવી દો.

🧘‍♂️બંને કોણી અને હાથની આંગળીઓ વચ્ચે સમભુજ ત્રિકોણ બનશે.

🧘‍♀️ માથાનો મધ્ય ભાગ હથેળીઓ પાસે ગોઠવો. બંને ઢીંચણને જમીનથી ઉપર લઇ લો અને પગને સીધા રાખો.

Image Source :

સમગ્ર વજન મસ્તક પર આવી જશે. બંને પગના ઢીંચણને ઉપર લેતા જાઓ. પંજાને પાછળ ઝુકાવો.

🧘‍♀️ ત્યાર બાદ ઢીંચણમાંથી બંને પગને ઉપરની તરફ સીધા કરો પગના પંજાને ઢીલા છોડી દો. સમતુલા જાળવો.

🧘‍♂️ ક્ષમતા પ્રમાણે રોકાઇને પાછા ફરતી વખતે પગને ઢીંચણમાંથી વાળી  ઢીંચણને ધીમે ધીમે નીચે આવવા દો.

🧘‍♀️ પગના પંજા જમીન પર આવી જશે થોડીક વાર શશાંકાસનમાં રોકાઈ માથું ઉપર કરી વજ્રાસનમાં આવો.

🧘‍♀️🧘‍♂️ હલાસન :

Image Source :

🧘‍♀️ જમીન પર સવાસનમાં સુઈ જાવ બંને પગને સાથે રાખવા.

🧘‍♂️હથેળી કમર પાસે જમીનથી અડેલી રાખો.

🧘‍♀️  મો આકાશ તરફ ને આંખો બંધ કરો.

🧘‍♂️ શરીરને ઢીલું રાખો. હવે શ્વાસ અંદર લો અને પેટને સાંકડી પગને ઉપર ઉઠાવો.

🧘‍♀️  બંને પગ વડે શરીરમાં ૯૦’ ખૂણો બને ત્યારે શ્વાસ છોડો.

🧘‍♂️સર્વાંગાસનની સ્થિતિમાં આવ્યા બાદ બંને પગને માથા પાછળ જમીન પર ટકાવી રાખવાનો પ્રયત્ન કરો.

Image Source :

🧘‍♀️  કમરને અને પીઠને પાછળ ઝૂકાવવા માટે હાથનો સહારો લો. હાથ કોણીથી સીધા રાખી પીઠની પાછળ જમીનને અડકેલા રાખો.

🧘‍♂️પાછા ફરતી વખતે ધીમે ધીમે પીઠ અને પગ જમીન તરફ લાવો. આસન કરતી વખતે ઢીંચણ ક્યાય વાળવા જોઈએ નહિ.

સાવધાની: હાઈ બ્લડપ્રેશર, ચક્કર આવતા હોય, કમર, ગરદનમાં દુઃખાવો હોય, હાડકામાં ક્ષય રોગ હોય, હૃદયરોગ હોય તેમજ ગર્ભવતી મહિલા તેમજ માસિક ધર્મના દિવસો દરમિયાન આ આસન ન કરવું.

🧘‍♀️🧘‍♂️ પ્રાણાયમ:

પ્રાણાયમ શ્વાસ પર નિયંત્રણ લાવે છે. અને મગજને તરોતાજા કરે છે. આ ઉપરાંત તે શરીરના દરેક અંગમાં ઓક્સીજન પહોંચાડે છે. તેથી તે ત્વચાની સ્વસ્થતા માટે લાભદાયી છે.

Image Source :

🧘‍♀️પ્રાણાયામ કરવાની રીત:

🧘‍♂️  સુખાસનમાં બેસો.

🧘‍♀️  આંખો બંધ કરી ધ્યાન શ્વાસ પર કેન્દ્રિત કરો.

🧘‍♂️ હવે લાંબો શ્વાસ લો અને મનમાં ૫ અંક સુધી ગણો.

🧘‍♀️  પછી શ્વાસ છોડો અને ફરી ૫ અંકની ગણતરી કરો.

🧘‍♂️ સમયની સાથે ૫ અંકની ગણતરી ૧૦ અંક સુધી લઇ જઈ શકો છો. ૧૦ મિનીટ સુધી આ પ્રાણાયામનો અભ્યાસ કરવો.

Image Source : 

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

 

Leave a Comment