જો અમીર બનવું હોય તો જાણો તમારે આ ૩ માંથી ક્યાં રસ્તે ચાલવું જોઈએ…કેમ ૯૦% મિડલ ક્લાસ હોય છે જાણો અહીં.

જાણો તમે અત્યારે ક્યાં રસ્તા પર ચાલી રહ્યા છો તેનાથી……તમે શું બનશો ? અમીર, ગરીબ કે મિડલ ક્લાસ ?

આજે દુનિયામાં ૧૦% કરતા પણ ઓછા લોકો કદાચ અમિર છે બાકીના ૯૦% લોકો મિડલક્લાસ અને ગરીબ છે…

Image Source :

અહીં અમારો આશય કોઈ ગરીબ લોકો કે મિડલ ક્લાસ લોકોની મજાક કે નીચું દેખાડવાનો નથી પણ એ વાત જણાવવાનો છે કે, એક યોગ્ય દિશા અને યોગ્ય નિર્ણય વડે તમે પણ અમીર બની શકો છે એ જણાવવાનો છે. અમે તમને ૩ લેન (રોડ કે રસ્તા) બતાવવા જઈ રહ્યા છીએ જે તમને હેલ્પ કરશે કે તમે ક્યાં રસ્તે જઈ સફળતા મેળવી શકશો. અને અત્યારે તમે ક્યાં રસ્તે છો તે પણ જાણી શકશો.

Image Source :

મોટાભાગના લોકોની લોકોની એવી જ ઈચ્છા હોય છે કે તે ભવિષ્યમાં અમીર જ બને… હા, ભાગ્યે કોઈ એવા માણસ પણ મળી જાય કે જે અમીર બનવાની ઈચ્છા ના રાખે પણ એટલી ઈચ્છા તો જરૂર રાખે કે તેની પાછળની જીંદગી આરામથી પસાર થાય તેટલા પૈસા કે તેટલી અમીરી તો હોવી જોઈએ..એટલે કે, એક સારું ઘર, સારી હેલ્થ અને જરૂરિયાત પૂરી થાય એટલા પૈસા આજના તમામ લોકોની જરૂરિયાત છે પછી ભલે એ અમીર હોય કે ગરીબ.
તો ચાલો આપને વધુ સમય ના વ્યર્થ ના કરતા આપને તે ત્રણ લેન (રસ્તા ) વિશે વાત કરીએ.

(૧) પહેલો રસ્તો છે…. “સાઈડ વોક”

Image Source :

સાઈડ વોકર તેને કહેવાય જે પોતાની આગવી ઓળખ વડે પૈસા કમાતા હોય છે. અને તે જયારે પોતાની આગવી ઓળખ ગુમાવે છે ત્યારે તે પૈસા કમાતા પણ બંધ થઇ જાય છે.
તે કેટેગરીમાં અત્યારે અભિનેતા, અભિનેત્રીઓ જેવા લોકો કે રમતવીરોનો પણ સમાવેશ થાય છે કે અન્ય પોતાની કોઈ આગવી ઓળખ વડે પૈસા કમાતા હોય તેનો સમાવેશ થાય છે.
હવે આમ જોવા જઈએ તો અતરે અભિનેતા કે અભિનેત્રીઓ ઘણા રૂપિયા કમાઈ લેતા હોય છે, અને પોતાની રંગીન લાઈફ સ્ટાઈલથી જીવન જીવતા હોય છે. અને તે પોતાના શરીર અને પોતાની જીવન શૈલી પર પણ મોટા ભાગના પૈસા ખર્ચી નાખતા હોય છે. મતલબ કે કમાણી વધુ અને તેના ખર્ચા પણ વધુ. Image Source :

પણ જયારે આવા લોકોને કામ મળતું નથી ત્યારે તે સદંતર કમાતા બંધ થઇ જાય છે કેમ કે, આવા લોકોને બીજું કોઈ કામ કરવાનું આવડતું પણ નથી હોતું કે, નથી તેની પાસે હોતી કોઈ સાઈડ ઇન્કમ. તેથી આ રસ્તા પર ચાલનાર પાસે જ્યાં સુધી પોતાની કળા હોય ત્યાં સુધી જ કમાઈ શકે છે. હા અમુક કેસ આપણને એ પણ જોવા મળે કે આ લાઈન માં હોય તે લોકો આજીવન કમાઈ લેતા હોય છે… દા.ત. અમિતાભ બચ્ચન.

Image Source :

માટે તમે અવાર નવાર ન્યુઝ માં સંભાળતા જ હશો કે, એક જમાનાની પ્રખ્યાત અભિનેત્રી કે અભિનેતાનું ગરીબીના કારણે થયું આ ખતરનાક બીમારીમાં મૃત્યુ.
માટે મિત્રો યાદ રાખો, કે આ લાઈન પર ચાલવાથી તમને ત્યાં સુધી જ પૈસા મળશે જ્યાં સુધી તમારામાં ટેલેન્ટ કે તાકાત હશે…જો તમે ઈચ્છો તો આ રસ્તે પણ જઈ શકો છો…. નહિ તો તેનાથી પણ સારો રસ્તો છે આપની પાસે જુઓ નંબર બે રસ્તો….

(૨) બીજો રસ્તો…….. “સ્લો લેન (ધીમો રસ્તો)” Image Source :

આ રસ્તો એવો છે કે જ્યાં દુનિયાની ૯૦% વ્યક્તિઓ ચાલે છે. આ રસ્તામાં એવું હોય છે કે, તમે સારી રીતે મીડીયમ લાઈફમાં જીવી રહ્યા છો. તમે એક સારું એજ્યુકેશન મેળવ્યું હોય, પછી એક સારી જોબ મળી જાય એટલે વાત પૂરી.
પછી કર્યા કરો ૫૦ વર્ષ સુધી મન્ડે તું સેટરડે જોબ અને એન્જોય કરો સન્ડે. અને તમારી બચાવેલી મૂડી મૂકી દો બેંકમાં અને વાર્ષિક વ્યાજની આશા રાખ્યા કરો. એક નાનકડું ઘર હોય, એક ગાડી હોય અને સારી પત્ની અને બાળકો……Image Source :

એક સામાન્ય માણસ આટલી જ આશા રાખતો હોય છે……પણ….પણ…પણ તે માણસ સપના તો અમીર બનવાના જ જોતો હોય છે. પણ અમીર બનવાના રસ્તા પણ પગ ક્યારેય મુકતો નથી. કારણ કે તેને ત્યાં ડર લાગે છે કે, આપને સફળ નહિ બનીએ તો આપનું શું થશે..? ક્યાં જઈશું ? કોણ નોકરી આપશે અને કોણ છોકરી આપશે? જેવા અજબ ગજબના ખ્યાલ મગજમાં લાવ્યા કરે છે.

અને અમીરીના સપના જોતો જોતો મિડલ ક્લાસમાં જ જીવન પસાર કરી દે છે. પણ ઉપરના રસ્તા કરતા આ રસ્તો આસન, સરળ અને સુરક્ષિત છે. પણ આ રસ્તે ચાલતા ચાલતા તમે ક્યારેય તમારા સપના પુરા નથી કરી શકતા. મોટા ભાગના તમારાં સપના અધૂરા જ રહી જતા હોય છે. Image Source :

જો આ રસ્તે ચાલતા હશો તો માની લેજો કે, ૬૫ વર્ષના થશો ત્યારે તમારી પાસે વીમો, વ્હીલચેર, ઘર અને એક કાર સિવાયની બીજી મૂડી તો કોઈ નહિ જ હોય અને કદાચ આમાંથી પણ કૈક વસ્તુ ના પણ હોય. અને કેટલાયની હાલત તો ૬૫ વર્ષ પછી એવી થાય છે કે ના પૈસા હોય કે ના કોઈ ઘર કે, ના કાર. અને આ એજ વ્યક્તિઓ હોય છે જેને પોતાની યુવાની મોજશોખમાં અને કોઈ પણ જાતના પ્લાનીંગ વગર જીવ્યા હોય છે.

શું….શું… તમારે અમીર થવું છે ? જીંદગીમાં તમારી અમીર બનવાની ઈચ્છા પૂરી કરવી છે? તો અમે આપને ચાલો એ રસ્તો પણ બતાવીએ જોઈએ કે તમે શું તે રસ્તે ચાલવા માટે કેપેબલ છો કે નહિ.

(૩) ત્રીજો રસ્તો….. “ફાસ્ટ લેન (ઝડપી રસ્તો)”Image Source :

આ રસ્તો તમને ખુબ અમીર કરી દેશે અને તમારું ભવિષ્ય પણ સુરક્ષિત કરી દેશે. જો તમે આ રસ્તે ચાલશો તો હો… તો શું તમે આ રસ્તા વિશે જાણવા અને આ રસ્તે ચાલવા ઈચ્છો છો?
તમે આ રસ્તે ચાલવા માંગો છો તો ચાલો તમને બે ત્રણ સવાલ પહેલા પૂછી લઉ…

૧. શું તમે મોટા ભાગનો સમય ટીવી જોવામાં જ વિતાવો છો…. એજ સીરીયલ કે બીજી કામ વગરની માહિતી જોવામાં?

૨. શું તમે પૂરા દિવસનો મોટા ભાગનો સમય સોશિયલ મીડિયામાં જ કઈ પણ જરૂરી કામ વગર કાઢો છો ? કે બીજાના વોટ્સ અપના અને ફેસબુકના સ્ટેટસ જોવામાં જ સમય કાઢો છો..Image Source :

૩. તમને યાદ છે છેલ્લે તમે કઈ બૂક વાંચેલી….હા, પણ નવલકથા કે નવલિકાનિ વાત નથી કરતા હો, કોઈ ઇન્નોવેશન, સેલ્ફ ડેવલપમેન્ટ કે મોટીવેશન અને મહાન માણસોના જીવન ચરિત્ર પરની બુકની વાત કરી રહ્યા છીએ….. શું નથી વાંચી..?

ઠીક છે, ચાલો કોઈ વાંધો નહિ જગ્યા ત્યારથી સવાર…ચાલો આ ફાસ્ટ રસ્તે વધુ અમીર કે સારી જીંદગી કેમ મેળવી શક્ય તેના વિશે વાત કરીએ.
આ રસ્તામાં એવું છે કે, તમારે કોઈ એવું કામ કરવું પડશે કે જે બીજા લોકોને તમે વેલ્યુ આપી શકો, અહીં વેલ્યુ એટલે કોઈ પૈસા આપવાની વાત નથી. પણ તમે બીજા લોકોને કેટલા હેલ્પફુલ બની શકો છો તેની વાત છે. Image Source :

દા.ત. FLIPKART અને AMAZON એ આનું બેસ્ટ ઉદાહરણ છે. કે તેમણે લોકોને વેલ્યુ આપી તમારે દેશના કોઈ પણ ખૂણે રહેલી વસ્તુ જોઈતી હોય તો તમે આ સાઈટ પરથી મંગાવી શકો છો. આના માટે તમારે ત્યાં જવાની જરૂર નથી.
જીઓ ટેલીકોમએ લોકોને વેલ્યુ આપી, બીજી કંપનીઓ ૩૦૦/૪૦૦ રૂપિયામાં જેટલી સેવાઓ એક મહિના માટે આપતી તેટલી જ સેવા જીઓએ આપણને ૨૪ કલાકમાં આપી દીધી.
આ બંને કંપની શરુ થઇ ત્યારે તો એ એકદમ નાની જ હતી પણ તેનો આઈડિયા એકદમ હટકર હતો એટલે તેમને આ ફાસ્ટ લેન પર તેના માલિકોને કરોડો પતિ…. સોર્રી અબજો પતિ બનાવી દીધા. હવે તમે જ કહો જો તેના માલિકો પણ કોઈ રિસ્ક ના લઇ આ કંપની શરુ જ ના કરી હોત તો તે ક્યારેય અમીર ના બની શકત.Image Source :

પણ રિસ્ક લેવું અને કઈ રીતે રિસ્ક લેવુ એ પણ એક મહત્વની વાત છે. જો આ લેખ વાંચીને તમે કોઈ રિસ્ક લેવાનું વિચારતા હોય તો ઉભા રહો.. તમારે પહેલા ટીવી, સોશિયલ મીડિયા જેવી બાબતો થી દુર થઈને સારા વિચારો ધરાવતી બૂકનું વાંચન કરવું જોઈએ. ઉપરથી તમારે મહાન લીડરના જીવન ચરિત્ર પણ જાણવા જોઈએ.

તમારા મગજને પૂર્ણ રીતે બદલીને નવા વિચારથી ભરી દેવું પડશે.. આ ભાઈ લાગે એટલું આસન કામ નથી એટલે જ તો દુનીયાની ૯૦% વસ્તી મિડલ ક્લાસમાં જીવે છે અને મિડલ ક્લાસમાં જ મૃત્યું પામે છે.
જો તમે આવી કોઈ વસ્તુ વસ્તુ કે બીઝનેસ કરો જે તમને થોડા ટાઈમમાં જ વધુ પૈસા કમીને આપી શકે. ભલે શરૂઆતમાં તમે કઈ ના કમાઈ શકો પણ સમય જતા તમે એવી રીતે પૈસા કમાવાની શરૂઆત કરો કે, ભલે કામ ના કરો પણ તમારા પૈસા આવતા જ રહે તેવી પેસીવ ઇન્કમ ઉભી કરો.
હવે છેલ્લા ઉદાહરણ સાથે આપણે આ લેખને વિરામ આપીએ..Image Source :

ઉદાહરણ એ છે કે, જીઓ ટેલીકોમ જયારે લોન્ચ નહોતું થયું ત્યારે અન્ય ટેલીકોમ કંપનીઓ તમારી પાસે થી ૧ જી.બી ડેટાના પણ ૩૦૦-૪૦૦ રૂપિયા લઇ લેતા હતા… પણ જ્યારે જીઓ આવી છે ત્યારથી બીજી કંપનીઓને માર્કેટમાં ટકી રહેવાના પણ ફાફા પાડવા લાગ્યા છે. કેમ કે, જીઓ અત્યારે રોજ એટલો ડેટા આપે છે જેટલો ડેટા પેલી કમ્પની આપણને ૧ મહિના માટે આપતી..

હવે તમે યાદ રાખો કે જેમ મુકેશ અંબાનીજીએ પૈસા કરતા લોકોને વધુ વેલ્યુ આપી પણ એની સામે લોકોએ તેને એટલો નફો પણ કરાવ્યો..અન્ય કેટલીય ટેલીકોમ કંપની આપણને લૂટતી રહી. તે કંપનીએ પબ્લીકને આટલી વેલ્યુ આપી ના હતી. એટલે પબ્લીકે પણ અત્યારે તેને ફેંકી દીધી….
માટે મિત્રો યાદ રાખો તમારો બીઝ્નેસ બીજાને વેલ્યુ આપી શકે એવો રાખો તો તમારા માટે આગળ વધવું કોઈ અશક્ય વાત નથી. Image Source :

અંતમાં આ અમીર બનવાની ફાસ્ટ લેન પર ચાલવા માટે અમે તૈયાર હોવ તો જોડાઈ જાવ અમારી સાથે, કેમ કે અમે આવા જ સારા સારા વિચાર અને અન્ય મહત્વની માહિતી ધરાવતા લેખ ઉપલોડ કરતા રહીએ છીએ.

આ લેખ એ મહત્વની ઈંગ્લીશ બૂક The Millionaire Fastlane માંથી એક ઉપસંહાર તરીકે આપ્યો છે, અને આવી બીજી પણ કામની ઈંગ્લીશ બૂકના ગુજરાતીમાં અનુવાદ આપના માટે લઈને આવીશું.
જો આ લેખ આપને ગમ્યો હોય કે કૈક શીખવાનું મળ્યું હોય તો શેર જરૂર કરજો.

Image Source :

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

Leave a Comment