ભાગ ૧૨ / બ્રામ્હણને સિદ્ધી શા માટે ન મળી ?
વિક્રમે ફરી વેતાળને પોતાની પીઠ પર ઉપાડ્યો અને આગળ ચાલતો થયો અને હંમેશની જેમ વેતાળે વાર્તા શરૂ કરી.
વાત છે ઉજ્જૈન નગરીની. તે નગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો. અત્યંત ગરીબ . તેને ત્રણ સંતાન હતા, બે પુત્ર અને એક નાની પુત્રી એમ ત્રણ સંતાન હતા. તે તેની પત્ની અને સંતાન સાથે ગરીબીનું જીવન ગળતો હતો. તેનો મોટો પુત્ર હતો ગુણકર . તેને એક ખરાબ લત હતી. ઘરેથી પૈસા ચોરી જુગાર રમવાની ટેવ હતી.
એક દિવસની વાત છે. જ્યારે રાત્રે બ્રાહ્મણ સુતો હતો ત્યારે તેણે રાખેલ પૈસા ગુણકર ચોરી જુગાર રમવા જતો રહ્યો. ગુણકર જુગારમાં ચોરેલા પૈસા હારી રહ્યો હતો.
બીજી બાજુ ઘરે બ્રાહ્મણ અને તેનું પરિવાર સુતા હતા. ત્યાં દરવાજે કોઈએ દસ્તક આપી. બ્રાહ્મણે દરવાજો ખોલ્યો તો શાહુકારના માણસો હતા. તે પૈસાની ઉઘરાણી કરવા આવ્યા હતા. તેઓ એ ધાક ધમકી આપી બ્રાહ્મણ પાસે પૈસા માગ્યા. બ્રાહ્મણ તેના ઓશિકા નીચેથી પૈસા કાઢવા ગયો. તો તેણે જોયું કે ત્યાંથી પૈસા ગાયબ હતા. તે પૈસા ગુણકર ચોરી જુગાર રમવા લઇ ગયો હતો. પૈસા ન આપવાથી શાહુકારના માણસો બ્રાહ્મણને મારી મારી ને શાહુકાર પાસે લઇ ગયા. અને ત્યાં પણ ખુબ જ માર્યો. Image Source :
અને તેને બંદી બનાવવા આજ્ઞા કરી અને ઘરે કહેડાવ્યું કે, જ્યાં સુધી તેના પરિવાર વાળા પૈસા નહિ ચૂકવે ત્યાં સુધી તેને છોડશે નહિ. ત્યાં તેની પત્ની પોતાના બચેલા ઘરેણા લાવી શાહુકારને આપી બ્રાહ્મણને છોડાવ્યા. અને ઘરે આવ્યા.
ત્યાં પેલી બાજુ ગુણકર ઘરેથી ચોરેલા પૈસા જુગારમાં હારી ગયો. હાર્યા બાદ જુગારીઓને કોણ રાખે. તે ઘરે ગયો અને જોયું કે તેના પિતાજીને ખુબ જ માર પડ્યો હતો. તેનાથી તેના પિતા પીડાતા હતા. તે જોઈ ગુણકારને મનમાં ખુબ જ દુઃખ થયું. તેના પિતાજીએ ગુણકરને જોયો ખુબ જ ગુસ્સે થયા. અને તેને ઘરની બહાર કાઢી મુક્યો.
ગુણકરે રાતો રાત ઘર છોડ્યું અને નગર પણ છોડ્યું. તે આગળ આગળ ચાલતો ગયો. ત્યારે તેણે જોયું કે દુનિયામાં દયા, સ્નેહ ક્યાંય હોતા નથી. તેની માતાની જેમાં કોઈ થાળી પીરસતું ન હતું. તેને ખબર પડી કે કંઈ કર્યા વગર કંઈ જ મળતું નથી. એક વખત ગુણકરને ખાવાનું ન મળતા તેની શારીરિક હાલત બગડી. શરીર દુર્બળ અને નબળું પડ્યું અને તેને ચક્કર આવવા લાગ્યા. ત્યાંથી એક સાધુ પસાર થયા તેણે ગુણકરને જોયો તેને ભાનમાં લાવી તે સાધુ પોતાની જગ્યાએ લઇ ગયો. ગુણકરે સાધુને વિનંતી કરી કે મારે ભોજન કરવું છે મને કંઇક ભોજન આપો. ત્યારે સાધુએ મંત્ર દ્વારા એક પાંદડું ઉત્પન્ન કર્યું અને તેને ખાવા માટે આપ્યું. ત્યારે તે પાંદડું ખાતા જ તેની ભૂખ સંતોષાઈ ગઈ. તેણે આ ચમત્કાર વિશે સાધુને પૂછ્યું. પરંતુ સાધુએ તેને કંઈ જણાવ્યું નહિ.
અને તેને ગુફામાં અંદર આરામ કરવા કહ્યું. પરંતુ ગુણકર અંદર જાય છે ત્યાં તો ચમત્કાર જોઈ આશ્વર્યમાં પડી ગયો. ગુફાની અંદર તો મહેલ હતો તેમજ એક સુંદર કન્યા તેની સેવા માટે ઉભી હતી. આ જોઈ તે પાછો સાધુ પાસે ગયો. અને તેની પાછળનું રહસ્ય પૂછ્યું, ત્યારે સાધુએ જણાવ્યું કે તેણે તે મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તપસ્યા કરી તેથી જ તેવા ચમત્કાર થઇ રહ્યા છે.
આ જાણી ગુણકરને પણ તે સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની લાલસા જાગી. તેણે ગુરુજીને તે વિદ્યા શીખવવા વિનંતી કરી. પરંતુ સાધુએ તેને સમજાવ્યો કે તે ખુબ જ કઠીન છે. પરંતુ ગુણકર ન માન્યો. અને અંતે ગુરુજી તે શીખવવા માટે તૈયાર થયા. અને જણાવ્યું કે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે બે ચરણો છે. તેમાંથી પસાર થઈશ ત્યારે તને બધી સિદ્ધિઓ પ્રાપ્ત થશે. બે ચરણમાંથી પહેલું ચરણ ગુરુજીએ જણાવ્યું કે, તેમાં ગુણકર તારે ધ્યાન, મંત્ર પાઠ, યોગ અને ઘોર તપસ્યા કરવાની રહેશે.
ગુરુની વાત જાણી ગુણકર ઘોર તપસ્યા, ધ્યાન અને મંત્રોચાર તેમજ કઠોર યોગમાં લાગી ગયો. અને અંતે તેની મહેનતમાં સાકાર થયો અને તેના પહેલા ચરણમાં ગુણકરને સફળતા પ્રાપ્ત થઇ. ગુરુજીએ તેની પ્રશંસા કરતા તેને બીજું ચરણ સાધનાનું જણાવ્યું. પરંતુ ગુણકરે ગુરુજીને વિનંતી કરી કે સાધના પહેલા તે એક વાર ઘરે જઈ તેના પરિવારને મળવા માંગે છે. ગુરુજીએ કહ્યું કે, જેવી તારી ઈચ્છા. પરંતુ ગુણકરે ગુરુજી પાસે ઘરવાળા લોકો માટે ભેટ માંગી તેમજ પૈસા માંગ્યા. ગુરુજીએ ગુણકરના ઘરના લોકો માટે કપડા આપ્યા ભેટ રૂપે અને મોહરો પણ આપી. ગુણકર ખુશ થઇ આ બધું પોતાના ઘરે લઇ ગયો. અને ઘરવાળાઓ આ જોઈ ખુબ જ ખુશ થયા. અને આની પાછળનું કારણ પૂછ્યું, ત્યારે ગુણકરે સિદ્ધિ વિશે જણાવ્યું.Image Source :
થોડા દિવસ ઘર સંચારમાં રહી તે પાછો ગુરુજી પાસે આવ્યો અને ગુરુજીની આજ્ઞા લઇ સાધના કરવા લાગ્યો.
ખુબ સાધના કર્યા બાદ તે ગુરુજી પાસે આવ્યો અને ગુરુજીને જણાવ્યું કે, “હવે તો મને એ સિદ્ધિ પ્રાપ્ત થઇ ગઈ હશે, મેં ખુબ જ ઘોર તપ અને સાધનાઓ પ્રાપ્ત કરી છે.” ત્યારે ગુરુજીએ કહ્યું કે કંઈ ખાવાનું આપ. ત્યારે ગુણકરે ખુબ જ મંત્રોચાર કર્યો પરંતુ કશું જ ઉત્પન્ન ન થયું. અને તે ગુસ્સે થઇ ગયો કે તેને સાધના કર્યા બાદ પણ સિદ્ધિ શા માટે પ્રાપ્ત ન થઇ.
આટલી વાર્તા કહી વેતાળે અહીં વાર્તાને અટકાવી વિક્રમને પ્રશ્ન પૂછ્યો કે, “ગુણકરને આટલું ઘોર તપ, કઠીન યોગ, મંત્રપાઠ તથા સાધના બાદ પણ તે પરમ સિદ્ધિ શા માટે પ્રાપ્ત ના કરી શક્યો ?”
ત્યારે વિક્રમે જવાબ આપતા કહ્યું, “ગુણકરે મહેનત કરી તેમાં કોઈ સંદેહ નથી. પરંતુ તે એક ભૂલ કરી બેટો તે સાધના વચ્ચે તે સાધનને છોડીને ઘરે ચાલ્યો ગયો. તે થોડી વાર માટે તો થોડી વાર માટે પણ ઘર સંસારમાં ભટક્યો. તેથી તેને તે સિદ્ધિઓ પ્રાપ્ત ના થઈ. અને આગળ વિક્રમે જણાવતા કહ્યું, “સિદ્ધિઓ ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે આપણું સંપૂર્ણ ધ્યાન તેના પર જ કેન્દ્રિત કરવામાં આવે. મોહ, માયા લાલસાથી પર થઇ તેના પર ધ્યાન આપવામાં આવે ત્યારે.”
વેતાળ વિક્રમનો જવાબ સાંભળી ખુબ જ પ્રસન્ન થયો અને વિક્રમની બુદ્ધિની પ્રશંસા કરતો પાછો ઉડીને ઝાડ પર લટકાઈ ગયો.
પરંતુ મિત્રો આ વાર્તામાંથી ખુબ જ સુંદર બોધ મળે છે. કે માણસે પોતાના લક્ષ્ય પર અડગ રહેવું જોઈએ. જો તે પોતાનું સમગ્ર ધ્યાન પોતાના લક્ષ્યને સિદ્ધ કરવામાં લગાવે તો તે પ્રાપ્ત કરતા કોઈ અટકાવી શકતું નથી. તે માણસના મનના દ્રઢ નિશ્વય પર આધારિત છે.
મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro
મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ
Image Source: Google