🌽 ચોમાસા માટે હેલ્થી મકાઈની ગરમા ગરમ વાનગીઓ….🌽
વરસાદની ઋતુમાં ગરમા ગરમ વાનગીઓ ખાવાની મજા અનોખી છે. મિત્રો સ્વાસ્થ્ય વર્ધક મકાઈની અમે એવી વાનગીઓ લાવ્યા છીએ. જે સરળતાથી અને ઝડપથી સ્વાદિષ્ટ વાનગી બની જશે. તેમજ ચોમાસામાં વરસાદની ઠંડકમાં તેને ખાવાની મજા અલગ જ આવશે.
Image Source
🌽 ૧] ચટપટા મકાઈના સમોસા.🌽
સામગ્રી:
- ૨ કપ મેંદાનો લોટ,
- ૨૦૦ ગ્રામ બટેકા,
- ૩ મકાઈના ડોડા,
- ૧ ચમચી પીસેલી કોથમીર,
- થોડો ફુદીનો,
- દોઢ ચમચી, તેલ અડધી ચમચી લાલ મરચું પીસેલું,
અડધી ચમચી આમચૂર પાવડર,Image Source
- ૧ ચમચી શેકેલું જીરું,
- સ્વાદ અનુસાર મીઠું,
- તેમજ સમોસાને તળવા માટે તેલ.
બનાવાની રીત.
🌽 સૌપ્રથમ મેંદામાં ૧ ચમચી જેટલું તેલનું મોણ નાખી પાણી વડે લોટ બાંધી લો.
🌽 હવે મકાઈના દાણા કાઢી લો. અને તે દાણાને બાફી થોડા અધકચરા પીસી લો.
🌽 બટેટા બાફીને તેનો માવો બનાવી લો.
🌽 હવે અડધી ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થયા બાદ તેમાં જીરું અને કોથમરી ઉમેરી શેકો.
🌽 તે બદામી રંગ જેવું લાગે ત્યારે તેમાં બટેકા અને મકાઈનું મિશ્રણ ઉમેરી તેને હલાવી ઉતારી લો અને ઠંડુ થવા દો.
🌽 મેંદાના બાંધેલા લોટમાંથી લુઈ બનાવો અને તેને ગોળ રોટલીની જેમ વણો.
🌽 ગોળ વણ્યા બાદ તેને વચ્ચેથી કાપી બે ભાગ કરી લો.
🌽 એક બાજુના ભાગમાં મિશ્રણ નાખી બીજા ભાગ વડે તેને સીલ કરો.
🌽 પછી ગરમ તેલમાં ધીમા તાપે સમોસા તળી લો.
🌽 ગરમ ગરમ સમોસા લાલ ચટણી તથા ટમેટા કેચપ સાથે ખાઈ તેની મજા માણો.
🌽 ૨] લઝીઝ મકાઈ રોલ્સ.🌽
સામગ્રી:
- એક તાજો મકાઈનો ડોડો,
૫ બ્રેડ, Image Source
- એક નાનો વાટકો નાળીયેરનું છીણ,
- ૧ લીલું મરચું ઝીણું સમારેલું,
- એક ડુંગળી ઝીણી સમારેલ,
- એક ટમેટું સમારેલું,
- અડધી ચમચી ગરમ મસાલો,
- તાજી કોથમીર ઝીણી સમારેલી,
- મીઠું સ્વાદ અનુસાર.
બનાવવાની રીત.
🌽 સૌથી પહેલા તો મકાઈના દાણા કાઢી તેને ઉકાળી લો.
🌽 ઉકાળેલી મકાઈને હવે અધકચરી પીસી લો.
🌽 ત્યાર બાદ પીસેલી મકાઈમાં ડુંગળી, ટમેટા,મરચા, મીઠું, ગરમ મસાલો, છીણેલું નાળીયેર વગેરે મિક્સ કરી દો.
🌽 હવે બ્રેડની કિનારીઓ કાઢી તેને મીઠા વાળા પાણીમાં ડુબાડી હલ્કા હાથે દબાવી પાણી થોડું નીતારો.
🌽 ત્યાર બાદ તેમાં મકાઈનો બનાવેલ માવો ફેલાવી તેનો રોલ બનાવો.
🌽 હવે તેલ ગરમ કરી તેને ડીપફ્રાય કરી લો.
🌽 તૈયાર છે લઝીઝ ચટપટા મકાઈ રોલ્સ.
🌽 હવે તેને મીઠી ચટણી તથા સોસ સાથે ગરમા ગરમ પીરસો.
🌽 ૩] સ્વીટ કોર્ન ખીર.🌽
સામગ્રી:
- ૧ તાજો મકાઈનો ડોડો,
- એક લીટર દૂધ,
- એક કપ ખાંડ,
- એક ચમચી એલચી પાવડર,
- માવાની કતરણ જરૂરિયાત મુજબ.
🌽 સૌથી પહેલા તાજા ડોડાના દાણા કાઢી લો.
🌽 હવે તેમાં જરૂરિયાત મુજબ દૂધ નાખી તે દાણાને પ્રેશર કુકરમાં જરૂરિયાત પ્રમાણે સીટી વગાડી પકાવી લો.
🌽 બાકી રહેલા દુધમાં ખાંડનાખી હલાવો અને દૂધ ઉકાળો.
🌽 ખીરને ઉપરથી એલચી પાવડર અને માવાની કતરણ નાખી તેને ઉતારી લો.
🌽 હવે તૈયાર છે સ્વીટ કોર્ન ખીર. તેને ગરમા ગરમ ખાઓ. Image Source
મિત્રો રસોઈ પણ એક કળા જ કહેવાય છે, કે હૃદયનો રસ્તો પેટથી થઈને નીકળે છે. આ આર્ટીકલમાં આપેલ રેસીપીથી તમને આ લેખ ગમ્યો તો અમને કોમેન્ટમાં ” ONCE MORE ” લખી જણાવો તો હજુ આવો એક લેખ આપ માટે લઈને આવીએ. તમારા આ શબ્દ અમારા માટે ખુબ મોટીવેશનનું કામ કરે છે.
💁 આ લેખ ગમ્યો હોય તો અન્ય ગૃહિણીઓ સુધી જરૂર શેર કરો. તેનાથી અમને પણ મોટીવેશન મળશે આવા બીજા લેખ લખવા માટે..
મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro
મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ
Image Source: Google