મિત્રો અસંતુલિત ખાણીપીણી અને ખરાબ જીવનશૈલી ના કારણે વાળથી જોડાયેલી સમસ્યાઓ ખૂબ જ સામાન્ય બની ગઈ છે. ઓછી ઉંમરમાં જ વાળ સફેદ થવા, વાળ ખરવા, વાળમાં સ્કેલ્પ થી જોડાયેલી સમસ્યાઓ ખૂબ જ સામાન્ય થઇ ગઈ છે. આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે લોકો દરેક પ્રકારના પ્રોડક્ટ નો ઉપયોગ કરે છે. વળી માર્કેટમાં હાજર પ્રોડક્ટ કેમિકલ યુક્ત હોય છે. આ પ્રોડક્ટ નો ઉપયોગ કરવાથી તમારા વાળને નુકસાન પણ થઈ શકે છે. વાળથી જોડાયેલી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે કુદરતી વસ્તુઓ નો ઉપયોગ ફાયદાકારક માનવામાં આવે છે.
વાળ માટે અંજીર પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અંજીરમાં હાજર ગુણ અને પોષક તત્વો વાળને ઝડપથી મજબૂત બનાવવા અને હેરફોલ સહિત અનેક ગંભીર સમસ્યાઓથી છુટકારો અપાવવામાં ખૂબ જ ફાયદાકારક છે. તો આજે આપણે આ લેખના માધ્યમથી વાળ માટે અંજીર ના ફાયદા અને તેને ઉપયોગ કરવાની રીત વિશે વિસ્તારપૂર્વક જાણીશું.👉 વાળ માટે અંજીર ના ફાયદા:- અંજીર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ફળો માંથી એક છે. તેનો ઉપયોગ વાળથી જોડાયેલી અનેક ગંભીર સમસ્યાઓમાં ફાયદાકારક છે. અંજીરનું સેવન કરવાથી પણ તમારા વાળની સમસ્યાઓ દૂર થાય છે. અંજીરમાં હાજર મેગ્નેશિયમ, વિટામિન સી, આયર્ન અને એન્ટિઓક્સિડેન્ટ ગુણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. સ્કેલ્પનું બ્લડ સર્ક્યુલેશન વધારવાથી લઈને વાળ ખરવાની સમસ્યામાં અંજીર નો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
👉 અંજીર નો ઉપયોગ કરવાથી તમને આ સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ મળે છે.
1) હેર ફોલ ને નિયંત્રિત કરવામાં ફાયદાકારક:- હેરફોલ થી છુટકારો મેળવવા માટે અંજીર નો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છ. અંજીરમાં હાજર ગુણ વાળને પોષણ આપે છે અને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેમાં હાજર વિટામિન ઈ અને સી વાળને ખરતા અટકાવે છે અને જડ થી મજબૂત બનાવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.
2) સ્કેલ્પ ના બ્લડ સર્ક્યુલેશન માં સુધારો કરે:- અંજીર નો ઉપયોગ કરવાથી તમારા સ્કેલ્પ ના બ્લડ સર્ક્યુલેશન માં સુધારો થાય છે. બ્લડ સર્ક્યુલેશન માં સુધારો થવાથી તમારા વાળને યોગ્ય પોષણ મળે છે અને વાળનો ગ્રોથ વધે છે. તેનાથી તમારા વાળ ઝડપથી મજબૂત થાય છે અને અનેક સમસ્યાઓ પણ દૂર થાય છે.3) ડેન્ડ્રફ થી છુટકારો:- ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે પણ અંજીર નો ઉપયોગ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. અંજીરમાં હાજર ગુણ સ્કેલ્પ અને વાળમાં જામેલી ગંદકીને બહાર કાઢવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. અંજીરથી બનેલા હેર પેક નો ઉપયોગ કરવાથી તમને ડેન્ડ્રફ થી છુટકારો મળે છે.
4) વાળનો ગ્રોથ વધારે:- વાળનો ગ્રોથ વધારવા માટે પણ અંજીરથી બનેલા હેર પેક નો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં હાજર ગુણ વાળ ને પોષણ અને મજબૂતી આપવાનું કામ કરે છે અને તેનાથી બનેલા પેક નો ઉપયોગ કરવાથી તમારા વાળનો ગ્રોથ વધે છે.
5) વાળમાં ચમક વધારે:- વાળને શાયની અને જાડા બનાવવા માટે પણ અંજીર થી બનેલા હેર માસ્ક નો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. તેનો નિયમિત રૂપે ઉપયોગ કરવાથી તમારા વાળનો વિકાસ ઝડપથી થાય છે.
વાળમાં કેવી રીતે કરવો અંજીર નો ઉપયોગ?:- વાળમાં અંજીર નો હેર માસ્ક લગાવવાથી તમને અનેક ફાયદા મળે છે. તેને તૈયાર કરવા માટે સૌથી પહેલા બે થી ત્રણ અંજીરને પલાળી દો આખી રાત પલળ્યાં બાદ તેને સારી રીતે સાફ કરીને છોલી લો. તેમાં બે થી ત્રણ ચમચી દહીં, એક ચમચી મધ અને ગુલાબજળ મેળવો અને સરસ રીતે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને વાળ અને સ્કેલ્પ પર સરસ રીતે લગાવો. લગભગ 20 મિનિટ બાદ વાળને સરસ રીતે સાફ કરી લો. અઠવાડિયામાં બે થી ત્રણ વાર તેનો ઉપયોગ કરવાથી તમને ફાયદો મળશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી