મિત્રો આપણે આજના મોઘવારી ભરેલા યુગમાં બને એટલી બચત કરતા હોઈએ છીએ. તેમજ આજે દરેક ઘરે કાર અથવા તો ટુ વ્હીલર હોય છે. જેને સામાન્ય રીતે લોકો ઘરે ધોવે છે. કારણ કે બહાર ધોવાના ખુબ જ પૈસા થાય છે. પણ જો તમે ઘરે જ કાર ધોતા હોય તો તમારે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
ઘરે ગાડી આવી ગયા પછી ક્યાંય પણ આવવા-જવાની સગવડ સાથે ઘણા પ્રકારની ચિંતાઓ પણ સાથે આવે છે. તેમાં ગાડીની સાર સંભાળ અને સાફ-સફાઈ મતો મુદ્દો છે. આમતો, આજના સમયમાં કાર માટે ઘણા હોમ સર્વિસ માર્કેટમાં ઉપલબ્ધ છે. જે દુકાને ગયા વગર જ તમારીઓ ગાડીને રીપેર કરવાથી લઈને સાફ પણ કરી લે છે.
કારણ કે, ઘરે પણ કાર ધોઈ શકાય છે, માટે મોટા ભાગના લોકો કાર વોશિંગમાં પૈસા ખર્ચ કરવાથી બચે છે. જોકે, કાર ધોવી પણ એટલું સરળ કામ હોતું નથી, જેટલું તે લાગે છે. તેને ધોતા સમયે નાની અમથી ભૂલ પણ તમારી બ્રાન્ડ ન્યુ કાર પર સ્ક્રેચ અને ડાઘ લગાડી શકે છે. એવામાં આજે અમે તમને એ કોમન મિસટેક વિશે જણાવી છીએ જેના કારણે કારની ચમક ફિકિ પડી જાય છે. 1) ડાયરેકટ સનલાઇટમાં ગાડી ધોવી:- ગાડીને સુકવવાના ચક્કરમાં અમુક લોકો ગાડીને ડાયરેકટ સનલાઇટમાં ધોવાની ભૂલ કરે છે. જેનાથી ધોયા પછી ગાડીની ચમક આવતી નથી. એવામાં ગાડીને હંમેશા સવારે કે સાંજે કે શેડ નીચે ધોવી જોઈએ. તેનાથી ગાડી પર પાણીના નિશાન બને છે. અને ગાડી સ્પોટલેસ દેખાય છે.
2) ડિશ સોપ કે ડીટર્જંટ યુઝ કરવો:- કાર ધોવા માટે તમને ડિશ સોપ કે ડીટર્જંટ એક સરળ રીત લાગી શકે છે. પરંતુ તે કારના પેઈન્ટને ખરાબ કરવાનું કામ કરે છે. માટે તેના વધારે ઉપયોગથી બચવું જોઈએ. તમે હેર શેમ્પૂ અને કંડિશનરનો ઉપયોગ કરી શકો છો. પરંતુ ધ્યાન રહે કે, તેને વધારે સમય માટે કાર પર લગાડીને ન રાખવું. તે સિવાય તમે કાર માટે સ્પેશિયલ ડિઝાઇન કરેલા શેમ્પૂ પણ ખરીદી શકો છો.3) એક જ બકેટમાં સાબુ અને પાણીનો ઉપયોગ:- મોટાભાગના લોકો ગાડીને ધોતા સમયે એક જ બકેટમાં સાબુ અને પાણીનો ઉપયોગ કરવાની ભૂલ કરે છે. કાર ધોવાની સૌથી સરળ રીત છે એક બકેટમાં સાદું પાણી અને એકમાં સાબુ વાળું પાણી રાખવું. તેનાથી ગાડી સાફ કર્યા પછી સાબુ કે સર્ફના ડાઘ દેખાતા નથી. સાથે જ ગાડીની ચમક પણ વધી જાય છે.
4) બર્ડ પુપને લ્યુબ્રીકેશન વગર સાફ કરવું:- ગાડી પર ઘણી વખત બર્ડ પુપ આવી જતાં હોય છે. જેને તરત જ સાફ કરવા વધારે સારા રહે છે. કારણ કે સુકાઈ ગયા પછી તેને દૂર કરવા ખૂબ જ મુશ્કેળ બની જાય છે. એવામાં મોટા ભાગના લોકો તેને ખોતરીને સાફ કરે છે. આ રીત તમારી કાર પર સ્ક્રેચ લાવી શકે છે. માટે તેને દૂર કરવા માટે લ્યુબ કે ભીના કપડાંની મદદ લેવી સારી રીત ગણવામાં આવે છે. 5) જૂના ટાવલ કે ટીશર્ટથી ગાડી લૂછવી:- ઘરમાં જૂના ટાવલ અને ટીશર્ટને સાફ સફાઈના કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે. અમુક લોકો તેને કારને સાફ કરવા માટે પણ ઉપયોગમાં લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો તેનાથી તમારી ગાડીની ચમક ફિકી પડી જાય છે. હંમેશા કારણે સાફ કરવા માટે કોઇ સોફ્ટ કપડાંનો ઉપયોગ કરવો જોઈએ. જેમાં વધારે ઓબ્ઝર્વ કરવાની ક્વોલિટી હોય.
6) ટાયર પછી ગાડી સાફ કરવી:- કારને સરખી રીતે સાફ કરવી ખૂબ જરૂરી હોય છે. નહીં તો ગાડી સરખી રીતે સાફ થઈ શકતી નથી. તેની સાથે જ સ્ક્રેચ પાડવાનું જોખમ પણ ઓછું થઈ જાય છે. એવામાં જો તમે ઘરે ગાડી સાફ કરો છો તો, સૌથી પહેલા તેના ટાયર અને પછી બોડી સાફ કરવી. એવું કરવાથી ટાયરમાં લાગેલ કીચડ ઉડીને કારની બોડી પર પહોંચી શકતું નથી. જેનાથી ગાડી બીજી વખત સાફ કરવાની જરૂર પડતી નથી.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી