વધુ પાકેલા કેળા ખાવાથી શરીરને થાય છે 6 ગજબના ફાયદા, 99% લોકો નથી જાણતા આવા કેળાના ફાયદા….

મિત્રો હંમેશા પાકેલા કેળા ખાઈએ છીએ. પણ જો વધુ પડતા કેળા પાકી જાય તો આપણે તેને ખાતા નથી પણ ફેકી દઈએ છીએ. પણ શું તમે જાણો છો કે વધુ પડતા પાકેલા કેળા ખાવાથી તમને ઘણા ફાયદાઓ થાય છે. તેમાં રહેલ પોષક તત્વો તમારું સ્વાસ્થ્ય સારું રાખવામાં મદદ કરે છે. 

કેળાં પોષકતત્વોથી ભરપૂર હોય છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન, ફાઈબર, કેલ્શિયમ, આયરન અને પોટેશિયમ વગેરે પોષકતત્વો જોવા મળે છે. દરરોજ કેળાનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. મોટા ભાગના લોકો કાચા કેળાનું શાક બનાવીને ખાય છે. તેમજ પીળા રંગના કેળાને સીધા જ ખાવામાં આવે છે, કે સ્મૂદી બનાવવાં માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે કેળાં વધારે પાકી જાય છે તો, તેની છાલનો રંગ કાળો કે ભૂરો થઈ જાય છે. એવામાં ઘણા લોકો તેને સડેલું ગણીને ફેંકી દેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે વધારે પાકેલું કેળું ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ મળે છે? હા, વધારે પાકેલાં કેળામાં ટ્રીપ્ટોફેનની માત્રા વધારે હોય છે. તે સ્ટ્રેસ અને એંજાયટીને મટાડે છે. તે સિવાય તેમાં એન્ટિઓક્સિડેંટ પણ ભરપૂર માત્રામાં હોય છે. તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓથી છુટકારો મળી શકે છે. આજે આ લેખમાં ડાયેટિશિયન પાસેથી જાણીશું વધારે પાકેલાં કેળાં ખાવાના ફાયદા.

વધારે પાકેલાં કેળાં ખાવાના ફાયદા:-

1) સેલ્સને ડેમેજ થતાં અટકાવે છે:- વધારે પાકેલાં કેળામાં એંટીઓક્સિડેંટ્સની પ્રચુર માત્રા હોય છે. તેના સેવનથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે અને ઘણા પ્રકારની બીમારીઓથી બચાવ થાય છે. સાથે જ તે સેલ્સને ડેમેજ થવાથી પણ અટકાવે છે. આમ વધુ પડતા પાકેલા કેળા ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. 2) હ્રદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક:- વધારે પાકેલું કેળું હ્રદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ પ્રચુર માત્રામાં જોવા મળે છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. વધારે પાકેલું કેળું ખાવતાહી કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે. તે હ્રદયની બીમારીઓના જોખમને ઓછું કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. હ્રદયને સ્વસ્થ રાખવામાં પણ પાકેલા કેળા ખુબ જ ગુણકારી છે. 

3) પચાવવામાં સરળ:- વધારે પાકેલાં કેળાને પચાવવું ખૂબ જ સરળ હોય છે. તેમાં રહેલ સ્ટાર્ચ ફ્રી શુગરમાં બદલી શકાય છે, જેના કારણે તે ખૂબ જલ્દી પચી જાય છે. તેને ખાવાથી શરીરને ઇન્સ્ટેંટ એનર્જી મળે છે. નબળા પાચનતંત્ર વાળા લોકોએ વધારે પાકેલાં કેળાનું સેવન કરવું જોઈએ. આ કેળા પાચન કરવામાં પણ મદદ કરે છે. તમારી પાચન શક્તિ મજબુત કરે છે.4) છાતીમાં બળતરાથી રાહત:- વધારે પાકેલાં કેળાનું સેવન કરવાથી છાતીમાં બળતરાની સમસ્યા દૂર થઈ શકે છે. વાસ્તવમાં તે એક, એંટાસીડના રૂપમાં કામ કરે છે. તેમાં રહેલા ગુણ પેટની આંતરિક પરતને હાનિકારક એસિડથી બચાવ કરે છે. તેને ખાવાથી એસિડિટીની સમસ્યાથી રાહત મળે છે. જે લોકોને છાતીમાં બળતરાની તકલીફ હોય તેમના માટે પણ પાકેલા કેળાનું સેવન ખુબ જ લાભકારી છે.  

5) કેન્સરથી બચાવ કરે છે:- વધારે પાકેલાં કેળાની છાલમાં એક ખાસ પ્રકરના પદાર્થનું નિર્માણ થાય છે, જેને ટયૂમર નેક્રોસીસ ફેક્ટર કહે છે. તે કેન્સર ફેલાવનારા અને અન્ય અસામાન્ય કેશિકાઓને વધતી અટકાવવાનું કામ કરે છે. 

6) માંસપેશીઓના દુખાવાથી આરામ અપાવે છે:- જો તમે માંસપેશીઓના દુખાવાથી પરેશાન હોય તો, તમારે વધારે પાકેલાં કેળાનું સેવન કરવું જોઈએ. તેમાં પોટેશિયમ ખૂબ જ વધારે માત્રામાં હોય છે, જે માંસપેશીઓના દુખાવામાં રાહત અપાવવાનું કામ કરે છે. માંસપેશીઓને મજબુત બનાવવામાં પાકેલા કેળા મદદ કરે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment