કિસાન આંદોલનમાં લંગર અને પિઝ્ઝાની મજા ! ફૂટ મસાજ સાથે ભોગવે છે આવી આવી સુવિધાઓ….

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે કિસાન સિંધુ બોર્ડર પર 27 નવેમ્બરથી ધારણા કરવા માટે બેઠા છે. જેમાં કિસાનોએ પોતાના ટ્રેક્ટર-ટ્રોલીમાં જ પોતાનું ઘર બનાવી લીધું છે. ટ્રોલીને પોતાનો રૂમ બનાવીને બધી જ સુવિધા તેમાં ઉભી કરી દીધી છે. ખાદ્ય સામગ્રીથી લઈને સુવા સુધીની વ્યવસ્થા ટ્રોલીની અંદર કરવામાં આવી છે. તો ઘણા કિસાનો એવા પણ છે જેને નીચે સુવું પડે છે. ઘણા કિસાનોએ વોટરપ્રૂફ ટેન્ટનો પણ ઉપયોગ કરે છે.

પરંતુ આ બધા જ સાથે કિસાનો માટે ઘણી સદ્ધર સુવિધાઓ પણ સામે આવી છે. જેમાં કિસાનોને ખાનપાનમાં પિઝ્ઝાથી લઈને જીમ સુધીની સુવિધાઓ મળી રહી છે. તેમજ કપડા ધોવા માટે વોશિંગ મશીન અને ફૂટ મસાજરની  સુવિધા પણ છે. તો આજે અમે તમને એ બધી જ સુવિધાઓ ત્યાં કેમ ઉભી કરવામાં આવી તેના વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

ઘટના સ્થળ પર અમુક કિસાનો સવારે ઉઠીને, ન્હાયા બાદ શબ્દ કિર્તન કરે છે, જ્યારે તેની સાથે યુવાન કિસાનો ચા અને તેની સાથે ખાવા જેવા ભજીયા  વગેરે બનાવવામાં લાગી જાય છે. ત્યાર બાદ બધા નાસ્તો કરીને ધારણા કરવા માટે પહોંચી જાય છે. જ્યાં તેને આગળની રણનીતિની જાણકારી મળે છે. ત્યાં થોડો સમય વિતાવ્યા બાદ બપોરના સમયે ફરી ખાવાની તૈયારી માટે આવી જાય છે. બપોરે લંગર તૈયાર કરવામાં આવે છે. લંગર ચાખ્યા બાદ થોડી વાર આરામ કરે છે અને ઘરે વાતચીત કરે છે. અમુક અંદરોઅંદર આંદોલનની ચર્ચા કરે છે.

તો અમુક  કિસાનો એવા પણ છે જે સમય પસાર કરવા માટે પન્નાથી પણ રમે છે. યુવા કિસાનો અન્ય કામ પણ કરે છે. પછી સાંજના સમયે ચા થાય છે અને ત્યાર બાદ રાત્રીના ભોજનની તૈયારી શરૂ થઈ જાય છે. ભોજન બાદ થોડી વાર અંદરોઅંદર વાતચીત થાય છે અને ત્યાર બાદ સુવાનો સમય થઈ જાય છે. ઘટના સ્થળ પર આ રીતેની બધા જ કિસાનોની દિનચર્યા છે.

મહિલા કિસાનોએ આવીને મદદ કરવાનું શરૂ કર્યું : સિંધુ બોર્ડર પર ધારણાના શરૂઆતી દિવસોમાં માહિલા કિસાન ખુબ જ ઓછી હતી. જેને લંગર તૈયાર કરવાથી લઈને અન્ય બધા જ કાર્ય પુરુષ કિસાનો એ ખુદ જ કરવા પડતા હતા. પરંતુ કિસાનોને લાગ્યું કે આંદોલન લાંબુ ચાલી શકે છે. તેને ધ્યાનમના રાખતા પંજાબથી મહિલા કિસાન પણ ખુબ જ સંખ્યામાં પહોંચી ગયા. મહિલાઓના આવવાથી લંગર તૈયાર કરવાથી લઈને અન્ય દૈનિક કાર્યોમાં કિસાનોને ખુબ જ મદદ મળે છે. શાક બનાવવાની જવાબદારી પુરુષ કિસાનોની હતી. તો રોટલી બનાવવાની પૂરી જવાબદારી મહિલા કિસાનોએ ઉઠાવી લીધી છે. સાંજની ચા પણ મોટાભાગે મહિલા કિસાન બનાવે છે.કપડા ધોવા માટે મુક્યા વોશિંગ મશીન : ઘટના સ્થળ પર કપડા ધોવા માટે ઘણા મશીનો મૂકી દેવામાં આવ્યા છે. તેમજ ત્યાં કપડા ધોવાની પણ પૂરી જવાબદારી યુવાન કિસાનોએ સંભાળી છે. યુવા કિસાનોએ તેને પોતાની દિનચર્યામાં શામિલ કરી દીધું છે. સફાઈની સેવા પણ યુવા કિસાનો કરે છે, તેનાથી આસપાસ ગંદકી પણ ન થાય. તેમજ જીમ જેવી પણ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

પગની મસાજ કરતું મશીન લગાવ્યું : સિંધુ બોર્ડર પર પગની મસાજ કરવા વાળા 25 મશીનો શુક્રવારના રોજ મુકવામાં આવ્યા. આ એક બિન સરકાર સંગઠન ખાલસાના સહયોગથી મુકવામાં આવ્યા છે. આ પ્રદર્શનકારી કિસાનો માટે મફત સેવા શરૂ કરવામાં આવી છે. તેના માટે તેને માત્ર એક ટોકન લેવું પડે છે અને પછી પોતાનો વારો આવે તેની રાહ જોવાની હોય છે. ખાલસા એડના ભારતીય નિદેશક અમરપ્રીત સિંહે જણાવ્યું કે તેના વોલેંટીયરે જણાવ્યું હતું કે, ટીકરી બોર્ડર પર લોકો હાથોથી કિસાનોને શામિલ કરી રહ્યા છે. તેની આ વાતે સંસ્થાને એ આઈડિયા  આપ્યો કે, કિસાનો માટે ફૂટ મસાજર લગાવવામાં આવશે. અમે આવી સેવાઓ અમરનાથ યાત્રા અને કાંવડ યાત્રા દરમિયાન પણ આપતા હતા.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment