લગ્નગાળો પૂરો થયા બાદ સરકારે લાગુ કર્યા નવા નિયમો ! હવે લગ્ન કરવા લેવી પડશે આ મંજુરી….

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ હાલ કોરોનાના કારણે લગ્ન ધામધુમથી કરવાને બદલે લોકોએ સાદાઈ કરવા પડે છે. પણ હાલ તો 2020 ના આ અંતિમ મહિના એટલે કે ડિસેમ્બરમાં હવે લગ્નના મુહુર્ત પુરા થઈ ગયા છે. ત્યારે સરકાર હવે એવું કહી રહી છે લોકોએ લગ્ન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ચાલો તો સરકારના આ નિયમ વિશે વિસ્તારથી જાણી લઈએ. જો તમે પણ આ નિયમ અંગે વધુ જાણવા માંગો છો અંત સુધી આ લેખ જરૂરથી વાંચો.

સમગ્ર પ્રદેશ એટલે કે ગુજરાત રાજ્યમાં કોરોનાને કારણે થઈ રહેલા લગ્ન સમારોહમાં મંજુરી લેવાની કોઈ હિમાયત ન હતી. પરંતુ જ્યારે શુક્રવારે લગ્ન પુરા થઈ ગયા પછી સરકારે ઓનલાઇન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરી છે. આમ આ નવા નિયમ અનુસાર લગ્ન માટે હવે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

આ અંગે જાણવા મળતી માહિતી મુજબ, આ નિયમને વ્યવસ્થિત કરવા માટે નેશનલ ઇન્ફર્મેશન સેન્ટર દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન ફોર ઓર્ગેનાઈઝેશન મેરેજ ફંક્શન નામનો એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યો છે. આ સોફ્ટવેર ડિજિટલ ગુજરાત પોર્ટલ (www.digitalgujarat.gov.in) પર એક્ટીવ કરવમાં આવ્યો છે. તેના પર જ ઓનલાઇન આવેદન કરવાનું રહેશે.આ રજિસ્ટ્રેશનની પ્રિન્ટ અથવા તેની પીડીએફ તમે સેવ કરી શકશો. જો કોઈ સ્થાનિક પ્રશાસનિક અધિકારી અથવા પોલીસ અધિકારી રજિસ્ટ્રેશન સ્લીપની માંગ કરે તો પ્રિન્ટ દેખાડી શકાય છે. સમારોહમાં 6 ફૂટનું અંતરની સાથે માસ્ક તથા સેનીટાઈઝર સાથે અન્ય કોરોનાથી બચવા આવશ્યક વસ્તુ પણ જરૂર હશે.

આ સિવાય તમને જણાવી દઈએ કે, આ પહેલા લોકોમાં પોલીસની મંજૂરીને લઈને ખુબ રોષ હતો. ત્યાર પછી આ નિર્ણયને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. આ સિવાય લગ્ન સમારોહમાં સ્થળની ક્ષમતા 50 પ્રતિશતથી વધુ અથવા 100 લોકો સામેલ થઈ શકશે. આ ઉપરાંત બેન્ડબાજા અને શોભાયાત્રા પર પણ પ્રતિબંધ છે.  હાલ તો રાજ્યના ચાર મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યું ચાલુ છે. અહીં એ ઉલ્લેખનીય છે કે, 15 ડિસેમ્બરથી લગ્ન સિઝન પૂરી થતા હવે કમુર્તા બેસી જાય છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment