બટેટા-ડુંગળી બાદ હવે ખાદ્ય તેલે સર્જી મહામારી ! દરેક લોકોનું બગાડી નાખશે બજેટ. આટલા વધ્યા ભાવ…..

મિત્રો તમે જાણતા હશો કે હાલ શાક માર્કેટમાં બટેટા અને ડુંગળીના ભાવ સાંભળીને હોશ ઉડી જાય છે. દિવસે દિવસે શાક મોઘું થતું જાય છે. આમ સામાન્ય લોકો તેમજ ગરીબ લોકો, અને મધ્યમવર્ગના લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યાં કોરોનાને કારણે લોકો માંડ પોતાની રોજીરોટીનું કરી શકે છે ત્યાં આટલી મોંઘવારીથી માની શકાય છે કે, લોકોનું બજેટ કેટલું બગડી રહ્યું છે. એવામાં હવે સમાચાર આવી રહ્યા છે કે, ખાદ્ય તેલ પણ મોઘું થઈ રહ્યું છે.

જાણવા મળતી માહિતી મુજબ, બજારમાં નવા બટેટાની આવક શરૂ થઈ ગઈ છે. જેને કારણે ધીમે ધીમે હવે બટેટા સસ્તા થઈ રહ્યા છે. પાછલા 5 દિવસોમાં બટેટાના ભાવ 40 રૂપિયા નીચે આવ્યા છે. જ્યારે ડુંગળીના ભાવ પણ નીચે આવી રહ્યા છે. પરંતુ હવે તેલના ભાવ વધવાથી લોકોનું બજેટ બગડી ગયું છે. ખાવામાં ઉપયોગમાં લેવાતા બધા જ તેલ જેમ કે સિંગતેલ, સરસો તેલ, વનસ્પતિ, સોયાબીન, સુરજમુખી અંતે તાડના તેલના ભાવમાં વધારો થયો છે. આમ ખાદ્ય તેલની વધતી કિંમત સરકાર માટે ચિંતાનો વિષય છે. આ જ કારણે તેલની વધતી કિંમત ઓછી કરવા માટે સરકાર વિચાર કરી છે.

5 દિવસમાં આટલા વધી ગયા તેલના ભાવ : ઉપભોક્તા મંત્રાલયની વેબસાઇટ પર આપેલ આંકડા અનુસાર 6 ડિસેમ્બર પછી ખુદરા બજારમાં મોટાભાગના ખાદ્ય તેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. પેક પામ તેલ 100 રૂપિયા થી 109 રૂપિયા, સુરજમુખી તેલ 123 રૂપિયા, થી 127 રૂપિયા અને સરસો તેલ 133 થી 137 રૂપિયા પ્રતિ લીટર છે.  જ્યારે સિંગતેલના ભાવમાં અઢી ટકા ગિરાવટ આવી છે.બટેટા-ડુંગળીના ભાવમાં આવી ગિરાવટ : છેલ્લા પાંચ દિવસોમાં બટેટાનો ભાવ 42.88 રૂપિયા હતો. જે ઘટીને 36.62 રૂપિયા થઇ ગયો છે. જ્યારે ડુંગળી 50 રૂપિયાથી ઘટીને 44 રૂપિયા થઈ ગયા છે. ટમેટા હજી લાલ છે તેનો ભાવમાં 6% નો વધારો થયો છે. જ્યારે આ સમયે ચામાં લગભગ 5% નો વધારો થયો છે. 228.86 રૂપિયા પ્રતિ કિલોથી તે 239 રૂપિયા પ્રતિ કિલો  થઈ ગયા છે.

કેમ વધી રહ્યા છે તેલના ભાવ : ભારતમાં પામ ઓઈલની આયાત થાય છે. પરંતુ લોકડાઉનના કારણે મલેશિયા જેવા દેશમાં તેનું પ્રોડક્શન ઘટી ગયું છે. આ સાથે તેના બીજના ભાવ પણ વધી રહ્યા છે. જો કે સરકારી સ્તર પર ભાવ પર નિયંત્રણ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

સપ્ટેમ્બરમાં પણ વધ્યો હતો ભાવ : આ સિવાય તમને જણાવી દઈએ કે, સપ્ટેમ્બરમાં પણ પામોલીન તેલ તેમજ સોયાબીન તેલની કિંમતમાં 15% નો વધારો જોવા મળ્યો હતો. જ્યારે બીજી બાજુ સરસો તેલ અને સનફ્લાવર તેલની કિંમતમાં 30 થી 35% નો વધારો જોવા મળ્યો છે. હવે સરકારને એ વિચાર કરવાનો છે કે, શું તાડના તેલની આયાત શુલ્કને ઘટાડવામાં આવે. કારણ કે તાડના તેલના ભાવમાં વધારો અન્ય ખાદ્ય તેલની કિંમતોમાં પણ પ્રભાવ નાખે છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment