2021 ના વર્ષમાં રજાઓના છે ઢગલા ! જાણો ક્યાં મહિનામાં કેટલી આવે છે રજાઓ…..

મિત્રો દરેક ઈચ્છે છે કે, નવું વર્ષ નવી ઉમ્મીદ લઈને આવે. લોકો ખુબ લાંબા સમયથી રાજાઓની રાહ જોઈ રહ્યા છે. કોરોનાને કારણે લોકો ફરવા જવાનું કેન્સલ કરે છે. આમ લોકો એ રાહ જોઈ રહ્યા છે કે, કોરોના જલ્દી ખત્મ  થઈ જાય અને જલ્દી બજારમાં વેક્સીન આવી જાય. અને તેઓ ફરીથી મોજ-મસ્તી કરી શકે. જ્યારે અમે તમને જણાવી દઈએ કે નવા વર્ષમાં લોકોને ખુબ વધુ રજાઓ મળવાની છે. આમ તમે અત્યારથી 2021 ના વર્ષમાં ફરવા જવાનું નક્કી કરી શકો છો.

આમ 2020 નું વર્ષ પૂરું થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. કોરોનાને કારણે મોટાભાગના લોકોએ પોતાનું ગયું વર્ષ ઘરે જ વિતાવ્યું હતું. આથી જ લોકોને  2021 ના વર્ષ પાસેથી વધુ ઉમ્મીદ છે. લોકો નવા વર્ષમાં રાજાઓની રહી જોઈ રહ્યા છે. જ્યારે અમે તમને જણાવી દઈએ કે, નવા વર્ષમાં માત્ર 2 જ રજાઓ રવિવારે આવે છે.

જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચની રજાઓ : જાન્યુઆરીમાં માત્ર એક જ રજા પડે છે અને તે છે પ્રજાસતાક દિવસની ઉજવણી. 2021 માં 26 જાન્યુઆરીએ મંગળવાર આવે છે. તો તમે સોમવારની રજા લઈને 4 દિવસની રજાઓમાં ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. જ્યારે ફેબ્રુઆરીમાં કોઈ રજા નથી. અને માર્ચ મહિનામાં બે રજાઓ પડે છે. 11 માર્ચ ગુરુવારે મહાશિવરાત્રીની રજા પડે છે અને 28 માર્ચે હોળીની રજા છે.એપ્રિલ, મેં અને જુનની રજાઓ : 2021 ના વર્ષમાં એપ્રિલ મહિનામાં રજાઓ જ રજાઓ છે. 2 એપ્રિલે ગુડ ફ્રાઈડે, 14 એપ્રિલે આંબેડકર જયંતી, 21 એપ્રિલે રામનવમી, આ બંને રજાઓ બુધવારે આવે છે. મેં મહિનામાં 12 મેં એ ઈદ-ઉલ-ફિત્રની રજા છે, 26 મેં એ બુધવારે બુદ્ધ પૂર્ણીમાની રજા છે. જ્યારે જુન મહિનામાં કોઈ રજા નથી.

જુલાઈ : 2021 ના વર્ષમાં જુલાઈ મહિનામાં માત્ર એક જ રજા આવે છે. આ મહિનામાં 21 જુલાઈએ બુધવારે ઈદ-ઉલ-જુહા (બકરી) ની રજા આવે છે.

ઓગસ્ટ, સપ્ટેમ્બર : 2021 માં લોકોને આ વર્ષે 15 ઓગસ્ટની રજા નહિ મળે. કેમ કે આ દિવસે રવિવાર આવે છે. 19 ઓગસ્ટ ગુરુવારના દિવસે મોહરમ, આમ તમે શુક્રવારની રજા લઈને ફરવા જઈ શકો છો. આ વર્ષે જન્માષ્ટીનો તહેવાર 30 ઓગસ્ટ સોમવાર આવે છે. જ્યારે સપ્ટેમ્બરમાં કોઈ રજા નથી.ઓક્ટોબર મહિનાની રજા : 2 ઓક્ટોબર ગાંધી જયંતી શનિવારે આવે છે. 7 ઓક્ટોબર ઉગ્રસેન જયંતી ગુરુવારે આવે છે, 15 ઓક્ટોબર શુક્રવારના દિવસે દશેરાનો તહેવાર આવે છે. આ અઠવાડિયે તમે ત્રણ દિવસની રજા લઈને ફરવાનો પ્લાન બનાવી શકો છો. 19 ઓક્ટોબર મંગળવારે ઈદ-એ-મિલાદની રજા છે. 20 ઓક્ટોબર બુધવારે મહર્ષિ વાલ્મીકિ જયંતી છે.

નવેમ્બર અને ડિસેમ્બર : 2021 માં દિવાળીનો તહેવાર 4 નવેમ્બર ગુરુવારે આવે છે. આ અઠવાડિયે પણ તમે ચાર દિવસની રજા લઈને ફરવાનો પ્લાન બનાવી શકો છો. 25 ડિસેમ્બરે ક્રિસમસની રજા શનિવારે આવે છે. જેથી લોકોની રજાઓમાં એક દિવસની કમી આવી જશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment