મિત્રો તમે ટ્રાફિક નિયમો વિશે તો જાણતા હશો. તેમ જ હાઈ-વે ના નિયમો પણ તમે જાણો છો. આ ઉપરાંત જ્યારે પણ તમે કોઈ પ્રાઈવેટ વાહન લઈને લાંબી મુસાફરી પર જાવ છો ત્યારે ટોલટેક્સ ભરતા જ હશો. પણ હવે સડક પરિવહન મંત્રાલય દ્વારા ઘણા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. તેથી આ નિયમો વિશે તમારે જાણી લેવું ખુબ જ આવશ્યક છે. ચાલો તો આ વિશે વધુ વિગતે જાણી લઈએ.
જો તમે નવા વર્ષમાં કોઈ લાંબી મુસાફરી પર જવાનું વિચારી રહ્યા છો અને તમારી ગાડી પર ફાસ્ટેગ નથી, તો તમારે 31 ડિસેમ્બર પહેલાં લગાવી લો. વાસ્તવમાં નવા વર્ષની શરૂઆતથી બધા જ વાહનો માટે ફાસ્ટેગ હોવું જરૂરી બની જશે. સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, પહેલી જાન્યુઆરીથી બધા જ વાહનો માટે ફાસ્ટેગ અનિવાર્ય કરવામાં આવ્યો છે. એટલે કે હવે સરકારની તૈયારી છે કે 1 જાન્યુઆરીથી 100% ટોલ ફાસ્ટેગની મદદથી જ કલેક્ટ કરવામાં આવશે.
આગળની જાણવા મળતી વિગત અનુસાર, નીતિન ગડકરીએ ગુરુવારે પોતાની વિડીયો કોન્ફરન્સ દ્વારા એક કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યું કે, અત્યાર સુધીમાં જે કોઈ વાહનને છૂટ આપવામાં આવતી હતી તેને 31 ડિસેમ્બરે પૂરી કરવામાં આવે છે. 1 જાન્યુઆરી 2021 થી બધા જ વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવે છે.આ સિવાય તમને જણાવી દઈએ કે, હાલ જેટલા પણ નેશનલ હાઈ-વે પર ટોલટેક્સ આવે છે, તેમાં 80% ટોલ ફાસ્ટેગની મદદથી આવે છે. 1 જાન્યુઆરી પછી 100% ફાસ્ટેગની મદદથી ટોલટેક્સ વસુલવાની યોજના છે. આ સિવાય ગડકરીએ કહ્યું કે, આ સુવિધા પછી યાત્રીઓને ટોલ પ્લાજા પર ઉભા રહેવાની જરૂર નહિ રહે.
આ ઉપરાંત ફાસ્ટેગ પ્રણાલી વર્ષ 2011 થી લાગુ કરવામાં આવી હતી અને 2018 સુધી 34 લાખથી વધુ વાહન ફાસ્ટેગનો ઉપયોગ કરતા હતા. વર્ષ 2017 પછી ખરીદવામાં આવતા વાહનો માટે ફાસ્ટેગ જરૂરી કરવામાં આવ્યું. ફાસ્ટેગ પૂરી રીતે લાગુ થઈ ગયા પછી કેશ પેમેન્ટથી લોકોને છુટકારો મળી જશે. આ સાથે જ ઈંધણ અને સમયની પણ બચત થશે.
શું છે ફાસ્ટેગ ? : તમને આ વિશે જણાવી દઈએ કે, ફાસ્ટેગ એક પ્રકારનું સ્ટીકર હોય છે. જે વાહનોના વિંડસ્કીન પર લગાવવામાં આવે છે. ટોલ પર ક્રોસીંગ દરમિયાન ડીવાઈસ રેડિયો આઈડેંટીફીકેશન ટેકનોલોજીની મદદથી ટોલ પ્લાજા પર લાગેલા સ્કેનરથી કનેક્ટ હોય છે અને પછી ફાસ્ટેગથી જોડેલા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે. જેનાથી ટોલ પ્લાજા પર ઉભા રહેવાની જરૂર નથી હોતી.ક્યાંથી ખરીદશો ફાસ્ટેગ : આ વિશે તમને જણાવી દઈએ કે, NHAI ટોલ પર અને બીજી બધી બેંકો પાસેથી ફાસ્ટેગ સ્ટીકર ખરીદી શકો છો. આ સિવાય તે પેટીએમ, એમેઝોન, અને ફ્લીપકાર્ટ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ તે મળી શકે છે. તેને તમે યુપિઆઇ, ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડથી પણ રીચાર્જ કરી શકો છો. જો ફાસ્ટેગ બેંક ખાતામાંથી લિંક થાય છે તો પૈસા સીધા ખાતામાંથી કપાઈ જશે.
ફાસ્ટેગ ખોવાઈ જાય, ડેમેજ થઈ જાય, ફાટી જાય તો શું કરશો ? : આ વિશે તમને જણાવી દઈએ કે, સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના કહ્યા મુજબ એક વાહન માટે માત્ર એક જ ફાસ્ટેગ મળે છે. જો ફાસ્ટેગ ડેમેજ થઈ જાય તો તમે સહેલાઈથી તેને બદલી શકો છો. કારણ કે એક ગાડી માટે એક ફાસ્ટેગ નંબર જાહેર થાય છે. જેમાં વ્હીકલનું રજિસ્ટ્રેશન સર્ટીફીકેટ, ટેગ આઈડી સહીત બીજી માહિતી ભરવાની હોય છે. તો તમે જૂની માહિતી આપીને ફરીથી ફાસ્ટેગને ઇશ્યુ કરાવી શકો છો.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે, જો તમે પહેલી વખત ફાસ્ટેગ માટે અપ્લાઈ કરો છો તો તે સમયે એક FASTag એકાઉન્ટ જનરેટ થાય છે. જે હંમેશા માટે હોય છે. આ FASTag એકાઉન્ટને ઓનલાઇન અથવા FASTag એપ દ્વારા એક્સેસ કરી શકાય છે. આથી ગમે ત્યારે ફાસ્ટેગ બદલવા પર જુના એકાઉન્ટની ડીટેલને વેરીફાઈ કરીને નવું ફાસ્ટેગ કાઢી શકાય છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી