વૃદ્ધાવસ્થાની લાકડી બની મોદી સરકાર ! આ યોજનાઓ હેઠળ ઓછા રોકાણમાં આપી રહી છે વધુ પેન્શન…..

મિત્રો અકસર મોદી સરકાર દ્વારા નવી નવી યોજનાઓ બહાર પડે છે અને જેમાં નિવેશ કરવાથી વધુ ફાયદો થતો હોય છે. મોદી સરકારે અત્યાર સુધીમાં ઘણી યોજનાઓ બહાર પાડી છે જેમાં કન્યાઓથી લઈને વડીલોને આ યોજનાઓનો લાભ મળ્યો છે. તો આજે અમે તમને એવી ઘણી યોજનાઓ વિશે વિસ્તારથી જણાવીશું જેને જાણીને તમે આ યોજનામાં નિવેશ જરૂરથી કરશો. ચાલો તો આ યોજનાઓ જાણવા માટે આ લેખ અંત સુધી જરૂરથી વાંચી જુઓ.

મિત્રો તમને અને મને તેમજ બધા જ લોકોને પોતાના ભવિષ્યની ચિંતા થતી હોય છે. જેના માટે લોકો નિવેશ માટે કોઈને કોઈ વિકલ્પ શોધી લે છે. પણ જે લોકોની ઓછી આવક છે અને પ્રાઇવેટ નોકરી હોય તેમને કોઈ પણ પ્રકારના નિવેશ કરતા પહેલા વિચાર કરવો પડે છે. તો આવા સમયે મોદી સરકાર ઘણી સ્કીમ લઈને આવી છે. આ યોજનાઓમાં ખુબ ઓછું નિવેશ કરીને તમે તમારું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો. આમ ઉંમરના છેલ્લા તબક્કે પોતાનું ભવિષ્ય સિક્યોર કરવા લોકોએ કેન્દ્ર સરકારની અટલ પેન્શન યોજનાનો લાભ લીધો છે. આ સિવાય ઘણી બીજી યોજનાઓમાં પણ નિવેશ કર્યો છે.

અટલ પેન્શન યોજના : આ યોજનાઓ વિશે વાત કરીએ તો આમાં પહેલી યોજના અટલ પેન્શન યોજના આવે છે. કેન્દ્ર સરકાર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને 1 હજાર રૂપિયાથી લઈને 5 હજાર રૂપિયા સુધીનું પેન્શન આપે છે. 18 થી 40 વર્ષના કોઈ પણ માણસ અટલ પેન્શન યોજના એકાઉન્ટ ખોલી શકે છે. આ સરકારી યોજનાની સૌથી ખાસ વાત એ છે કે, જેટલી જલ્દી આ યોજનામાં નિવેશ કરવામાં આવે તેટલો જ ફંડ જમા થશે.PM કિસાન માનધન યોજના : આ સિવાય મોદી સરકારની બીજી યોજનાઓમાં બીજા નંબરે છે PM કિસાન માનધન યોજના. આ યોજનામાં રજિસ્ટ્રેશન કરનાર કિસાનને 60 વર્ષની ઉંમર પછી ઓછામાં ઓછું 3000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે. પીએમ કિસાન માનધન યોજનામાં કિસાન જેટલું પ્રીમિયમ આપશે તેટલું જ સરકાર કિસાનને તેના એકાઉન્ટમાં કામ કરશે. આમ ‘કિસાન માનધન યોજના’ માં કોઈ 18 વર્ષની ઉંમરે જોડાય છે તો તેને દર મહીને 35 રૂપિયા જમા કરવાના રહેશે. 30 વર્ષના કિસાને 110 રૂપિયા અને 40 વર્ષના કિસાને દર મહીને 200 રૂપિયા ભરવાના રહેશે. આ યોજનામાં એ જ કિસાન આવેદન કરી શકે છે જેની પાસે વધુમાં 2 હેક્ટેયર સુધીની ખેતી યોગ્ય જમીન હોય.

PM શ્રમ માનધન યોજના : અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે કેન્દ્ર સરકારની ‘પ્રધાનમંત્રી શ્રમ માનધન યોજના’ છે. આ યોજનાથી જોડાયેલ લોકોને 60 વર્ષની ઉંમર પછી 3000 રૂપિયાનું પેન્શન મળે છે. 18 વર્ષથી 40 વર્ષની વચ્ચેના લોકો યોજનાનો લાભ લઈ શકે છે. જો કોઈ 18 વર્ષની ઉંમરે નિવેશ કરે છે તો આ યોજનામાં દર મહીને 55 રૂપિયા, જ્યારે 40 વર્ષના લોકોને દર મહીને 200 રૂપિયા જમા કરવાના હોય છે. આ યોજનામા જોડાવા માટે લોકોની માસિક આવક 15,૦૦૦ રૂપિયાની વધુ ન હોવી જોઈએ.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment