મિત્રો તમે જોતા હશો કે અકસર ઘણા લોકો પોતાના અનુભવને આધારે અન્ય લોકો વિશે ભવિષ્યવાણી કરતા હોય છે. તેમજ ઘણા લોકો ઘણા દેશને લઈને પણ ભવિષ્યવાણી કરતા હોય છે. આથી એમ કહેવાય છે કે વર્ષ 2021 ને લઈને ઘણા લોકોએ ઘણી ભવિષ્યવાણી કરી છે. આમ કહેવાય છે કે બાબા વૈગા એ પણ 2021 ના વર્ષને લઈને ઘણી ભવિષ્યવાણી કરી છે. ચાલો તો તેમની ભવિષ્યવાણી વિશે વિસ્તારથી જાણી લઈએ.
બાલ્કનના નાસ્ત્રેદમસ કહેવાતી એક ભવિષ્યવક્તા બાબા વૈગાએ 2021 ને લઈને ઘણી ભવિષ્યવાણી કરી છે. તેમની ભવિષ્યવાણીને જોતા એમ કહી શકાય કે, વર્ષ 2021 માનવતા માટે ખુબ જ ખતરનાક સાબિત થશે. આ સિવાય તમને જણાવી દઈએ કે 1996 માં 86 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી ચુકી છે. તેમણે 9/11 નો હુમલો, બ્રેકજીટ સંકટ સહીત દુનિયામાં ઘટિત ઘણી એકદમ સચોટ ભવિષ્યવાણી કરી હતી.
આ ઉપરાંત 2021 ને લઈને તેણે ઘણું બધું કહ્યું છે. તેમના કહ્યા પ્રમાણે આ દુનિયા પ્રલય અને ઘણી અફતોનો સામનો કરશે. એક ખુબ મોટું ડ્રેગન દુનિયા પર કબ્જો કરી લેશે. જ્યારે જાણકારો અંગે એમ કહે છે કે, તેમની ભવિષ્યવાણી ચીન તરફ ઈશારો કર્યો છે. આ સિવાય તેમણે ઇંધણને લઈને પણ ઘણી મોટી વાત કહી છે. બાબાના કહ્યા અનુસાર પેટ્રોલીયમ, ઉત્પાદન રોક્યા પછી ટ્રેન સૂર્યની રોશની દ્વારા હવામાં ઉડશે.ઘણા મોટા નેતાઓને લઈને ઘણી મોટી ભવિષ્યવાણી : બાબા વૈગા એ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયા રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનના ભવિષ્ય અંગે પણ વાત કરી છે. તેમના કહ્યા અનુસાર ટ્રમ્પને એક રહસ્યમયી બીમારી થશે, જેના કારણે તે બહેરા થઈ જશે, અને તેને બ્રેઈન ટ્રોમા થશે. જ્યારે પુતિન પર હુમલાની વાત કહી છે. બાબાના કહ્યા અનુસાર, પુતિન પર તેમના જ દેશનો કોઈ માણસ જાનલેવા હુમલો કરશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, યુરોપ પર ઇસ્લામી કટ્ટરવાદી હુમલો થશે.
બીમારીને લઈને એક સારા સમાચાર : બાબા વૈગાની બીમારીને લઈને ભવિષ્યવાણી જ્યાં એક તરફ લોકોને ચિંતામાં મુક્યા છે, તો બીજી બાજુ રાહતના સમાચાર પણ આપ્યા છે. તેમણે કહ્યું કે, 2021 નું વર્ષ એ વર્ષ હશે જ્યાં દુનિયાને કેન્સરથી મુક્તિ મળશે. તેમની ભવિષ્યવાણી અનુસાર દુનિયાને આ વર્ષે કેન્સરનો ઈલાજ મળી જશે. જો કે તેમણે એક અન્ય ઘટના તરફ ઈશારો કરતા કહ્યું છે કે, 2021 માં ‘ત્રણ રાક્ષક એક થઈ જશે’આ ઉપરાંત તમને જણાવી દઈએ કે બાબા વૈગા એ ઘણી ભવિષ્યવાણી કરી છે. સોવિયત સંઘ તુટવાની, 9/11 નો હુમલો, પ્રીન્સેજ ડાયનાની મોત, શર્નોબીલ આપત્તિ જેવી વાતો પણ સાચી પડી છે. તેમણે પોતાની મૃત્યુની ભવિષ્યવાણી પણ કરી હતી. તેમણે કહ્યું કે બ્રહ્માંડ 5079 માં ખત્મ થઈ જશે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી