મિત્રો ઘણી વખત આપણે બેકાર તેમજ નકામી વસ્તુઓ તરફ જોતા નથી હોતા. પણ ઘણા એવા કલાકાર પણ હોય છે જેઓ પોતાની કલા દ્વારા નકામી વસ્તુઓ માંથી કંઈક નવું સર્જન કરીને લોકોને આશ્ચર્યમાં નાખી દેતા હોય છે. આવા કલાકારો પોતાના હુનરથી લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષે છે. ત્યારે આપણને એમ થાય કે, જો આવો વિચાર આપણને આવ્યો હોત તો, કેવું સારું થાત. તો મિત્રો આવી જ એક કલા સામે આવી છે. જેમાં એક કલાકારે પોતાની કલા દ્વારા બંધ પડેલા ટોયલેટને આર્ટ ગેલેરીમાં બદલી નાખી. જ્યાં કોઈ સામે જોવા પણ રાજી ન હતું ત્યાં હવે લોકોની ભીડ જોવા મળી રહી છે. ચાલો તો આ અંગે વિગતે વાત કરીએ.
જેમ તમે જાણો છો તેમ સામાન્ય રૂપે આપણે જૂની, બેકાર અને નકામી વસ્તુઓ પર ધ્યાન નથી આપતા હોતા અને જો ધ્યાન આપવામાં આવે તો તેને નકામી ગણીને તેનો નિકાલ કરી દઈએ છીએ. પણ દુનિયામાં ઘણા એવા કલાકાર છે જે જૂની, બેકાર વસ્તુઓને નવું રૂપ પ્રદાન કરી દે છે.
આવું જ તમિલનાડુના ઉટીમાં જોવા મળ્યું છે. અહી ઘણા વર્ષોથી કે એક ટોયલેટની ઈમારત બંધ પડેલી હતી. તેનો કોઈ ઉપયોગ કરતા ન હતા. પણ હવે તેને આર્ટ ગેલેરીમાં બદલી દેવામાં આવી છે. ત્યાર પછી ત્યાં લોકોની ભીડ જોવા મળી રહી છે. તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
An unused toilet building in Ooty has been converted into an Art exhibition centre called ‘The Gallery OneTwo’. The local Municipality has constructed a new toilet in the vicinity & allowed the unused building for the Gallery. This can be easily replicated by all Local bodies. pic.twitter.com/TFZjk0yF2v
— Supriya Sahu IAS (@supriyasahuias) December 22, 2020
ત્યાં આ આર્ટ ગેલેરીનું કામ ઘણા કલાકારોએ મળીને કર્યું છે. આ આર્ટ ગેલેરીનો વિડીયો આઇએએસ ઓફિસર સુપ્રિયા સાહુએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શેર કર્યો છે. આ સાથે તેણે લખ્યું છે કે, એક ઉપયોગમાં ન લેવાતી ટોયલેટની આ ઈમારતને આર્ટ એક્ઝીબીશન સેન્ટરના રૂપમાં બદલી દેવામાં આવી છે. તેનું નામ ‘ધ ગેલેરી વન ટુ’ રાખવામાં આવ્યું છે. નગર પાલિકાએ નજીકમાં એક નવું ટોયલેટ બનાવ્યું છે અને આ ઈમારતને ગેલેરી બનાવવાની અનુમતિ આપી દીધી છે.’
આ ઉપરાંત જાણવા મળતી વિગત અનુસાર આ આર્ટ ગેલેરીમાં એક લાઈબ્રેરી પણ બનાવવામાં આવી છે. આ લાઈબ્રેરી સ્થાનીય લોકો માટે નિ:શુલ્ક છે. તેઓ અહીં આવીને આરામથી પુસ્તકો વાંચી શકે છે.આ સિવાય આ આર્ટ ગેલેરીમાં આર.મણીવન્નમ નામના કલાકારે પણ પોતાનું યોગદાન આપ્યું છે. તેમણે આર્ટ ગેલેરીમાં પોતાના કામને પણ સામેલ કર્યું છે. તેમણે નીલગીરીના પર્વત પર રહેનારે લોકોની ફોટો પણ આમાં લગાવી છે. જ્યારે લોકોને કલાકારીનું આ કામ ખુબ જ પસંદ આવી રહ્યું છે અને લોકો સોશિયલ મીડિયા પર આ ગેલેરીની ફોટો અને વિડીયો શેર કરી રહ્યા છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી