વેક્સીન બનાવતી કંપનીઓએ લીધા છે 1 લાખ 82 હજાર કરોડ રૂપિયા ! જાણો લોકો પાસે કેટલો લેશે નફો…..

મિત્રો કોરોના વેક્સીનનું કામ હાલ ખુબ જ ઝડપે થઈ રહ્યું છે. વૈજ્ઞાનિકો કોરોના સામે લડી શકે તેવી વેક્સીન બનાવી રહ્યા છે. જેમાં ઘણા અંશે સફળતા પણ મળી ગઈ છે. તેમજ એવા પણ સમાચાર આવી રહ્યા છે કે, જાન્યુઆરીથી લોકોને વેક્સીન લગાવવાનું કામ પણ શરૂ થઈ જશે. ચાલો તો આ વેક્સીન બનાવતી કંપનીઓ વિશે વાત કરી લઈએ અને જાણી લઈએ કે આ કંપનીઓ કોરોના વેક્સીન બનાવીને કેટલો નફો કમાશે.

હાલ કોરોના વાયરસની ઓળખાણ થઈ તેને એક વર્ષ પૂરું થવા આવ્યું છે અને ઘણી વેક્સીન પણ આવી ગઈ છે. આમ વેક્સીન રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે ઘણા દેશોની સરકાર, પ્રાઇવેટ સેક્ટર, અને બીજા ઘણા સંસ્થાનોને ટોપ ફાર્મા રિસર્ચ કંપનીઓને ખુલ્લા હાથે દાન કરવામાં આવી રહ્યું છે. આજે આખી દુનિયામાં લગભગ 30 વેક્સીન પર કામ શરૂ છે. જેમાં ફાઈઝર, મોડના, કોવીશિલ્ડ અને સ્પૂતનીક જેવી વેક્સીન તૈયાર થઈ ચુકી છે. બ્રિટેન અને અમેરિકા સહીત ઘણા દેશોમાં વેક્સીનેશન પણ શરૂ થઈ ગયું છે. જ્યારે ઘણી વેક્સીનનું ટ્રાયલ અંતિમ ચરણમાં છે.

આ ઉપરાંત સાયન્ટીફીક રિસર્ચ ક્ષેત્રમાં ડેટા એનાલીસીસ કરતી કંપનીઓના જણાવ્યા અનુસાર વેક્સીન ડેવલપ કરવા માટે ફાર્મા કંપનીઓને હજી સુધી 18.45 બિલિયન પાઉન્ડ (લગભગ 1 લાખ 82 હજાર કરોડ રૂપિયા) ફંડ આપવામાં આવ્યું છે. હવે એ સવાલ પણ ઉભો થાય છે કે, શું વેક્સીન મેન્યુફેક્ચરીંગ કંપનીઓ મોટો નફો પણ મેળવશે ?ફંડ કેવી રીતે મેળવવામાં આવ્યો : કોરોના મહામારી ઘોષિત થઈ ગયા પછી જલ્દી જ વેક્સીનની જરૂર હતી. તેથી જ ઘણી મોટી ફાર્મા કંપનીઓને ઘણી જગ્યાઓથી ફંડ મળવાનું શરૂ થઈ ગયું હતું. ડેટા રિસર્ચ એજન્સી Airfinit એ વેક્સીન માટે આપેલ ફંડને 4 ભાગમાં વહેંચ્યો હતો. 1) ફાર્મા કંપનીઓ દ્વારા બનાવેલ ફંડ,  2) ઘણા દેશોની સરકાર દ્વારા આપવામાં આવેલ ફંડ, 3) પ્રાઇવેટ ઇન્વેસ્ટર્સએ નફો મેળવવા માટે પૈસા લગાડ્યા, 4) માનવહિત માટે કામ કરતી સંસ્થાનો દ્વારા આપવામાં આવેલ ફંડ, જેથી કરીને વેક્સીન ગરીબ લોકો સુધી મફતમાં પહોંચી શકે છે.

કેટલું બજેટ : હાલ જાણવા મળતી માહિતી મુજબ 18.45 બિલિયન પાઉન્ડ વેક્સીન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં ખર્ચ કરવામાં આવી રહ્યા છે. સોશિયલ સેક્ટર અને ચેરીટીની વાત કરવામાં આવે તો બીલ ગેટ્સ ફાઉડેશન અને અલીબાબાના જેકમાં એ પણ ઘણું દાન આપ્યું છે. સરકારોની વાત કરવામાં આવે તો અમેરિકાએ ઘણું દાન આપ્યું છે.ઇન્વેસ્ટમેન્ટ આટલું તો વેકસીનની કિંમત શું હશે ? : કોરોના સમયે જેવી દશા જોવા મળી તેવી પહેલા ક્યારેય જોવા મળી ન હતી. આથી જ મોટા ભાગે કંપનીઓ પોતાના નફા વિશે નથી વિચારી રહી. તે સામાન્ય માર્જિન રાખીને ચાલશે તો પણ ઘણો નફો કમાશે. વેક્સીન નિર્માણમાં જે કંપનીઓ ટોપ પર છે તેમાંથી સૌથી મોંઘી વેક્સીન મોર્ડના છે. તેની કિંમત 1840 થી 2730 રૂપિયાની વચ્ચે હશે. મોર્ડના RNA બેસ્ડ વેકસીનમાં કામ કરતી મોટી કંપની છે. આ વેક્સીનને ખુબ ઓછા ટેમ્પરેચરમાં રાખવાની જરૂર છે. આથી કિંમતી પણ વધુ છે.

સૌથી ઓછી કિંમત કોવીશિલ્ડની છે. એસ્ટ્રાજેનીકા અને ઓક્સફોર્ડ ઇન્સીટ્યુટના સહયોગથી બનતી આ વેક્સીન માટે એગ્રીમેન્ટ થયું છે. આ શરૂઆતમાં નો પ્રોફિટ અને નો-લોસના આધાર પર રહેશે. તેની કિંમત 300 રૂપિયાથી 600 રૂપિયાની વચ્ચે છે. મહામારીને જોતા કોવીશિલ્ડએ મીનીમમ પ્રાઈઝ પર વેક્સીન બનાવવાની કોશિશ કરી છે. એ વાત નક્કી છે કે, કોરોના કંટ્રોલ થઈ ગયા પછી આ વેક્સીનની કિંમત વધશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, વેક્સીન કંપનીઓ ઓછા નફામાં જ બિઝનેસ કરશે. પછી જરૂરત પ્રમાણે કિંમત વધશે.શું વેક્સીન વધુ નફો મેળવશે ? : આ સવાલનો જવાબ ખુબ અઘરો છે. એમ કહી શકાય કે, હજુ કંઈ કહી શકાય નહિ. જો કે, ઘણા એક્સપર્ટ ઘણા પ્રકારના તર્ક કરી રહ્યા છે. મહામારીને ચાલતા કંપનીઓ વેક્સીનની કિંમત વધારશે નહિ. તેને સામાન્ય માણસ સુધી પહોંચાડવાના હિસાબથી જ કિંમત રાખવામાં આવશે. નફાખોરીની આશંકા ઓછી છે.  કારણ કે કંપનીઓને ફંડ જો કે સરકાર અને ચેરીટી દ્વારા મળે છે. તેને ચેરીટી અનુસાર જ કિંમત રાખવી પડશે.

કોરોના કંટ્રોલ થઈ ગયા પછી વેક્સીનનો ભાવ વધી શકે છે. એક વર્ષમાં 30 થી 50 પ્રકારના વેક્સીન માર્કેટમાં આવી જશે. એમ પણ બની શકે છે કે, કોમ્પીટીશનના કારણે કિંમત ઓછી પણ થઈ શકે છે. જ્યારે સૌથી વધુ મહત્વની વાત એ છે કે, વેક્સીન કેટલી કારગત સાબિત થશે. શરીરને ક્યાં સુધી બચાવી શકશે. એટલે કે વેક્સીન બીજી વખત લેવી શકશે કે નહિ. કંપનીઓએ આ વિશે કશું કહ્યું નથી. કોરોના વાયરસ પોતાના સ્ટ્રેન બદલી રહ્યો છે. આવા સંજોગમાં કંઈ વેક્સીન કેટલી કારગત સાબિત થઈ શકે તેને લઈને ઘણા સવાલ ઉઠી શકે છે. આમ આ બધી વાતોને જોતા કંપનીઓનું ધ્યાન નફાને લઈને નથી. જો કે એ પણ નક્કી છે કે, તેમને નુકસાન નહિ થાય.સામાન્ય રીતે શું થાય છે ? : ફાર્મા સેક્ટરમાં વેક્સીન રિસર્ચ અને ડેવલપમેન્ટના ફાયદાનો સોદો ન માની શકાય. તેનું કારણ એ છે કે, વેક્સીન માટે રિસર્ચ, ટેસ્ટીંગ જેવી પ્રોસેસમાં સમય લાગે છે. વેક્સીન કંપનીઓ પર વિકાસશીલ દેશોની સાથે ગરીબ દેશોને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. જો કે, મોટાભાગે વેક્સીન સિંગલ યુઝ થાય છે. એક વખત લીધા પછી માણસને તે બીજી વખત લેવાની જરૂર નથી પડતી. આથી ઘણી કંપનીઓ વેક્સીનને બદલે નિયમિત રૂપે લેવાતી દવાઓ પર પોતાનું ફોકસ રાખે છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment