હાલ શિયાળો હોવાથી માર્કેટમાં અનેક લીલોતરી શાકભાજી આવતી હોય છે. તેમજ આ લીલોતરી શાકભાજીનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે. આમ શિયાળામાં આવતો મૂળો પણ અનેક પોષક તત્વોથી ભરપુર માનવામાં આવે છે. પણ ઘણા લોકોને મૂળો ખાવાથી પેટમાં ગેસ જેવી સમસ્યા થઇ જતી હોય છે. આથી મુળાનું સેવન યોગ્ય રીતે કરવું જોઈએ.
શિયાળામાં આવનારી કેટલીક પ્રમુખ શાકભાજીમાં મૂળાનો પણ સમાવેશ થાય છે. લોકો તેને સલાડ, ચટણી, શાકભાજી અને પરોઠા બનાવવા માટે ઉપયોગમાં લે છે. પરંતુ અમુક લોકોને મુળા ખાવાનું ગમતું નથી. તેની પાછળ એ લોકો તર્ક જોતાં હોય છે કે મૂળો ખાવાથી તેમને એસિડિટી, ગેસ કે પેટથી જોડાયેલી કેટલીક સમસ્યાઓ થાય છે. વાસ્તવમાં આ વાત સાચી પણ છે કે, મૂળો ખાવાથી લોકોને ગેસની સમસ્યા થાય છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા કારણે થાય છે અને તેનાથી બચવાનો ઉપાય શું છે ? નહિ તો, અમે આજે આ વિશે તમારી સાથે વાત કરીશું, અને તેના કારણો વિશે જાણીશું. આવો સૌથી પહેલા જાણીએ મૂળો ખાવાથી ગેસ શા કારણે થાય છે ?
મૂળો ખાવાથી ગેસ શા માટે થાય છે : મૂળો એલ્ક્લાઇન ફૂડ છે, જેને ખાવાથી એસિડિટી થાય છે. વાસ્તવમાં તમે જ્યારે મૂળો ખાવ છો તો તેનાથી તમારા શરીરનું પીએચ ડિસબેલેન્સ થવા લાગે છે. તેનાથી એસિડનું પ્રોડકશન વધી જાય છે એટલે કંઈ પણ ખાવાથી તમને એવું લાગે કે, તે તમારા પેટમાંથી ઉપર ચઢે છે અને ગળામાંથી પાછું આવી રહ્યું છે. જેથી ખાટા ઓડકાર પણ આવવાના શરૂ થઈ જાય છે. આમ મૂળો ઘણી વખત ગેસની સાથે પેટના દુખાવાનું પણ કારણ બને છે. તો ચાલો જાણીએ મૂળો ખાવાથી ગેસ થાય તો શું કરવું જોઈએ.
મૂળો ખાવાનો સાચો સમય પસંદ કરવો : મૂળો ખાવાનો સમય બદલવાથી તમે તેનાથી થતાં ગેસને રોકી શકો છો. મૂળો આમ તો સેવન કરવા માટે સુરક્ષિત ગણવામાં આવે છે. જો કે મુળાની મોટી માત્રા પાચન તંત્રને હેરાન કરી મૂકે છે અને પેટ ફૂલવાની સમસ્યા પણ થઈ શકે છે. પરંતુ તેનાથી બચવા માટે મૂળાને રાત્રે અને સવારે ખાલી પેટ ખાવાથી બચવું જોઈએ. રાત્રે મૂળો ખાવાથી કે મૂળો ખાઈને સુવાથી તે બ્લોટિંગનું કારણ બને છે. માટે આ બંને સમયે મૂળો ન ખાવો જોઈએ.
દિવસે ખાવો મૂળો : જો તમે એમ ઈચ્છતા હોય કે, તમે મૂળો ખાવ અને તેનાથી તમને કોઈ પરેશાની ન થાય તો તમારે મૂળો દિવસના બપોરના સમયે ખાવો જોઈએ. વાસ્તવમાં દિવસે મૂળો ખાવાથી તે આરામથી પચી શકે છે. કારણ કે મૂળાને પચવા માટે લાંબો સમય લાગે છે માટે, આમ કરવાથી તે સરળતાથી પચી શકે છે.
મૂળાને સંચળ લગાડીને ખાવો જોઈએ : મૂળાને તમે સંચળ લગાડીને ખાઈ શકો છો. તેનાથી થશે એવું કે મૂળો એસિડિક છે અને સંચળ બેઝિક નેચરનું. તો આ બંને મળીને એકબીજાને ન્યુટ્રલાઇઝ કરી લેશે અને તમને એસીડીટી કે ગેસ થશે નહીં.
મૂળાના પરોઠામાં અજમો મિક્સ કરો : જો તમારે મૂળાના પરોઠા ખાવા હોય અને તમે ચાહતા હોય કે તેનાથી તમને ગેસ ન થાય તો, તમે તેમાં અજમો મિક્સ કરી શકો છો. મૂળાના પરોઠામાં અજમાનો ઉપયોગ કરવાથી તે સરળતાથી પચી જાય છે અને તમને એસિડિટી પણ થતી નથી.
મૂળાને દહીં સાથે ખાવ : અમુક લોકોને મુળાથી એલર્જી હોય છે. તેમજ અમુક લોકોને પેટમાં દુખાવો પણ થવા લાગે છે તો આ માટે મૂળાને દહીં સાથે ખાવો જોઈએ કારણે કે તે મુળાની અસરને ન્યુટ્રલાઇઝ કરે છે.
આ 5 રીતથી તમે મૂળો ખાવાથી થતાં ગેસ અને એસિડિટીથી બચી શકો છો. પ્રયત્ન કરવો કે તમે સવારે અને સાંજે મૂળો ન ખાવ કારણ કે તેનાથી તમારા પેટની સમસ્યાઓ વધી શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી