શિયાળામાં સવારે ઉઠતાની સાથે શરીર જકડાઈ જાય છે, તો જાણો આ સમસ્યાને દૂર કરવાના 5 સરળ ઉપાયો… શરીર ગરમ રહેશે અને ઠંડી પણ નહિ લાગે…

શિયાળાની ઋતુમાં ખુબ જ ઠંડી લાગે છે અને ઠંડી લાગવાના કારણે આપણું શરીર પણ જકડાઈ જાય છે. ઘણા બધા લોકોને શિયાળાની ઋતુમાં શરીર જકડાઈ જવાની તકલીફ ઊભી થાય છે. ઠંડીમાં ઓછું તાપમાન હોવાથી શરીરમાં ઘણા બધા પ્રકારની તકલીફ થાય છે. એવામાં જ્યારે શરીર જકડાઈ જાય ત્યારે આપણે ઘણા બધા કાર્યથી પ્રભાવિત થવા લાગીએ છીએ, આ સ્થિતિથી દૂર રહેવા માટે શિયાળામાં આપણે પોતાનું ખાસ ધ્યાન રાખવું ખુબ જ જરૂરી હોય છે. જેથી આ પ્રકારની તકલીફ થાય નહીં.

જો તમે શિયાળામાં શરીર જકડાઈ જવાથી દૂર રહેવા માંગો છો, તો અમુક ખાસ વાતોનું ધ્યાન રાખો. આજે આ લેખમાં અમે તમને ઠંડીના મહિનામાં પોતાને સ્વસ્થ રાખવાની અમુક ટિપ્સ જણાવી રહ્યા છીએ, જે તમારા શરીરની જકડન અને દુખાવા સામે લડવામાં મદદ કરી શકે છે.

1 ) હળવા પરંતુ ગરમ કપડાં પહેરો : ઘણા બધા લોકો શિયાળામાં ખુબ જ ફિટ અને જાડા કપડાં પહેરે છે. જેના કારણે શરીરને યોગ્ય રીતે હવા મળી શકતી નથી. ત્યાં જ અમુક લોકો ખુબ જ ગરમ કપડા ન પહેરવાની ભૂલ પણ કરે છે, આ બંને પરિસ્થિતિમાં તમારું શરીર જકડાઈ જવાની સમસ્યા ઉભી થઈ શકે છે. તેથી શિયાળામાં હંમેશા હલકા પરંતુ ગરમ કપડાં પહેરો. જેથી શરીરમાં લોહીનો પ્રવાહ સારી રીતે થઈ શકે, ધ્યાન રાખો કે શિયાળામાં પગથી લઈને ખભા સુધીનો હિસ્સો ગરમ રાખવો જોઈએ, તેનાથી શરીરમાં સારી રીતે લોહીનું પરિભ્રમણ થાય છે. જેનાથી તમારું શરીર ગરમ રહે છે અને શરીર જકડાઈ જવાની તકલીફમાંથી રાહત મળે છે.

2 ) હાથ અને પગના મોજા પહેરવાનું ન ભૂલો : ઠંડીમાં ઘણા લોકો સ્વેટર તો પહેરી લે છે પરંતુ હાથ અને પગને ખુલ્લા જ રાખે છે, જેના કારણે તમારા હાથ અને પગ વધુ ઠંડા થઈ જાય છે. તેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થઈ શકતું નથી. આ પ્રકારની સમસ્યા મહિલાઓમાં વધુ જોવા મળે છે. જો તમે પણ આ પ્રકારની ભૂલ કરો છો, તો આજથી જ આ ભૂલ કરશો નહીં અને હંમેશા પગમાં મોજા અને હાથના મોજા પહેરો, તેનાથી શરીરની ગરમી મળશે અને તમારા લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થશે. જેનાથી શરીર જકડાઈ જવાની તકલીફની સંભાવના ઓછી થઈ જાય છે.

3 ) ગરમ પાણીથી સ્નાન કરો : શિયાળામાં શરીર જકડાઈ જવાની સમસ્યા થાય ત્યારે ગરમ પાણીથી સ્નાન કરો, ગરમ પાણીથી નહાવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે. તેની સાથે જ સ્નાયુને પણ આરામ મળે છે, તેનાથી શરીર જકડાઈ જાય અને દુખાવો થાય તેમાં રાહત મળે છે. તમે ઈચ્છો તો ગરમ પાણીથી સ્નાન કરવાની જગ્યાએ સ્ટીમ બાથ પણ લઈ શકો છો.

4 ) શરીરને રાખો એક્ટિવ : ઠંડીની ઋતુમાં ઘણા બધા લોકો ઘરની બહાર નીકળતા જ નથી, અને પોતાને ગોદડાની નીચે દબાવીને રાખો છો. તેને કારણે શરીરમાં વિટામિન ડી ની ઉણપ થવા લાગે છે, એટલું જ નહીં આ પ્રકારની ગતિવિધિથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ પ્રભાવિત થવા લાગે છે. તેથી જ ઠંડીમાં પોતાને ઘર અને ગોદડામાં રાખવાની જગ્યાએ દિવસના સમયે ઘરની બહાર નીકળો, અને સૂર્યમાંથી વિટામીન-ડી મેળવો. આપણા શરીરને તાપની ખુબ જ જરૂર હોય છે, ત્યાં જ તમે થોડી કસરત કરો જેથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થઈ શકે, અને તમારું શરીર જકડાઈ જવાની તકલીફ ન થાય.

5 ) પ્રભાવિત ભાગનો મસાજ કરો : જો તમને શિયાળામાં શરીરના અલગ અલગ ભાગો જકડાઈ ગયા છે તો તમે મસાજ થેરેપી પણ લઈ શકો છો. તેનાથી તમારા સ્નાયુને આરામ મળે છે, તેની સાથે જ લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે. જેનાથી તમને સાંધા અને શરીરના અલગ અલગ ભાગમાં થઈ જતા દુખાવાની તકલીફ દૂર થઈ જાય છે.

શિયાળામાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે ન થવાના કારણે શરીર જકડાઈ જવાની તકલીફ ઉભી થઈ શકે છે, તેથી પોતાના શરીરમાં લોહીના પરિભ્રમણને યોગ્ય વસ્તુઓનું સેવન કરો અને નિયમિત રૂપે કસરત કરો, તથા પોતાને ગરમ રાખો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment