આ ઉપાય દ્વારા તમારા પેટ અને કમરની ચરબી થઈ જશે દુર, કરો આ 6 માંથી કોઈ એક કામ…

આજકાલ આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકો ચરબીની સમસ્યાથી તકલીફ અનુભવે છે. ચરબી મોટાભાગે પેટ અને કમરના ભાગમાં જ જમા થતી હોય છે. ઘણા લોકો મેદસ્વી નથી હોતા પરંતુ તેની ફાંદ બહાર આવી જતી હોય છે. તે ફાંદ ખરેખર હાડકાં અને માંસની નથી હોતી. પરંતુ એ ચરબી છે. જે ધીમે ધીમે જમા થતી જાય છે. આ પ્રમાણે ચરબી જમા થવાનું મુખ્ય કારણ આજનું ખાનપાન છે. તેમજ આજની જીવનશૈલી પણ ખુબ જ અસર કરે છે. નાની નાની અને સામાન્ય ભૂલો આપણને ખુબ જ નુકશાન કરાવી શકે છે. પરંતુ આજના સમયમાં નાની ઉંમરના લોકોને પણ ફાંદ બહાર આવી જતી હોય છે.

તો આજે અમે તમને આ લેખમાં અમુક એવી વસ્તુ વિશે જણાવશું જે તમારા પેટ અને કમરની ચરબીને આસાનીથી દુર કરી શકશે. આ બાબતોનું ખાલી પાલન કરવું જરૂરી છે. કેમ કે અમે જે ઉપાય જણાવશું તે તદ્દન સામાન્ય અને સરળ છે. તો ચાલો જાણીએ ક્યાં છે એ ઉપાય.

ઉપવાસ કરવા : મિત્રો તમને જણાવીએ કે અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવામાં આવે તો તે શરીર માટે ખુબ જ લાભકારી થાય છે. જો તમને ખાવા-પીવાના ખુબ જ શોખીન હો, અને તમે તમારી ભૂખ પર કંટ્રોલ ન કરી શકતા હો તો અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ જરૂર કરવો જોઈએ. પરંતુ ઉપવાસમાં પણ બને ત્યાં સુધી તરલ પદાર્થો અને ફળોનું સેવન કરવું જોઈએ. જેમ કે લીંબુ પાણી, દૂધ, જ્યૂસ, સૂપ વગેરેનું સેવન ઉપવાસના દિવસે કરવું જોઈએ. તેના સિવાય કાચા શાકભાજી અથવા ફળોનું પણ સેવન કરી શકો. તેમજ સલાડનું સેવન કરવું જોઈએ, તો તમે આ પ્રકારે તમારા ખાનપાનમાં કંટ્રોલ કરી શકો, અને ધીમે ધીમે તમારા શરીરમાંથી ચરબી ઓછી થવા લાગશે.યોગ કરવા : પેટની ચરબીને ઓછી કરવા માટે યોગાસન કરવા પણ ખુબ જ સારો વિકલ્પ છે. દરેક સવારે વહેલા ઉઠીને યોગ કરી ચરબી ઓછી કરી શકો. દરેક યોગથી આપણા શરીરને ફાયદો થાય છે, પરંતુ મોટાભાગે બને ત્યાં સુધી એવા યોગને પસંદ કરવા જોઈએ જે આપણી પેટની ચરબી ઘટાડે. ભલે પેટની ચરબી ઓછા કરે તેવા યોગ કરવામાં આવે પરંતુ તે આપણા શરીરની દરેક બીમારીને દુર કરે છે. તેમજ જો સૂર્યનમસ્કાર કરવામાં આવે તો ચરબી અને કમરના ભાગ પરથી ચરબી ઓછી થવા લાગે છે.

જંક ફૂડ ખાવાની મનાઈ : જો તમે પેટની ચરબીને ઓછી કરવા માટે ગંભીર હો, તો બને એટલું જંક ફૂડથી દુર રહેવું જોઈએ. કેમ કે જંક ફૂડ ખુબ જ તેજીથી આપણા વજનને વધારવાનું કામ કરે છે. તેમજ ઓછા તેલમાં બનેલી વસ્તુનું સેવન કરવું જોઈએ. ક્યારેક ક્યારેક માત્ર બાફેલા શાકભાજીનું પણ સેવન કરવામાં આવે તો તેનાથી આપણા શરીરની ચરબી ઓછી થાય છે. સામાન્ય ઘઉંના લોટની બનેલી રોટલીનું સેવન કરવાના બદલે, જો ઘઉંના લોટમાં ચણાનો લોટ મિક્સ કરીને તેની રોટલીનું સેવન કરવું જોઈએ.મધનું સેવન : વજન ઘટાડવા માટે અથવા ચરબીને ઓછી કરવા માટે મધ પણ ખુબ જ ફાયદાકારક રહે છે. મધની થોડી એવી માત્રા રોજ સવારે ખાલી પેટ ગરમ પાણી સાથે લેવામાં આવે તો તેનાથી ખુબ ચરબી ઓછી કરવામાં ખુબ જ મદદ મળે છે. તેનાથી તમારા પેટની જમા થયેલી ચરબી થોડા ધીમે ધીમે ગળવા લાગશે.

ગ્રીન-ટીનું સેવન : જો તમે ચા પીવાના શોખીન હો, તો દુધની ચા ને અલવિદા કરી દો અને ગ્રીન-ટી પીવાની આદત પાડી દેવી જોઈએ. કેમ કે ગ્રીન-ટીમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપુર પ્રમાણમાં હોય છે. માટે જે લોકોએ ચરબી ઘટાડવી હોય તેમણે ગ્રીન-ટી, લેમન-ટી અથવા બ્લેક-ટીનું સેવન કરવું જોઈએ. કેમ કે દૂધ વાળી ચા પીવાથી શરીર વધવાની સંભાવના વધી જાય છે.ચાલવું જોઈએ : સવારે અને સાંજે ચાલવામાં આવે તો આપણું શરીર ચુસ્ત અને તંદુરસ્ત રહે છે. પેટની ચરબીને દુર કરવા માટે રોજ સવારે ઉઠીને થોડી વાર ચાલવા જવું જોઈએ. રાત્રે પણ સુતા પહેલા થોડી વાર ચાલવા જવું જોઈએ. ચાલવાથી આમ તો શરીરને ઘણા ફાયદા થાય, પરંતુ તેનાથી ખુબ જ કેલેરી બર્ન થાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

1 thought on “આ ઉપાય દ્વારા તમારા પેટ અને કમરની ચરબી થઈ જશે દુર, કરો આ 6 માંથી કોઈ એક કામ…”

Leave a Comment