મિત્રો ઘણી વાર જીવજંતુઓ પોતાના દરની બહાર આવી જતા હોય છે. તેનાથી આપણને ઘણા પ્રકારના ખતરા થઈ શકે છે. એવા ઘણા નાના નાના જંતુઓ હોય છે જે આપણા કાનમાં પણ ઘુસી જતા હોય છે. તો આવા નાના જંતુઓ પણ ઘણું નુકશાન પહોંચાડી શકે છે અને તેના કારણે આપણે ઘણી બધી પરેશાનીનો સામનો કરવો પડે. નાના જંતુઓ પણ જો કાનમાં ઘૂસીને અનહદ પીડા આપી શકે, પરંતુ જો કાનખજૂરો આપણા કાનમાં જતો રહે તો. તો તેની પીડાની કોઈ સીમા ન રહે.
મિત્રો આમ તો કાનખજુરો કરડી જાય તો તેનું ઝેર વધારે જાનલેવા ન હોય, પરંતુ ઘણી વાર કોઈ બાળક અથવા કમજોર હૃદય વાળાને કરડી જાય અને તેનો સમયે ઈલાજ ન થઈ શકે તો તેનું મૃત્યુ થવાની સંભાવના રહે છે. પરંતુ આવી સમસ્યા ખુબ જ ઓછી બનતી હોય છે. મોટાભાગે કાનખજૂરો કાનમાં જ ઘુસી જતો હોય.
કાનખજૂરો કાનમાં ઘુસી જાય તો તેના અમુક લક્ષણો હોય છે. જેમ કે કાન લાલ થઈ જવો, કાનમાં ખંજવાળ આવવી, કાનમાં બળતરા થવી, કાનમાં દુઃખાવો થવો, કાન ભારેભારે લાગવો, કાનમાં અસહ્ય પીડા થવા લાગે તો સમજવાનું કે કાનખજૂરો આપણા કાનમાં ઘુસી ગયો છે. કાનખજૂરો કરડી જાય તો તેના માટે અપનાવો આ સામાન્ય અને ઘરેલું ઉપાય.સિંધાલુણ નમક : મિત્રો આ સમસ્યામાં સિંધાલુણ નમક ખુબ જ કરગર ઉપાય છે. જો કાનખજૂરો કોઈ વ્યક્તિના કાનમાં ઘુસી જાય તો સિંધાલુણ નમકને પાણીમાં મિક્સ કરીને કાનમાં નાખવામાં આવે તો કાનખજૂરો મરી જાય છે અથવા તો ખુબ જ આસાનીથી બહાર આવી જાય છે.
ખાંડ : જો કાનખજૂરો તમારા શરીરથી ચોંટી જાય તો તે કાનખજૂરાના મોં પર ખાંડ નાખી દેવાની, તેનાથી કાનખજૂરાની પકડ ઢીલી પડી જશે અને તરત જ તમારા શરીરથી અલગ થઈ જશે.હળદર અને ગાયનું ઘી : જ્યારે કોઈ વ્યક્તિને કાનખજૂરો કરડી જાય તો હળદરમાં સિંધાલુણ અને ગાયનું ઘી મિક્સ કરીને એક મિશ્રણ તૈયાર કરવાનું, અને કાનખજૂરો જ્યાં કરડી ગયો હોય તે જગ્યા પર મિશ્રણનો લેપ કરવાનો. તેનાથી કાનખજૂરાનું ઝેર મરી જશે અને તરત જ રાહત મળશે.
ઠંડુ પાણી અથવા બરફ : કાનખજૂરો જો કરડી જાય તો તે સ્થાન પર તરત જ ઠંડા પાણીથી સાફ કરો અને તેના પર બરફ ઘસો. તે સ્થાનની નસો સુન્ન પડી જશે અને લોહી વહેતું બંધ થઈ જશે તેનાથી તમારા શરીરમાં ઝેર પણ નહિ ફેલાય.જો ખુબ જ ગંભીર ન હોય તો, કાનખજૂરો કરડી ગયો હોય તો તેની ઈલાજ સામાન્ય રીતે પણ કરી શકાય છે. પરંતુ એવું કહેવામાં આવે છે કે, ઈલાજ કરતા વધારે સાવધાની રાખવી જરૂરી છે. તો અમે તમને થોડી સાવધાની જણાવશું.
સાવધાની : ગરમી અને વરસાદની ઋતુમાં ખુલ્લામાં જમીન પર ન સુવું જોઈએ, શુઝ પહેરતા પહેલા તપાસ કરી લો, ઘણી અંદર પલંગ પર સુવું જોઈએ, સુતા સમયે ખુદને ચાદરથી ઢાંકી દો, કાનને કોઈ રૂમાલ અથવા કપડાથી બાંધીને સુવો, બાળકોને જમીન પર ખુલ્લા દર હોય ત્યાં રમવાની મનાઈ કરો. આ બધી સાવધાની તમને કાનખજૂરાથી બચાવે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ