મિત્રો આપણા આયુર્વેદમાં ઘણા બધા એવા ઉપચારો જણાવ્યા છે, જે આપણને કોઈ પણ નુકશાન વગર જ ફાયદો પહોંચાડી શકે છે. તેની સાથે વધારે મહત્વની વાત તો એ છે કે, આપણે તેના માટે એક પણ રૂપિયાનો ખર્ચ પણ નથી કરવો પડતો. તો આજે આ લેખમાં અમે તમને એક એવી જ વસ્તુ વિશે જણાવશું. જેના પાંચ એવા અદ્દભુત ફાયદા અમે તમને જણાવશું, માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
મિત્રો સવારે આપણે ઉઠીએ ત્યારે આપણું મોં વાસી હોય છે, કેમ કે આપણું મોં સતત કલાકો સુધી જો બંધ રહે તો તેની અંદર લાળ ઘટ્ટ બની જાય છે અને વાસ આવવા લાગે છે. પરંતુ મિત્રો એ લાળ આપણા માટે ખુબ જ ગુણકારી છે. એ લાળના આપણને ઘણા ફાયદા થાય છે. આયુર્વેદમાં હજારો વર્ષો પહેલા વાગ્ભટ્ટજી એ લાળના અનેક ફાયદા જણાવ્યા હતા. તો લાળ 18 એવા તત્વો મળી આવે છે ધૂળમાં રહેલા હોય છે. તો ચાલો જાણીએ વાસી લાળના ફાયદા વિશે.
1 : જો તમને આંખની આસપાસ કાળા દાગ અથવા કુંડાળા પડી ગયા હોય તો સવારે વાસી મોંની લાળથી ધીમે ધીમે તમારી આંખની આસપાસ ઘસો. થોડા જ દિવસોમાં કાળા દાગ દુર થઈ જશે. સાથે સાથે સવારની વાસી મોંની લાળ આંખમાં કાજળની જેમ લગાવવામાં આવે તો, આંખોની રોશની વધે છે. તેના સિવાય તે આંખની સમસ્યાને પણ દુર કરવામાં મદદરૂપ બને છે.2 : જો કોઈને ધાધર અથવા તો ખીલની સમસ્યા હોય તો વાસી લાળને ચહેરા પર લગાવવામાં આવે તો તેનાથી છુટકારો મળે છે. શરીરમાં થતી ફોડલીઓ અને ઘાવ ભરાયા બાદ જે દાગ રહી જાય તેને દુર કરવા માટે પણ લાળ ખુબ જ મદદરૂપ થાય છે. શરીરમાં કોઈ જગ્યાએ કાપકૂપનો ઘાવ હોય તો સવારે વાસી લાળ લગાવવાથી ખુબ જ ફાયદો થાય છે. ત્યાં સુધી કે લાળ ડાયાબિટીસના રોગીઓના ઘાવ ભરવા માટે પણ રામબાણ ઈલાજ કરે છે.
3 : આપણા પાચનતંત્રને તંદુરસ્ત કરવા માટે લાળથી વધારે સારી કોઈ દવા નથી. લાળમાં ટાયલિન નામનું એન્ઝાઈમ હોય છે, એટલા માટે સવારે ઉઠતાની સાથે એક ગ્લાસ પાણી પીવાથી તમારી લાળ સીધી તમારા પેટમાં જાય છે. આ પ્રમાણે કરવાથી આપણી પાચન સંબંધી પરેશાની દુર થાય છે.4 : લાળમાં સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફેટ, કેલ્શિયમ, પ્રોટીન, ગ્લુકોઝ જેવા તત્વ હોય છે. જે આપણા દાંતને પણ મજબુત બનાવે છે. તેમાં રહેલા એન્ટીબાયોટીક દાંતને હાનિકારક સંક્રમણથી બચાવે છે. તેનાથી દાંત સડતા નથી. વાસી લાળ દાંતો પર સુરક્ષા કવચનું કામ કરે છે.
5 : ઘણી વાર મોં માં લાળ ઓછી બનવાના કારણે પણ શ્વાસમાં વાસ આવવાની સમસ્યા થઈ શકે છે. મોં માં રહી ગયેલા ભોજનના કણ અને બેક્ટેરિયા ઘણી વાર ઇન્ફેકશન પેદા કરી નાખે છે. તેનાથી શ્વાસમાં વાસ આવવા લાગે છે. લાળથી આ કણો અને બેક્ટેરિયાને ખતમ કરવામાં મદદ મળે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ