આજીવન પથરીની સમસ્યા તમારાથી રહેશે દુર. આ  6 વસ્તુઓથી હંમેશા રહો દુર.

મિત્રો ઘણા લોકોને પથરીની સમસ્યા હોય છે. જ્યારે પથરી થવાના ઘણા કારણો હોય શકે છે. કહેવાય છે કે પથરીનો દુઃખાવો ખુબ જ અસહ્ય હોય છે. પણ જો તમે એમ ઈચ્છો છો કે, પથરી તમને ક્યારેય ન થાય. તો તેના માટે તમારે ઘણી કાળજી રાખવી પડે છે. તેથી પહેલા તો તમારે તમારા ખોરાકમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. અમુક એવી વસ્તુઓ છે જેનું સેવન ન કરવું જોઈએ. આજે અમે તમને એવી 6 વસ્તુઓ વિશે તમને જણાવીશું જેને તમારે ક્યારેય ખાવી ન જોઈએ.

આજની દોડતી જિંદગીમાં મોટાભાગના લોકોને પથરીની સમસ્યા થાય છે. જે હવે એક સામાન્ય વાત થઈ ગઈ. કિડનીની પથરીનું દર્દ ખુબ અસહ્ય હોય છે. જ્યારે તેના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. કિડનીની પથરી થાવનું મુખ્ય કારણ આપણો ખોરાક અને ઓછું પાણી પીવું એ છે. આમ કિડનીની પથરી બીજી અનેક પરેશાનીને પણ લાવે છે. જેનો સંકેત આપણું શરીર આપણને જરૂર આપે છે પણ આપણે તેના તરફ ધ્યાન નથી આપતા.

આમ જે લોકોને કિડનીમાં પથરી થાય છે તેને તેના લક્ષણ અંગે ત્યારે ખબર પડે છે જ્યારે પથરીનો આકાર વધવા લાગે છે. અને યુરિન દરમિયાન દર્દીને તકલીફ થવા લાગે છે. પણ જો તમે પોતાના ખોરાકમાં ધ્યાન રાખો તો આ પથરી થવાની સંભાવના ઓછી થઈ શકે છે.પાલક : જે લોકોને પથરીની તકલીફ હોય તે લોકો પાલકથી દુર રહે તો વધુ સારું છે. કારણ કે પાલકમાં ઓક્સલેટ હોય છે. જે કેલ્શિયમને જમાવી દે છે અને યુરિન બહાર કાઢવા નથી દેતું. તેવામાં જો પથરીના દર્દી પાલક ખાય તો તેને ખુબ તકલીફ થઈ શકે છે.

ચોકલેટ : જો તમને ચોકલેટ ખુબ પસંદ છે તો તમારે આ આદત છોડવી પડશે. કારણ કે, તે તમારી કીડનીની પથરીને વધારી શકે છે. ચોકલેટમાં ઓક્સલેટ હોવાથી તેનાથી દુર રહેવું ખુબ જરૂરી છે.ટમેટા : આપણે આપણી રસોઈમાં ટમેટાનો ઉપયોગ કરીએ છીએ. ટમેટામાં પણ ઓક્સલેટ હોય છે. તેવામાં પથરીના દર્દીને ટમેટા ન ખાવા જોઈએ. અને જો તમારે ટમેટા ખાવા જ હોય તો તેનો ઉપયોગ કરતા પહેલા ટમેટાના બીજ કાઢી લો.

મીઠું : પથરીના દર્દીએ પોતાના ખોરાકમાં મીઠાનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે મીઠામાં સોડિયમ હોય છે, જે પેટમાં જઈને કેલ્શિયમ બની જાય છે અને તે પથરીને વધારી દે છે.

ચા : ડોક્ટર પથરીના દર્દીને ચા પીવાની બિલકુલ ના પાડે છે. એક પ્યાલી ચા પણ શરીરને ખુબ જ મોટું નુકસાન કરી શકે છે. એક કપ ચા થી પથરીની સાઈઝ ઘણી વધી જાય છે.સી-ફૂડ અને મીટ : જો તમને સી-ફૂડ અને મીટ પસંદ છે તો પોતાની તંદુરસ્તી માટે તેને મુકવું પડશે. એટલું જ નહિ પણ અન્ય પ્રોટીન વાળી વસ્તુથી પણ તમારે ધ્યાન રાખવું પડશે. તેમાં પ્યુરીન નામનું એક તત્વ હોય છે અને પ્યુરીનની માત્રા વધવાથી યુરિક એસીડનું સ્તર વધી જાય છે જેનાથી પથરી વધી શકે છે.

પથરીમાં જે વસ્તુને પાચનમાં વાર લાગતી હોય તે ન ખાવી જોઈએ. વધુ પડતું ખાઈને વજન ન વધારવું જોઈએ. કોલ્ડ ડ્રીંક્સ, માંસ, માછલીનું સેવન કરવામાં ધ્યાન રાખવું. ફળમાં સ્ટ્રોબેરી, આડું, બોર, અંજીર, રસભરી, કિશમિશ, મુનક્કા જેવા ડ્રાયફ્રુટના સેવનમાં ધ્યાન રાખવું. દૂધ, દૂધથી બનેલા પદાર્થ જેમ કે પનીર, દહીં, માખણ, ટોફી, કૈન સૂપ, નુડલ્સ, ફ્રાઈ ફૂડ, જંક ફૂડ, ચિપ્સ ચોકલેટ, ચા વગેરે ખાવામાં ખાસ ધ્યાન રાખવું અને ઓછી માત્રામાં જ તેનું સેવન કરવું જોઈએ.આ દરેક પદાર્થોમાં ઓક્સલેટ હોય છે જે પથરીનું કારણ બની શકે છે. આમ શાકભાજી, ફ્રુટ્સ, ડ્રાયફ્રુટ, મીટ વગેરમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોવાથી તેને ખાવામાં ધ્યાન રાખવું. કોઈ પણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ તબિયતને ખરાબ કરી શકે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment