ઇમ્યુનિટીને બુસ્ટ કરવા રસોડાની જ વસ્તુથી બનાવો આ હેલ્દી પીણું, શરીરથી કોસો દુર રહેશે બીમારીઓ.

નબળી રોગપ્રતિકારક શક્તિ એ બીમાર પડવા પાછળનું એક મોટું કારણ છે. ઉનાળાની ઋતુમાં મોટા ભાગના લોકો બીમાર પડે છે. તે જ સમયે  બીજી વાર વધી રહેલા કોરોનાએ આખા દેશમાં ચકચાર મચાવી દીધો છે. આવી સ્થિતિમાં લોકોએ ફરીથી તેમની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે વિચારવું જોઈએ.

રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાથી શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા ઘટી જાય છે. રોગપ્રતિકારક શક્તિ નબળી હોવી એ કોઈ રોગ નથી, પરંતુ એ એક એવી તકલીફ છે, જે ઘણા રોગોનું કારણ બની શકે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘણા પ્રકારના ખોરાકનું સેવન કરવું જોઈએ. એટલું જ નહિ શરીરને રોગોથી મુક્ત રાખવા માટે વધારે પ્રમાણમાં પાણી પીવું પણ જરૂરી છે. આ સિવાય કેટલાક ખાસ જ્યુસ તમારી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરી શકે છે.આદુ, હળદર અને ગાજરનું જ્યુસ : પહેલા આ બધા શાકભાજીને ધોઈ લો. તેમાં અજમો, ગાજર, કાકડી, લીંબુ, આદુ, હળદરને પીસી લો. હવે તેમાં એક ચપટી કાળા મરી(તીખા) નાખો. બધું બરાબર મિક્સ કરી પીવો. હળદર ઉચ્ચ એન્ટી ઓક્સિડેન્ટ મસાલામાંથી એક છે. કારણ કે તેમાં કરક્યુમિન હોય છે. તેમજ કાળા મરીમાં પેપરીન હોય છે, જે કરક્યુમિનનું શોષણ વધારે છે. આ સિવાય આદુ સુકી ઉધરસને રોકવામાં મદદ કરે છે. લીંબુ એ વિટામીન સી નો સમૃદ્ધ સ્ત્રોત છે, જે એન્ટી ઓક્સિડેન્ટ અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. ખાતરી કરો કે આ શાકભાજીનું જ્યુસ જરૂરથી પીવું જોઈએ.

ગાજર અને બીટથી બનાવેલી કાંજી : ગાજર અને બીટને પીસેલા સરસવના પાવડર, કાશ્મીરી મરચું અને પાણી લેવું. આ દરેક વસ્તુને એક મોટા વાસણમાં નાખો અને સારી રીતે મિક્સ કરી લો. પછી તે જારનું ઢાંકણ બંધ કરી દો અને કોઈ ગરમ જગ્યાએ ઓછામાં ઓછું 3 દિવસ માટે ત્યાં રાખવું. આ સિવાય તમે તેને આખો દિવસ તડકામાં પણ મૂકી શકો છો. તેનો સ્વાદ ખાટો હોય છે અને તેને 4 થી 5 દિવસ સુધી પીય શકાય છે. કાંજી એ ઉતમ પ્રકારની પ્રોબાયોટીક છે. તે આપણા આંતરડા માટે ખુબ જ સારું છે. જો તમારા આંતરડા સ્વસ્થ અને સારા હશે તો તમારી રોગપ્રતિકારક શક્તિ પણ સારી રહેશે.ગાજર અને બીટનું જ્યુસ અથવા સૂપ પીવાથી પણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. લોકો ગાજર અને બીટના ફાયદા અને ગુણધર્મો વિશે જાણે છે. આ બંનેનું જ્યુસમાં વિટામિન્સ, ખનિજો અને અન્ય ઉપયોગી પદાર્થોનો વાસ્તવિક જ્યુસ બનશે, તેને પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આંતરડા સ્થિર કરે છે. ચેતાતંત્ર અને હૃદયના કાર્યમાં સુધારો થાય  છે. પાચનશક્તિ મજબૂત બનાવવા માટે ગાજર અને બીટનું જ્યુસ જરૂરથી પીવું જોઈએ

તાજી હળદરનું અથાણું : તાજી હળદરનું અથાણું એક લોકપ્રિય ઉતર ભારતીય અથાણું છે. તેમાં મીઠું ચડાવેલ અને ટેંગી અથાણું બધાને ખુબ જ ગમશે. આ હળદરનું અથાણું રોટલી, પરાઠા, અથવા કોઈ પણ ભારતીય બ્રેડ સાથે પણ ખાઈ શકાય છે. તાજી હળદર, આદુ, મીઠું, લીંબુ, સરસવનું તેલ અને કાળા મરી લો. હળદર અને આદુને સારી રીતે ધોઈ લો અને તેને લાંબી કાપી લો. એક કડાઈમાં સરસવનું તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેને એક બાજુ રાખો. હવે બાઉલમાં લીંબુનો રસ લો. કડાઈમાં સરસવ નાખો.જ્યારે રાઈના ફાડા  થોડા શેકાય ત્યારે તેમને એક બાજુ રાખો. સરસવનું તેલ થોડું ઠંડુ થાય એટલે તેમાં રાઈના ફાડા, હળદર અને આદુ નાખો. હળદર અને આદુના મિશ્રણમાં લીંબુનો રસ, મીઠું અને મરી નાખો. અને તેને એક ડબ્બામાં રાખો જેમાં હવા પણ જઈ શકે નહિ અને જ્યારે તમે ઈચ્છો ત્યારે તેને ખાઈ શકશો. હળદરમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણધર્મ હોય છે. તે વિવિધ પ્રકારના રોગોથી બચાવે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત કરવામાં મદદ કરે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment