આયુર્વેદિક ડોક્ટરે જણાવ્યા ઓક્સિજન લેવલ વધારવાના ઘરેલું અને મફત ઉપાયો….

મિત્રો આપણે હાલ જોઈએ છીએ કે કોરોની બીજી લહેર દેશભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. આ વખતે કોરોના વાયરસ હોવાના લક્ષણો પણ બદલ્યા છે. તેમજ આ વખતે કોરોનાનું સંક્રમણ પણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. તેમજ જેમની ઉંમર 30 થી 50 વર્ષ સુધી હોય એવા લોકોની સ્થિતિ પણ ખુબ જ ગંભીર બની ગઈ છે. પરંતુ આવી રીતે ગંભીર હાલત થવા પાછળનું કારણ છે ફેફસાં. ફેફસાંમાં ઇન્ફેક્શન લાગી જવાથી ઓક્સિજન લેવલ શરીરનું ઘટી જાય છે.

તો આ બાબતોને ધ્યાનમાં રાખીને આયુર્વેદિક ડોક્ટરો દ્વારા ઘરેલું ઉપાયો દ્વારા ઓક્સિજન લેવલ કેવી રીતે વધારી શકાય તેના વિશે જણાવ્યું છે. તો રાજકોટના એક આયુર્વેદિક ડોક્ટર દ્વારા ઘરેલું ઉપાયો જણાવ્યા છે, જેના દ્વારા તમે ઘરે બેઠા જ ઓક્સિજન લેવલ વધારી શકો છો. જો ઓક્સિજન લેવલ ડાઉન થાય તો 1 ગોળી કપૂરની, 1 ચમચી રાઈ, અડધી ચમચી મીઠું અને અડધી ચમચી અજમાને ખાંડીને એક પોટલી બનાવી નાખવાની અને પછી તેને સુંઘો. આ ઉપાય દ્વારા તમારું ઓક્સિજન લેવલ ઊંચું આવે છે.

કોરોનાના લગભગ 40% જેટલા દર્દીઓનું ઓક્સિજનનું લેવલ ડાઉન થઈ જાય છે, એવું સામે આવ્યું છે. 40% દર્દીઓનું ઓક્સિજન ડાઉન થવાના કારણે મોટાભાગની હોસ્પિટલોમાં ઓક્સિજનના બાટલા, વેન્ટીલેટર, રેમડેસિવિર ઇન્જેક્શન અછત થઈ ગઈ છે. દર્દીઓ વધવાના કારણે આ બધી વસ્તુઓની જરૂરિયાત પણ વધુ થઈ ગઈ છે. પરંતુ આ બધી દોડધામ વચ્ચે ઓક્સિજન લેવલ વધારવા માટે આયુર્વેદિક ઉપચાર કરવો ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે. લોકો આયુર્વેદિક ઉપચાર કરીને પણ પોતાનું ઓક્સિજન લેવલ સારું બનાવી શકે છે. જેના માટે એક આયુર્વેદિક ડોક્ટર દ્વારા ઉપાયો જણાવવામાં આવ્યા છે.બીજો ઉપાય છે નાસ પદ્ધતિ : નાસ પદ્ધતિમાં એક વાસણમાં પાણી લો, કડવો લીમડો લો અને કોઈ પણ બામ લો. લીમડાના પાંદ અને બામને પાણીમાં નાખી અને પાણીને ઉકાળો. પાણી ઉકલી જાય બાદ તેને નીચે ઉતારી અને તેની વરાળને નાક દ્વારા અંદર શ્વાસથી શરીરની અંદર જાય એમ ખેંચો. તેનાથી તમારું ઓક્સિજન લેવલ વધશે. તેમજ શરદી કે ઉધરસ હોય તો તેમાં પણ રાહત મળશે. તેમજ નાક, ગળા અને ફેફસાંમાં રહેલ કફ પણ છૂટો પડી બહાર નીકળી જાય છે. જેના કારણે ઓક્સિજન લેવલ વધે છે.

અન્ય ઉપાયો : તેમજ તમે તમારા શ્વાસોશ્વાસની પ્રક્રિયાને યોગ્ય કરવા બીજી રીતે પણ નાસ લઈ શકો છો, ઓક્સિજન વધારવા માટે રાઈ અને મીઠાને પણ પાણીમાં ઉકાળીને નાસ લઈ શકો છો. એ પણ તમારું ઓક્સિજન લેવલ વધારી દે છે.

પ્રોનિંગ થેરેપી દ્વારા પણ તમે ઓક્સિજન લેવલને વધારી શકો છો. જેમાં દર્દીને ઉંધા સુવડાવવાના હોય છે. ઉંધા સુવાથી પેટ અને છાતીના ભાગ પર દબાણ થાય છે તેનાથી ફેફસાં પર પણ દબાણ વધે છે. તેનાથી પણ કફ છૂટો પડે છે. તેમજ પડખાના ભાગે સુવાથી પણ ઓક્સિજન લેવલ વધારી શકાય છે.તેમજ કસરત અને યોગ કરીને પણ ઓક્સિજન વધારી શકાય છે. જેમાં રોજ પ્રાણાયમ કરવા જોઈએ, તેમજ એ ન આવડે તો મગજને શાંત રાખીને સીધું ટટ્ટાર બેસી જેવાનું અને ઊંડા શ્વાસો ભરવાના અને છોડવાના. તેનાથી પણ ઓક્સિજન લેવલ વધી જશે.

બની શકે એટલી વધુ માત્રામાં શુદ્ધ પાણી દિવસભર પીવું જોઈએ. કુદરતી બની શકે એટલી વધુ શ્વાસ દ્વારા શરીરમાં જાય એવો પ્રયાસ કરવો, દિવસે કે રાત્રે બને ત્યાં સુધી ઘરના બારી-બારણા ખુલ્લા રાખવા. કસરત કરવી તેમજ સમય અનુસાર હળવો વ્યાયામ કરવો જોઈએ.

તેમજ વૃક્ષો સાથેનો સંપર્ક બને ત્યાં સુધી વધારવો જોઈએ. જેમાં પીપળો, આસોપાલવ, વાંસ જેવા વૃક્ષો વધુ ઓક્સિજન આપે છે. તેમજ ઘણા નાના છોડ પણ ઘરમાં રાખી શકો છો. જે ઘરની હવાને શુદ્ધ કરીને ઓક્સિજન આપી શકે છે. તેમજ તમારા શરીરમાં હિમોગ્લોબીન વધે તેમજ જળવાય રહે એવા ખોરાકનું સેવન કરવું જોઈએ.મિત્રો રાજકોટના ડોક્ટર ગૌરાંગ જોષીએ જણાવેલ ઓક્સિજન વધારવાના ઉપાયો અનુસાર તમે લીંબુથી વાયરસને દુર કરી શકો છો. જેમાં લીંબુના રસના બે બે ટીપા તમારા નાકમાં નાખવાના છે. લીંબુના ટીપા તમે નાકમાં નાખશો એ તમારા મોંમાં આવશે, જેણે થૂંકી નાખવાનું છે. લીંબુનો રસ નાકમાં નાખશો એટલે તરત જ છીંક આવશે. ત્યાર બાદ નાકમાંથી કફ બહાર નીકળવા લાગશે અને એ કફ સાથે વાયરસ પણ બહાર નીકળશે.

લીંબુ નાકમાં નાખવાથી બળતરા થાય, તો તેના ઉપાય માટે તમે નાકની અંદર નાળીયેરનું તેલ પણ લગાવી શકો છો. જે તમારા નાકની બળતરાને ઓછી કરી રાહત પ્રદાન કરે છે. તેમજ તમે વધેલા લીંબુમાં હળદર અને મીઠું નાખીને કોગળા કરશો તો પણ તમારા મોંની આસપાસના વાયરસ દુર રહેશે.માત્ર બે ત્રણ રૂપિયામાં જ તમે આ ઘરેલું સારવાર લઈ શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment