દરેક ઘરોમાં ગૃહિણીઓ પોતાના રસોઈ ઘરમાં શાકભાજી બનાવતી વખતે મોટાભાગના શાકભાજીની છાલ કાઢી નાખતી છે. પણ અમુક સમયે જયારે આ છાલ કાઢવાનું મશીન છે તેની ધાર ઓછી થઈ જાય છે. અને તમારા માટે તે મશીન નકામું થઈ જાય છે આવા સમયે જો તમે આ છાલ કાઢવાના મશીનની ધાર કાઢવાના ઉપાય વિશે જાણતા હો, તો ઘરે જ તેની ધાર કાઢી શકો છો, ચાલો તો તેના વિશે વધુ જાણી લઈએ.
કોઈ પણ રસોડામાં શાકભાજીની છાલ ઉતારવાના મશીનની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. આ મશીન વગર બટાકા, દૂધી આવી ઘણી શાકભાજીની છાલ ઉતારવામાં મુશ્કેલી થાય છે. શાકભાજીની છાલ ઉતારવાના મશીનની ધાર શાકભાજી અને ફળોને સારી રીતે છાલ ઉતારાવાનું સરળ બનાવે છે. એક રીતે ગૃહિણીએ રસોડાની બહાર પણ કોઈ ફળની છાલ ઉતારવામાં તેની મદદ લેવી પડે છે. આવી સ્થિતિમાં થોડા દિવસો સુધી તેનો ઉપયોગ કર્યા પછી આ મશીનની ધાર સારી રીતે કામ કરતી નથી અને સ્ત્રીઓ મશીનને એક ખૂણામાં મૂકી દે છે અથવા ફેંકી દે છે.એવામાં ફેંક્યા પછી સૌથી આસન રીતે એ છે કે, બજારમાંથી નવું મશીન લઈ આવવું. પરંતુ વારંવાર પૈસા ખર્ચવા કરતા સારું એ છે કે, તેની ધાર ઘરે જ સારી કરી શકો છો. આજે અમે તમને કેટલીક ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ. જેને અપનાવીને તમે શાકભાજીના મશીનની ધાર ઝડપથી સારી કરી શકો છો તો ચાલો તેના વિશે જાણીએ.
છરીનો ઉપયોગ કરો : છરીનો ઉપયોગ કરીને તમે સરળતાથી શાકભાજીની છાલ ઉતારવાના મશીનની ધાર તેજ કરી શકો છો. આ માટે તમે મશીનથી નીચેના ભાગ પર એક થી બે વખત ધીમે ધીમે ઘસો. થોડા સમય પછી મશીન પર એક થી બે ચમચી પાણી રેડવું અને ફરીથી છરીની મદદથી તેને મશીનની ધારમાં ઘસો. આ રીતે શાકભાજીની છાલ ઉતારવાના મશીનની ધાર સરળતાથી તેજ થઈ શકે છે. તમે આ ઉપાયને આગળ પણ આવી રીતે જ્યારે ધાર ઓછી થઈ જાય ત્યારે ફરી આ રીતે ઉપયોગ કરી શકો છો.સેંડપેપરનો ઉપયોગ કરો : શાકભાજીની છાલ ઉતારવાના મશીનને છરી, કાતર વગેરેની ધારને તીક્ષ્ણ બનાવવા માટે સેંડપેપરનો ઉપયોગ કરી શકો છો. આ પેપરની મદદથી આસાનીથી અને તદ્દન તેજ ધાર થઈ શકે છે. આ માટે તમે મશીન પર થોડું પાણી નાખો અને થોડા સમય માટે તેને હળવા હાથે સેંડપેપર ઘસો. જ્યારે તમને લાગે કે ધાર તેજ થઈ ગઈ છે તો પછી તમે થોડી વાર રોકીને મશીનને પાણીથી સારી રીતે સાફ કરી લો. આજના સમયમાં કોઈ પણ જગ્યાએ સેંડપેપર ખુબ જ સરળતાથી મળી જાય છે અને તે પણ સસ્તા ભાવમાં.
લોખંડની મદદથી ધાર તેજ બનાવો : ઘરમાં હાજર હોય તેવા કોઈ પણ લોખંડની મદદથી તમે આસાનીથી મશીનની ધાર કાઢી શકો છો. આ માટે થોડું વધારે જુનું હોય તેવા લોખંડનો ઉપયોગ કરવો જોઈએ. આવું જુનું લોખંડ લો પછી તેને ધારવાળી જગ્યાએ એક થી બે વખત આરામથી ઘસો જેથી કરીને તેની ધાર એકદમ સારી બને. દરેક રીત બતાવ્યા પ્રમાણે તમે ધાર પર પાણી નાખો અને આરામથી હળવા હાથે તેને ઘસો. આ રીતે તમે ગમે ત્યારે આસાનીથી ધાર કાઢવાના મશીનની ધાર સારી કરી શકો છો. ધાર કાઢવા સમય તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારા હાથમાં લાગી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું.રેતીનો ઉપયોગ કરો : જુના સાધનમાંથી કાટને દુર કરવા માટે જે રીતે રેતીનો ઉપયોગ કરવામાં આવે છે, તે જ રીતે શાકભાજીની છાલ ઉતારવાના મશીનની ધારને સારી કરવા માટે પણ રેતીનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક વાસણમાં રેતી મુકો અને આ રેતીને મશીન પર મૂકી એક થી બે દિવસ માટે રહેવા દો. આમ કરવાથી પણ મશીનની ધાર સારી તેજ થઈ જાય છે. ચોક્કસ તમને આ રીત જરૂર કામ આવે તેવી છે તો તેનો ઉપયોગ જરૂરથી કરજો.
મશીનની ધારને તેજ કરવા માટે પથ્થરનો પણ ઉપયોગ કરી શકો છો. તેની ધાર કાઢવા માટે ગ્રેનાઈટ પથ્થર અથવા આરસ પથ્થરનો ઉપયોગ કરી શકાય છે. આ માટે મશીનની ધારને પથ્થર પર હળવા હાથે ઘસવાથી ખુબ જ ઝડપથી ધાર નીકળે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી