અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
👩⚕️ તમારી સામે ક્યારેક કોઈ વ્યક્તિને અચાનક હાર્ટઅટેક આવે ત્યારે તુરંત કરો આ કામ અને બચાવો દર્દીનો જીવ.. 👩⚕️
👩⚕️ મિત્રો તમે વિચારો કે તમે રસ્તામાં ક્યાંક જઇ રહ્યા છો અથવા તો તમે બસમાં મુસાફરી કરી રહ્યા છો હવે ત્યાં બને છે કે એવું તમારી બાજુમાં કોઈ વ્યક્તિ બેઠી છે અને તે વ્યક્તિને અચાનક હાર્ટઅટેક આવે તો તમે તે સમયે શું કરશો ? તમે એમ્બ્યુલેન્સને ફોન કરશો તથા તેનો જીવ બચાવવા તમે પોતે જ તેને હોસ્પિટલ લઇ જવાનો પ્રયત્નો કરશો પરંતુ બને એવું કે વ્યક્તિનું રસ્તામાં જ મૃત્યુ થઇ જતું હોય છે. હવે શું કરશો ? તો મિત્રો ચિંતા કરવાની જરૂર નથી અમુક એવા કામ કરીને તમે તે વ્યક્તિને હોસ્પિટલ સુધી જીવતા રાખી તેનો જીવ બચાવી શકો છો. Image Source :
👩⚕️ આટલા કામ તરત જ કરી બચાવો હાર્ટએટેકથી મરતા વ્યક્તિનો જીવ :-
👩⚕️ મિત્રો તમારી સામે ક્યારેય કોઈને હાર્ટએટેક આવે તો પાંચ મિનીટની અંદર જ તમારે આ વ્યક્તિ માટે આ કામો કરવાના છે જેથી દર્દીનું મૃત્યુ થતા અટકે છે. કારણ કે આ બીમારી ખુબ જ ખતરનાક હોય છે તેથી જેટલા જલ્દી પગલા લેવામાં આવે તેટલું જ સારું રહે છે.
👩⚕️ કોઈ વ્યક્તિને તમારી સામે હાર્ટએટેક આવે તો દર્દીને ઊંડો શ્વાસ લેવાનું કહો આ ઉપરાંત તેની આસપાસ હવા આવવાની જગ્યા છોડો. ઘણી વાર તમે જોયું હશે કે કોઈ વ્યક્તિને હાર્ટએટેક આવ્યો હોય તો ચારે બાજુથી લોકો તેને ઘેરી લેતા હોય છે પરંતુ આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમારે તેની આસપાસ એટલી ભીડ જમા નથી થવા દેવાની જેથી દર્દીને હવા મળતી રહે એટલે કે પર્યાપ્ત માત્રામાં ઓક્સીજન મળી રહે તેવા પ્રયત્નો કરવાના છે.
👩⚕️ આ ઉપરાંત દર્દીના કપડા થોડા ઢીલા કરી નાખવા જેથી દર્દીના હૃદયને ઓક્સીજન મેળવવમાં સહાયતા રહે.👩⚕️ ક્યારેક હાર્ટએટેક જે વ્યક્તિને આવ્યો હોય તેને ઉલટી જેવું થતું હોય છે તો દર્દીને ધીમેથી એક તરફ વાળીને ઉલ્ટી કરવા દો જેથી ઉલટી ફેફસામાં ન ભરાય અને તેને કોઈ નુકશાન ન થાય.
👩⚕️ દર્દીની ગરદન બાજુમાં હાથ રાખી તેની નસ તપાસવી. જો પલ્સ રેટ 60 થી 70 થી પણ ઓછી હોય તો સમજી લેવું બ્લડપ્રેશર ખુબ જ ઝડપથી નીચું આવી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિની સ્થિતિ ખૂબ જ નાજુક થઇ જાય છે.
👩⚕️ ત્યારે દર્દીને સૂવડાવી દો તેમનું માથું નીચે રહે અને પગ થોડા ઉપર રહે તે રીતે સૂવડાવો. આવી રીતે કરવાથી પગના બ્લડની સપ્લાય હૃદય તરફ થશે જેથી બ્લડપ્રેશરમાં રાહત મળશે.
👩⚕️ જ્યારે કોઈ વ્યક્તિને હાર્ટએટેક આવે ત્યારે તેને કંઈ ખવડાવા કે પીવડાવવાની ભૂલ ક્યારેય ન કરવી કારણ કે તે મુસીબતો વધારો શકે છે માટે ક્યારેય દર્દીને કંઈ પણ ખવડાવું કે પીવડાવવું નહિ.
👩⚕️ પલ્સ રેટ જ્યારે ખુબ જ ઓછી થઇ જાય ત્યારે તમે દર્દીની છાતી પર હથેળી વડે દબાણ આપીને બ્લડપ્રેશરમાં રાહત આપી શકો છો. પરંતુ ખોટી રીતે જો દબાણ કરવામાં આવે તો તે વધારે મુશ્કેલી ઉભી કરે છે. તેથી તમારે તે યોગ્ય ટેકનીક મૂજબ જ કરવું. આવું કરવા માટે વિશેષ અભ્યાસની જરૂર હોય છે પરંતુ તમે આ ટેકનીક ઈન્ટરનેટ પર CTR ની સાચી રીત આવું સર્ચ કરીને તે શીખી શકો છો અથવા તો તેને સંબંધી વિડીયો જોઈને પણ આ કામ કરી શકો છો.
👩⚕️ મિત્રો તમે હાર્ટએટેક વાળા વ્યક્તિઓને ડીસ્પ્રિન અથવા સૌરબ્રીટેટ જેવી ગોળીઓ પણ આપી શકાય તેનાથી બ્લડપ્રેશરમાં રાહત મળે છે. પરંતુ ડોક્ટરની સલાહ વગર તમે આ દવા ન આપી શકો તેથી તમારે શું કરવાનું કે જો કોઈ વ્યક્તિ તેની બીમારી અને સમસ્યાથી સભાન હશે તો તે ગોળી તેની સાથે જ હશે તો તપાસી લેવું જો ગોળી નીકળે તો તેની તપાસ કરી પીવડાવવી.
👩⚕️ જ્યારે તમે દર્દીને હોસ્પીટલે લઇ જતી વખતે ગાડીમાં લઈ જાવ ત્યારે તમારે તેમને બેસાડવાના નથી પરંતુ ત્યારે પણ તમારે દર્દીને ગાડીમાં સૂવડાવી દેવાના છે જેથી તેમનું બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થવામાં મદદ મળે.અને ઝડપથી દર્દીને હોસ્પિટલ લઇ જવાનો પ્રયાસ કરવો જેથી તેમને જરૂરી બધી જ સારવાર મળી રહે અને તમારા દ્વારા કોઈ એક વ્યક્તિનો જીવ બચી જાય.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી