અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
😈 આ કાર્યો કરી તમે બચી શકો છો શનિદેવના પ્રકોપ તેમજ સાડાસાતી થી.. 😈
😈 મિત્રો નવ ગ્રહોમાંથી સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી ગ્રહ છે શનિ. મિત્રો પૃથ્વીમાં કોઈ પણ માણસ એવું નથી કે જે શનિના પ્રભાવથી બચી શકે તેમજ બ્રહ્માંડમાં પણ કોઈ એવા દેવતા નથી કે જે શનિદેવના પ્રકોપથી બચી શકે. શનિદેવને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે શનિદેવ દરેક વ્યક્તિને પોતાના કર્મો અનુસાર યોગ્ય ન્યાય કરે છે. વ્યક્તિના દુષ્કર્મોના આધાર પર તેમને દંડ પણ આપે છે. ઘણીવાર એવું હોય છે કે જન્મ કુંડળીમાં શનિદેવની દશા વિશે તેમજ તેની સાડાસાતીનો ભોગ બનવાનું લખ્યું હોય છે.
😈 તો મિત્રો જો તમે ભગવાન શનિદેવના પ્રકોપ અને સાડાસાતીથી બચવા માંગો છો તો અમે બતાવેલા ઉપાય અપનાવો કારણ કે ધર્મ શાસ્ત્રોમાં તેમનાથી બચવાના ઘણા ઉપાયો પણ લખાયેલા છે. આ ઉપાયો દ્વારા તમે શનિદેવના પ્રકોપથી બચી શકો છો તેમજ જો કોઈ શનિદેવના ભક્ત હોય અને શનિદેવને પ્રસન્ન કરવા માંગતા હોય, તો ચાલો જાણીએ ક્યાં ઉપાયો છે અને તેને ક્યારે અને કેવી રીતે કરવાના છે. તેના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ.
😈 શનિદેવના પ્રસન્ન થવાથી તે થોડા જ સમયમાં વ્યક્તિની દશા બદલી નાખે છે. તેને ધનવાન બનાવી નાખે છે અને જો તેમનો પ્રકોપ પડે તો વ્યક્તિનું જીવન મુશ્કેલીઓથી ભરાઈ જાય છે. માટે જો તમારા પર શનિદેવ પ્રસન્ન થાય તો તમે તેની સાડાસાતી અને પ્રકોપથી બચી શકો છો.
😈 મહિનાના પહેલા શનિવારથી જ શનિદેવની પૂજા તથા વ્રત ચાલુ કરી દેવું જોઈએ.
😈 શનિદેવને પ્રસન્ન કરવા માટે શુક્રવારે રાત્રે સ્વચ્છ અને શુદ્ધ પાણીમાં 200 ગ્રામ કાળા ચણા પલાળી દો. હવે સવારે સ્નાન કાર્ય બાદ તે ચણાનું પાણી કાઢી લો અને તે ચણાને એક કાળા કપડામાં રાખી દો. તેની સાથે એક સળગેલા કોલસાનો ટૂકડો, હળદર અને લોખંડનો ટુકડો રાખી તેની પોટલી બનાવી લો. ત્યારબાદ આ પોટલીને વહેતા પાણીમાં શનિ મંત્રનો જાપ કરતા કરતા પધરાવો. આ પોટલીને એવી જગ્યાએ પધરાવાની છે કે જ્યાં માછલીઓ હોય. આવું સતત એક વર્ષ દર શનિવારે કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે તેમજ તેમનો પ્રકોપ દૂર થાય છે.
😈 બીજો ઉપાય છે કાળા ઘોડાની નાળને શનિવારે કોઈ લુહાર પાસે જઇ તેની વીંટી બનાવડાવી લો. ત્યારબાદ આગળ શુક્રવારના દિવસે તેને દૂધમાં બોળીને રાખો અને શનિવારના દિવસે શનિ પૂજાનો પાઠ કરી શનિ ચાલીસાનો પાઠ કરીને આ વીંટી ડાબા હાથ પર આવેલ મધ્ય આંગળીમાં પહેરી લો. આ પ્રયોગનો તમને થોડા સમયમાં લાભ જોવા મળશે.
😈 મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે શનિદેવને પ્રસન્ન કરવા માટે પીપળાના વૃક્ષનું ખુબ જ મહત્વ છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે દરેક શનિવારે પીપળાને એક લોટો પાણી ચડાવવું જોઈએ તેમજ પીપળાના વૃક્ષની નીચે એક દીવો કરવો જોઈએ. તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આ ઉપરાંત પીપળાના વૃક્ષ નીચે દીવો કરી એક લાલ સુત્તરના દોરાને લઈને પીપળાની ફરતે સાત વાર દોરો શનિદેવનો જાપ કરતા કરતા વીંટવાથી શનિદેવની સાડાસાતીમાંથી મુક્તિ મળે છે.
😈 જે લોકો શનિદેવની સાડાસાતીથી પીડિત છે તેવા લોકોએ દરેક શનિવારે શનિદેવની પૂજા કરવી જોઈએ તેમજ વ્રત કરવા જોઈએ જેમાં દિવસમાં એક વાર મીઠા વગરનું ભોજન ગ્રહણ કરવું જોઈએ.
😈 શનિદેવને પ્રસન્ન કરવા માટે કાળી ગાયને તિલક લગાવી તેની આરતી ઉતારી તેની પૂજા કરવી જોઈએ.
😈 શનિદેવને સરસવનું તેલ તથા પીપળાનું વૃક્ષ પ્રિય હોય છે તેથી દરેક શનિવારે શનિદેવની પ્રતિમા પર સરસવનું તેલ ચડાવવું જોઈએ તેમજ પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ તેમજ કોઈ કાળા કૂતરાને સાત રોટલી ખવડાવવી જોઈએ. આવું કરવાથી શનિદેવ ઝડપથી પ્રસન્ન થાય છે.
😈 મિત્રો શનિદેવને પ્રસન્ન કરવા માટે તમે કાળા દોરાનો પણ ઉપયોગ કરી શકો છો. મિત્રો શનિવારના દિવસે એક કાળા રંગનો દોરો લઇ તેને શનિદેવના મંદિરે તેમની મૂર્તિ પાસે ચરણોમાં ધરો અને ત્યારબાદ શનિદેવનો જાપ કરતા કરતા તેને ગળામાં પહેરી લો.
😈 શનિવારે સવારે સુરજ ઉગતાની સાથે સવારે શનિદેવની મૂર્તિ પર સરસવનું તેલ લગાવવું જોઈએ. આવી રીતે તેલ માલીશ શનિવારે કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.
આ ઉપરાંત શનિદેવ ક્યારેય વ્યસન કરનાર વ્યક્તિઓ પર પ્રસન્ન થતા નથી જેમ કે દારૂનો નશો, સિગરેટ વગેરેનું વ્યસન. આવા વ્યસન કરતા વ્યક્તિઓ લાખ કોશિશ કરે તો પણ શનિદેવ તેમના પર પ્રસન્ન થતા નથી. માટે જો તમારે શનિદેવને પ્રસન્ન કરવા હોય તો તમારે વ્યસન ન હોય તો ખુબ જ સારું પરંતુ જો વ્યસન હોય તો પહેલા તે વ્યસન છોડવું પડશે અને પછી આ પ્રયોગો અપનાવવાનો લાભ થશે.
😈 તો મિત્રો આ રીતે તમે શનિદેવને પ્રસન્ન કરીને તેમના પ્રકોપથી તેમજ સાડાસાતીથી બચી શકો છો.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી