આ કારણ થી પેટ્રોલ ઓછુ ભરાય છે ….પેટ્રોલ ભરાવતી વખતે આટલી બાબતો અવશ્ય તપાસો.. 

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

⛽ પેટ્રોલપંપ વાળા આ રીતે ગ્રાહકો સાથે કરે છે છેતરપીંડી માટે પેટ્રોલ ભરાવતી વખતે આટલી બાબતો અવશ્ય તપાસો.. ⛽

⛽ મિત્રો પેટ્રોલ પંપ પર જ્યારે STF ની રેડ પડી ત્યારે ખબર પડી કે કંઈ રીતે પેટ્રોલપંપ વાળા પેટ્રોલ ભરતી વખતે ગ્રાહકો સાથે છેતરપીંડી કરતા હતા. હજુ પણ અમુક પેટ્રોલ પંપ પર આ રીતે ગ્રાહકો સાથે ખોટું થઇ રહ્યું છે માટે જાગો ગ્રાહક જાગો.

⛽ કારણ કે આજે અમે તમને અમુક એવી બાબતો બતાવશું જેનું જો તમે પેટ્રોલ પૂરાવતી વખતે ધ્યાન રાખશો તેમજ અમુક માહિતી એવી બતાવશું કે જો તે તમે ત્યારે તપાસ કરી લેશો તો તમને ખબર પડી જશે કે તે લોકો તમને છેતરી રહ્યા છે. અને તમે છેતરપીંડીથી પણ બચી જશો. આ ઉપરાંત તમને એ પણ જણાવી દઈએ કે તમે કોઈ પેટ્રોલપંપ પર આ રીતે પેટ્રોલ ભરતી વખતે છેતરપીંડીનો શિકાર બનો અથવા તો કોઈ અન્યને જોઈ જાવ તો તમે તેના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી શકો છો. તો ચાલો જાણીએ કે કંઈ રીતે પેટ્રોલપંપ વાળા ગ્રાહકોને છેતરે છે તેમજ કંઈ રીતે તમે તેની છેતરપીંડીથી બચી શકો.

Image Source :

⛽ મિત્રો ઘણી રીતે પેટ્રોલ ચોરી થઇ શકે છે જેના વિશે આપણે વિચાર્યું પણ નહિ હોય તે લોકો તમને પૂરા પૈસાના બદલામાં ઓછું પેટ્રોલ ભરી આપતા હોય છે અને ખાસ વાત તમે લોકો તો તેનાથી અજાણ હોવ છો. એટલું જ નહિ થોડા સમય પહેલા દિલ્લી અને કાનપુરમાં એવી માઈક્રોચીપ બનાવવામાં આવી હતી અને ત્યાંથી અલગ અલગ જગ્યાએ વેંચવામાં આવતી. તેમાં એવું હતું કે તે માઈક્રોચીપ ફ્યુઅલ ડીસપેન્સીવ મશીન જેને આપણે પંપ કહીએ છીએ તેની અંદર એક રેગ્યુલેટર અને આ માઈક્રોચીપ લગાવી દેવામાં આવતી હતી અને આ વસ્તુનું કંટ્રોલ એક ખાસ રીમોટ દ્વારા કરવામાં આવતું જે મેનેજરની ઓફિસમાં રાખવામાં આવતું.

⛽ આ ચીપ એક કોડ દ્વારા ફ્યુઅલના જથ્થાને રેગ્યુલેટ કરી શકતી હતી એટલે કે મેનેજર કેબીનમાં બેઠા બેઠા એક કોડ નાખે તો  ૧૦૦૦ લીટરની જગ્યાએ ૯૦૦ લીટર અથવા તેનાથી ઓછું પેટ્રોલ ભરાતું. પરંતુ હાલમાં રેડ પડ્યા બાદ આ ચીપ દ્વારા થતી ચોરી અટકી ગઈ છે પરંતુ અન્ય રીતે હજુ પણ ચાલુ છે તો ચાલો જાણીએ કે તેનાથી કઈ રીતે બચવું.

Image Source :

⛽ મિત્રો સૌપ્રથમ તમારે એક વસ્તુ ધ્યાનમાં લેવાની છે તે માઈલેજ તપાસતા રહેવું. તમે અલગ અલગ પેટ્રોલપંપ પરથી જ્યારે પેટ્રોલ ભરાવો છો ત્યારે માઈલેજ તપાસતા રહો. તેનાથી પણ તમને અંદાજો આવી જશે.

Image Source :

⛽ તમે જ્યારે પણ પેટ્રોલ તમારી ગાડીમાં ભરાવતા હોય ત્યારે હંમેશા તમારે મીટર પર નજર રાખવાની છે. આ ઉપરાંત ક્યારેય પણ તેને રીસેટ કરાવાનું ન ભૂલવું. માટે જ્યારે તમે પેટ્રોલ ગાડીમાં પુરાવતા હોવ ત્યારે તમારે પહેલા તો તપાસવું કે મીટર ઝીરો પર છે અને ન હોય તો તમારે તેને ઝીરો પર સેટ કરાવવું.

⛽ પેટ્રોલ ભરાવ્યા પછી તપાસવું કે પાઈપમાં પેટ્રોલ ભરાયેલું ન હોય. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે પેટ્રોલ ભરાવો ત્યારે ઓટોકેડ થયા બાદ પણ પેટ્રોલના પાઈપની નોઝલ પેટ્રોલની ટાંકીમાં જ રહે જેથી પાઈપમાંનું  પેટ્રોલ પણ મળી રહે. આ ઉપરાંત તમારે જોવાનું છે કે પાઈપમાં કોઈ આંટી તો નથીને તેના માટે તમારે ગાડીને થોડી દૂર રાખવાની છે જેથી કોઈ જ આંટી ન રહે અને પાઈપ ખેંચાયેલો રહે જેથી પેટ્રોલ પાઈપમાં ન રહે આપણે પૈસા ચૂકવ્યા હોય તે પ્રમાણમાં પેટ્રોલ મળી રહે છે.

⛽ મિત્રો જ્યારે પણ તમે પેટ્રોલ ભરાવતા હોય ત્યારે તમારે રાઉન્ડ ફિગર પૈસામાં પેટ્રોલ ન ભરાવવું. તમારે લીટર પ્રમાણે જ પૈસા આપીને પેટ્રોલ ભરાવવું. આવું કરવાથી પેટ્રોલની ચોરી કરવી મૂશ્કેલ થઇ જશે.

⛽ તમારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની છે કે જ્યારે પેટ્રોલ ભરાતું હોય ત્યારે પાઈપમાં નોઝલનું બટન દબાતું તો નથી ને. કારણ કે તે બટન દબાવવાથી પેટ્રોલ ખુબ જ ધીમી ગતિએ અને ઓછું આવે છે.

Image Source :

⛽ ધ્યાન રાખો કે તમારી ગાડીમાં પેટ્રોલની જગ્યાએ હવા તો નથી ભરાવી ને ? કારણ કે ઘણીવાર મશીન રીસેટ ન થવાથી તેમાં પેટ્રોલ ભરાતું જ નથી માત્ર હવા ભરાઈ છે. માટે તમારે હંમેશા પેટ્રોલ પુરાવ્યા બાદ આપણી ગાડીની પેટ્રોલ ટેંક ચકાસી લેવી જોઈએ.

⛽ સૌથી મહત્વની વાત છે કે ફરિયાદ કરવાનું ન ભૂલવું. જો તમને કોઈ પેટ્રોલપંપ પર પેટ્રોલ ચોરી થવાની જરા પણ શંકા હોય તો તમારે પેટ્રોલપંપના મેનેજર પાસેથી કમ્પ્લેઇન બૂક માંગીને લેખિતમાં ફરિયાદ નોંધાવવાનું ન ભૂલવું.

⛽ માટે આ વાતનું તમારે ધ્યાન રાખવું જેથી તમે છેતરપીંડીથી બચી શકો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment