સવારમાં ભૂખ્યા રહેવાથી શરીરમાં થાય છે આ 6 ગંભીર તકલીફ, જે મોંઘી દવાઓ ખાતા પણ નહીં, જાણી લેશો પછી ક્યારેય નાસ્તો સ્કિપ નહીં કરો

મિત્રો આજની ભાગદોડ ભરેલી જિંદગી અને વ્યસ્તતા ના કારણે અથવા સમય ના અભાવે લોકો મોટાભાગે સવારનો નાસ્તો છોડી દે છે. મોર્નિંગ બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો દિવસની પહેલી ડાયટ હોય છે. દિવસની શરૂઆત કરવા માટે આપણા શરીરને એનર્જી ની જરૂરિયાત હોય છે, જે પૌષ્ટિક અને સ્વસ્થ નાસ્તાથી મળે છે. 12 કલાકથી વધુ અંતરાળ પછી સીધું ભોજન કરવાથી તમારા સ્વાસ્થ્યને ખરાબ અસર થઈ શકે છે. 

મિત્રો આખા દિવસના ભોજનમાં સૌથી મહત્વ પૂર્ણ બ્રેકફાસ્ટને માનવામાં આવે છે. જેમકે તેના નામમાં જ તેનો અર્થ છુપાયેલો છે એટલે કે તમે આખી રાતના ફાસ્ટને સવારમાં તોડો છો એટલે કે બ્રેક કરો છો અને શરીરની ન્યુટ્રિશિયન પહોંચાડવાનું કામ કરો છો. પરંતુ જો સવારમાં કામના ચક્કરમાં નાસ્તો ન કર્યો અને સવારની ડાયટ પર ધ્યાન ન આપ્યું તો તેનાથી તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચી શકે છે.તજજ્ઞોનું કહેવું છે કે બ્રેકફાસ્ટ ન કરવાથી તમારું હૃદય સારી રીતે કામ નથી કરી શકતું અને 27% હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જાય છે. તેના સિવાય પણ અનેક સ્વાસ્થ્યથી જોડાયેલી સમસ્યાઓ સવારનો બ્રેકફાસ્ટ કે હેલ્ધી ડાયટ ન લેવાના કારણે થઈ શકે છે. તો મિત્રો આજે આપણે આ લેખના માધ્યમથી જાણીશું કે સવારનો નાસ્તો ન કરવાથી આપણા સ્વાસ્થ્યને  કેવા પ્રકારની સમસ્યાઓ થાય છે.

સવારનો નાસ્તો ન કરવાના નુકસાન:-  

1) હૃદયની સમસ્યા:- જે લોકો નાસ્તો નથી કરતા તેમનું બ્લડ પ્રેશર નોર્મલ કરતાં પણ વધુ રહેવા લાગે છે, જેના કારણે ધમનીઓમાં લોહીનો પ્રવાહ પ્રભાવિત થાય છે. આ કારણે સ્ટ્રોકની સંભાવના વધી જાય છે જેથી કરીને કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ ખૂબ જ પ્રભાવિત થાય છે.2) ટાઈપ 2 ડાયાબિટીસ:- મિત્રો એક શોધમાં જાણવા મળ્યું છે કે જો સવારના નાસ્તાને તમે નજર અંદાજ કરો છો તો તેનાથી તમને ડાયાબિટીસ ટાઈપ 2 થવાની સંભાવના વધી જાય છે. વિશેષ રૂપે વર્કિંગ વુમનમાં આની સંભાવના વધુ જોવા મળે છે.

3) વજન વધવું:- મિત્રો જો તમે સવારમાં બ્રેકફાસ્ટ નથી લેતા તો તેનાથી તમને સવારના ભોજન અને રાત્રિના ભોજન સમયે વધારે ભૂખનો અહેસાસ થાય છે અને જેના કારણે તમે વધુ પ્રમાણમાં સેન્ચ્યુરેટેડ ફેટ, કેલેરી અને શુગર લેવાનું શરૂ કરો છો જેનાથી વજન ઝડપથી વધવા લાગે છે.

4) મૂડ અને એનર્જી લેવલ:- મનોવૈજ્ઞાનિક સ્તર પર કરવામાં આવેલ એક શોધમાં જાણવા મળ્યું છે કે જ્યારે તમે સવારનો નાસ્તો નથી લેતા તો દિવસ દરમિયાન એનર્જી ની કમી નો અહેસાસ થાય છે અને તમારો મૂડ પણ સારો નથી રહેતો.5) કેન્સરનું જોખમ:- યુકેમાં કરવામાં આવેલ એક શોધ પ્રમાણે જાણવા મળે છે કે બ્રેકફાસ્ટ ન કરવાથી તમારું વજન વધે છે અને તમે ઓબેસિટીના શિકાર થઈ શકો છો. મિત્રો તમને જણાવીએ કે સ્થૂળતા એટલે કે ઓબેસિટી કેન્સરનું જોખમ અનેક ગણું વધારવાનું કામ કરે છે.

6) માઇગ્રેન:- મિત્રો જ્યારે તમે સવારનો નાસ્તો નથી કરતા તો તેનાથી બ્લડ શુગર લેવલ ઘટે છે અને આ બ્લડ પ્રેશર માઇગ્રેન (આધાશીશી) અને માથાના દુખાવાને ત્રણ ઘણો કરી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment